________________
સમૃદ્ધ દત્ત અને શ્રીપતિ
૧૩૭
વિચરતા તે મુનિ ઉત્તર મથુરા નામની નગરીમાં ગયા. પ૩-૫૪ સમાધિવાળા તે મુનિ ભિક્ષાકાળ પ્રાપ્ત થતાં ભિક્ષા માટે સમૃદ્ધિદત્ત શ્રેષ્ઠીના ઘરે ગયા. પપા તે તે સુવર્ણ રત્નથી બનાવેલા સ્નાનના ઉપકરણો વડે પોતાની જેમ ત્યારે તે શ્રેષ્ઠીએ સ્નાન કર્યું. યુગતા યૌવનવાળી દેદીપ્યમાન શૃંગાર સારવાળી અને મોરના પીંછાવાળા પંખાથી પુત્રી વારંવાર તેને વીંઝતી હતી. સુવર્ણના કચોળા પ્રમુખથી પરિવરેલો ખંડિત થાળીમાં ભોજન કરતા શ્રેષ્ઠીને તે મુનિપુંગવે જોયા. ll૧૯-૫૭-૫૮ મેળવેલી ભિક્ષાવાળા પણ મુનિ તે તે પોતાની સમગ્ર વસ્તુને ઓળખીને વિકસ્વર નેત્રવાળા અને કૌતુકથી જોતા ત્યાં જ ઉભા રહ્યા. //પલા તે શ્રેષ્ઠીએ ત્યારે આ રીતે જોતાં અણગારને કહ્યું કે હે ભગવન્! આ બાળાને તમે કેમ આ રીતે જુવો છો ? Iકolી વળી શું કંઈક બીજા આહાર-પાણીની ઇચ્છા રાખો છો કે અથવા તો બીજું કાંઈ પણ તમારું પ્રયોજન હોય તો તે કહો ? I૬૧મુનિએ કહ્યું કે બ્રહ્મચર્ય વ્રતનો મેં સ્વીકાર કર્યો હોવાથી તૃણ સમાન સ્ત્રીને ગણતો આ બાલિકાને હું રાગથી જોતો નથી. IIકરી માધુકરી વૃત્તિથી યુક્ત એવા મને બીજા આહાર-પાણીની પણ સ્પૃહા નથી. નિઃસંગવાળા મને બીજું કાંઈ પ્રયોજન પણ નથી. Iકalી પરંતુ હે ભો ! આ તારી પાસે જે વસ્તુઓ છે તે ક્યાંથી અને ક્યારે ઉત્પન્ન થઈ ? અત્યંત આશ્ચર્ય ચર્યા કરનાર તે તને પૂછવાને માટે હું અહીં ઉભો છું. IIકII હે મુનિ ! આ સર્વે પણ સંપત્તિઓ કુળ પરંપરાથી મારી પાસે આવેલી છે. તો મુનિએ કહ્યું કે તો તું શા માટે ખંડિત થાળીમાં ભોજન કરે છે? Iકપા શ્રેષ્ઠીએ કહ્યું કે હે મુનિ ! સોનીઓએ આ ખંડિત થાળીને સુવર્ણના ટુકડા સાથે જોડવા માટે ઘણા ઘણા પ્રયત્નો કર્યા, પણ ક્યારે પણ જોડાયો જ નથી. કડા
ત્યારબાદ મુનિએ કેડ પર રાખેલો થાળીનો ટુકડો કાઢ્યો અને થાળી પર મૂકવા માત્રથી જલદીથી ચોંટી ગયો. ll૧૭ી. ત્યારબાદ સમૃદ્ધિનું તેવા પ્રકારનું માહાસ્ય જાણીને ઇચ્છા વગરના નિરીહાત્મા શ્રેષ્ઠ મુનિ તેના ઘરમાંથી નીકળ્યા. ll૧૮ી થાળીમાં ટુકડો બરાબર લાગેલો જોઈને ચમત્કાર પામેલા શ્રેષ્ઠીએ નીકળતા એવા મુનિને આદરપૂર્વક ઉભા રહો, ઉભા રહો, એમ બોલવા લાગ્યો. આવા ઉભા થઈને સામા આવીને ભક્તિપૂર્ણ હૃદયથી વંદન કર્યું. તેમજ થાળીના ટુકડાનો વૃત્તાંત સંભ્રમપૂર્વક પૂછ્યો. ૧૭૦/ મુનિએ કહ્યું છે કલ્યાણકારી ! સમગ્ર આ વૈભવ તારી પાસે કેવી રીતે કુળ પરંપરાથી આવેલો છે ? તે હું જાણતો નથી. II૭૧લજ્જાપૂર્વક શ્રેષ્ઠીએ કહ્યું હે મુનિ ! મને ક્ષમા આપો. મારાથી ખોટું બોલાયું છે. પરંતુ આ લક્ષ્મી થોડા જ દિવસથી મારી આગળ આવી છે. ll૭૨ll
એક વખત સ્નાન કરવાની ઇચ્છાવાળા મારી પાસે સ્નાનના ઉપકરણો વગેરે આકાશ માર્ગેથી જલદીથી આવ્યા. ll૭૩ll દેવ (ભાગ્ય)ના પ્રભાવથી આ સમગ્ર અભૂત વૈભવ ક્યાંથી મારી પાસે આવ્યો તે હું જાણતો નથી. ઘણું કહેવા વડે શું? II૭૪ હે મુનિ ! તમે ક્યાંથી આવ્યા છો ? તમારું નામ શું છે ? કોના પુત્ર છો ? અને આ થાળીનો ખંડ તમે કેવી રીતે મેળવ્યો છે ? તે કહો. II૭પી ત્યારે મુનિએ પણ તેના ઘરમાં આવ્યા ત્યાં સુધીનો સમગ્ર પોતાનો વૃત્તાંત જેવો હતો તેવો તેની આગળ કહ્યો. I૭૬ાા તે સાંભળીને રોમાંચિત થયેલા શ્રેષ્ઠીએ જલદીથી કહ્યું. હે ભો! તો તો તમે મારા જમાઈ છો. ભાગ્યયોગથી જ હમણાં તમે જોવાયા છો. II૭૭ હે વત્સ ! હું સમૃદ્ધિદત્ત નામનો શ્રેષ્ઠી તમારો સસરો છું. આ પ્રકારે કહીને આનંદના અશ્રુઓથી તેને ભેટી પડ્યો. II૭૮ તેમને સ્નેહપૂર્વક ઘરની અંદર લઈ જઈને કહ્યું કે હે વત્સ ! આ તમારી સાસુ છે અને આ તમારો સાળો છે. ll૭૯ો અને આ જન્મ્યા માત્રથી જ કલ્પના કરાયેલી તમારી પત્ની છે. આટલા દિવસ તમારા માટે જ મેં એને કુમારીપણાથી રાખી છે. II૮૦ના અને આ સર્વ આજ્ઞાંકિત એવો તમારો પરિવાર છે.