________________
-૯૬
સમ્યકત્વ પ્રકરણ
ભાવને ધારણ કરતો ચંદ્રાવતંસક નામનો રાજા હતો. IIT વિશાળ અંતઃપુરમાં તેને પ્રાણને વલ્લભ મુખ્ય બે રાણી હતી. એકનું નામ સુદર્શના અને બીજી પ્રિયદર્શના. /all આકાશરૂપી લક્ષ્મીના સૂર્ય અને ચંદ્રની જેમ પહેલી રાણીને બે પુત્રો હતા. તેમાંથી મોટો યુવરાજ પદને શોભાવનાર સાગરચંદ્ર નામે કુમાર હતો. llll પોતાના પિતા પાસેથી પ્રાપ્ત થયેલું છે ઉજ્જયિનીનું રાજ્ય જેને એવો વળી ચંદ્ર સમાન ઉજ્જવળ ગુણની ખાણ જેવો નાનો મુનિચંદ્ર નામે પુત્ર હતો. પણ બીજી મહારાણીને પણ બે પુત્રો હતા. મોટાનું નામ બાલચંદ્ર અને નાનાનું ગુણચંદ્ર નામ હતું. કા નિર્મળ વસ્ત્રને જેમ ધૂપથી વાસિત કરે તેમ તે રાજાનું સમસ્ત કુટુંબ જિનધર્મથી વાસિત હતું. lill એક વખત મહા મહિનામાં પોતાના મહેલમાં નિષ્કપ એવા ચંદ્રાવતંસક રાજા કાયોત્સર્ગમાં રહ્યા. ll૮ll પડદાની પાછળ રહેલો દીપક જ્યાં સુધી બુઝાશે નહિ ત્યાં સુધી કાયો પારું, એવા પ્રકારનો અભિગ્રહ તેણે કર્યો. lલા હવે રાત્રિના પ્રથમ પ્રહર માત્ર વડે ઓલવાવાની તૈયારીવાળો દિપક હોતે છતે, અંધકારમાં સ્વામીને અરતિ ન થાવ એ હેતુથી દીવો કરનારીએ બીજું તેલ પૂર્યું. //holl જેમ દીપ સંબંધી જ્યોતિ વિશેષ પ્રકારે દીપી ઊઠી. તે જ રીતે રાજાનું પણ ધર્મધ્યાન વિશેષ પ્રકારે દીપી ઊડ્યું. //૧૧ી વેપારી ખેડૂત પાસેથી ધાન્યને ગ્રહણ કરતો ઘી આદિ સ્નેહ દ્રવ્યો વડે તે ખેડૂતને પૂરે તેમ દરેક પ્રહરને અંતે દીપ કરનાર દાસીએ નેહપૂર્વક નવું નવું ઘી પૂર્યું. ll૧૨ll ત્યારે દરેક ક્ષણે રાજા પોતાના મનથી સંસાર સંબંધી સમસ્ત રાગને ઉતારતા હતા. ll૧૩ll દીપકની જ્યોતિ ત્યારે સ્નેહની વૃદ્ધિની જેમ વધતી હતી. રાગ (સ્નેહ)નો ક્ષય થવાથી રાજાની ધ્યાનની જ્યોતિ પણ વધતી હતી. ૧૪ll અનુરાગવાળી સ્ત્રીની જેમ ત્યારે અત્યંત સુકુમાળ અને મનોહર એવું રાજાનું શરીર વેદના વડે આલિંગિત કરાયું. ૧પ શરીરથી અસહિષ્ણુ પણ દઢ ચિત્તવાળા રાજાએ ગૃહસ્થ હોતે છતે પણ મહાત્માની જેમ તે વેદનાને સહન કરી સાત્ત્વિક એવા તેણે વેદનાની પીડામાં પણ અભિગ્રહને ભાંગ્યો નહિ. સંકટમાં પણ મહાત્માઓ સ્વીકારેલી પ્રતિજ્ઞાનો શું ત્યાગ કરે ? અર્થાત્ ન જ કરે. ||૧૭થી રાત્રિના અંતિમ પ્રહરે પ્રભાત થતા પરિપૂર્ણ આયુષ્યવાળો ચંદ્રાવતંસક રાજા મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. l/૧૮ll હવે સામંતો, મંત્રીઓ સર્વે એકઠા થઈને સાગરચન્દ્રનો રાજ્યાભિષેક કરવાનો પ્રારંભ કર્યો. ખરેખર ન્યાયમાર્ગને કોણ ન આચરે ? ૧૯ સામ્રાજ્ય માટે નિઃસ્પૃહ એવા તેણે અપરમાતાને કહ્યું કે હે રાજમાતા ! ઉગતા ચંદ્રના ઉદયવાળો બાલચંદ્ર જ રાજા થાવ. l/૨૦ળા તેણીએ પણ કહ્યું કે રાજ્યલક્ષ્મી પ્રૌઢને માટે છે. જ્યારે બાલચંદ્ર તો હજુ બાળક છે. તેથી ઊંટડી અને બળદને જોડવું યોગ્ય નથી. ૨૧/ હે વત્સ ! સર્વ પુત્રોમાં ઉમરથી તું જ મોટો છે. તેથી ઉપસ્થિત એવી આ રાજ્યલક્ષ્મીને તું જ વહન કર. //રા અનિચ્છાવાળા એવા તેને બધાએ ભેગા મળીને રાજગાદી પર સ્થાપન કર્યો. પ્રતાપ વડે તે દુઃખેથી સહન કરાય તેવા ગ્રીષ્મ ઋતુના સૂર્ય જેવો થયો. ર૩ll (આવતી જતી) અધિકાધિક ઋદ્ધિ વડે શોભતા ઇન્દ્રના જેવા સાગરચંદ્ર રાજાને જોઈને એક વખત અપર માતાએ વિચાર્યું કે ખરેખર પોતાના પુત્રની વૈરી એવી મને ધિક્કાર થાઓ. હા હા કે જ્યારે મારા પુત્રને રાજ્ય આપતા હતા, ત્યારે મેં નિષેધ કર્યો. ૨૪-૨૫ હમણાં આ રાજા છે અને પછી તેનો પુત્ર રાજા થશે. આ પ્રમાણેના રાજ્યના ક્રમની સંભાવના છે. રવા તેથી જો હમણાં કેમે કરીને આનો સંહાર કરું કે જેથી મારા પુત્ર ઉપર રાજ્યલક્ષ્મી અનુરાગી થાય (મારા પુત્રને રાજ્યગાદી મળે.) l/રી
હવે ડાકિની જેવી તેણી તેના છિદ્ર શોધવામાં રક્ત હતી અને ત્યારે સાગરચંદ્ર તો લોકોના આગ્રહથી રાજ્યનું સંચાલન કરતો હતો. l/૨૮ એક વખત રાજા બગીચામાં બગીચાની સંપત્તિ જોવા માટે ગયો અને દાસીને રસોઈયા પાસે સવારના નાસ્તા માટે મોકલી. ૨૯ એકાએક રસોઈયાને પણ મનમાં વિચાર આવ્યો