________________
અમરચંદ્ર કથા
૧૪૭
પરાધીનતામાં પણ વચ્ચે વચ્ચે અતિ વિકસંપન્ન ધાર્મિક એવા તે બંને જણા ધર્મને પણ કરતા હતા. ૧૩ો. એક વખત રાત્રિમાં પ્રિયંકરે સર્વ વ્રતને સંક્ષેપણ કરનાર દેશાવકાશિક વ્રતનું પચ્ચખાણ કર્યું. ૧૩૭ી હમણાં અપરાધવાળા જીવને પણ હું હણીશ નહિ. અસત્ય વચન અને બીજાને અનર્થ કરનાર વચન હું બોલીશ નહિ. I૧૩૮ સર્વ અદત્તને લઈશ નહિ. નિર્મળ બ્રહ્મચર્યને પાળીશ. અધિક એવા કિંચિત્ પણ પરિગ્રહને હું રાખીશ નહિ. /૧૩ી મોટું પણ કારણ ઉપસ્થિત થતાં હું ઘરની બહાર જઈશ નહિ. ચારે પ્રકારના આહારને હું ખાઈશ નહિ. ll૧૪૦Iી સીવેલા એક પણ બીજાના વસ્ત્રને હું પહેરીશ નહિ. પુષ્પોનો પરિભોગ નહિ કરું. વિલેપન પણ કરીશ નહિ. /૧૪૧// વાહન ઉપર બેસીશ નહિ. સર્વથા સ્નાન કરીશ નહિ, શયનને માટે એક જ પથારીવાળો પલંગ તકીયા સહિત વાપરીશ. //૧૪રા ચારે પ્રકારના અનર્થદંડને હું કરીશ નહિ. આ સર્વે અભિગ્રહો અને સૂર્યોદય સુધી હ. /૧૪૩ રાત્રિમાં રાજાએ મહામાત્યને બોલાવ્યો. તેણે પણ રાજાના નોકરને પોતાના અભિગ્રહની વાત જણાવી. ૧૪૪ તે જાણીને ગુસ્સે થયેલા રાજાએ ફરીથી તેને મોકલીને કહ્યું કે અરે ! જો અભિગ્રહ તારે ધારી રાખવા હોય તો મારી મંત્રી મુદ્રા પાછી આપી દે. ૧૪પી મહામાત્યે તેને મંત્રી મુદ્રા આપી દીધી, પણ ધર્મમાં દૃઢમતિવાળા બુદ્ધિશાળીએ અભિગ્રહને ભાંગ્યા નહિ. ૧૪વા તેના આ નિશ્ચયથી ખુશ થયેલા રાજા સ્વયં તેના ઘરે આવીને તેની ઉપબૃહણા કરીને આગ્રહપૂર્વક મંત્રી મુદ્રા પાછી અર્પણ કરી. ૧૪૭થી અંતે સમાધિપૂર્વક નિર્મળ ધ્યાનવાળા તે બંને મરીને તે જ નામવાળા સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ll૧૪૮ પ્રિયંકરની પત્નીએ પણ પોતાના પતિના ધર્મની અનુમોદના કરવાથી શ્રીપ્રભા નામને ધારણ કરતી દેવપણામાં તેની જ દેવી થઈ. ll૧૪૯
અવધિજ્ઞાન દ્વારા પ્રિયંકર દેવે ભવિષ્યમાં થનાર જન્મનું સ્થાન જોયું. પોતે ધર્મમાં પ્રમાદી થશે તે જાણ્યું. I૧૫oll અવનકાળ નજીક આવતાં મિત્રને કહ્યું કે તારે મને ધર્મમાં ઉદ્યમવાળો બનાવવો. /૧૫૧|| ત્યાંથી Aવીને અહીં તું સુરસુંદરનો પુત્ર થયો. તારી દેવી ઍવીને જયશ્રી થઈ. ૧૫રી દુઃખી માણસો જ ધર્મપરાયણ થાય છે. આ પ્રમાણે વિચારીને તે તને ધર્મમાં ઉદ્યમ કરાવવાને માટે જ તારા રૂપ વડે અહીં આવ્યો છે. ll૧૫all વિશુદ્ધ શીલવાળી જયશ્રીએ પણ આને તું જ છે એમ જાણીને પોતાના ઘરમાં પ્રવેશ કરવા દીધો. ૧૫૪ll, તારા આ મિત્રે તારા હિતના કારણે તારી વિદ્યાને ભૂલાવડાવી. આવા પ્રકારની વિડંબના કરાવી છે. તું ગુસ્સે ન થા. ૧પપા જેટલામાં આ પ્રમાણે મુનિએ કહ્યું તેટલામાં તે દેવ જયશ્રી અને કુરુચંદ્રની સાથે તેની પાસે આવ્યો. II૧પડા સૂર્યની કાંતિને પણ તિરસ્કાર કરનારું પોતાનું રૂપ તેણે બતાવ્યું. વિસ્મયવાળા રાજાએ તેને જોતાં જ જાતિસ્મરણ જ્ઞાન મેળવ્યું. ૧૫શા તત્ત્વને જાણ્યું. તેથી રાજાએ તેને કહ્યું હે મિત્ર ! તેં સારું કર્યું. મુક્તિના સુખને આપનાર ધર્મમાં હવે હું ઉદ્યમવાળો થઈશ. II૧૫૮માં તેને જોવાથી જયશ્રી પણ જાતિસ્મરણ પામી. ત્યારબાદ દેવે ક્ષણમાત્રમાં તે સર્વને નગરમાં મૂકી દીધા. ૧૫૯હવે રાજાએ રાજ્ય ઉપર જયશ્રીના પુત્રને મૂકીને તે જ મુનિની પાસે પ્રિયા સહિત વ્રતને ગ્રહણ કર્યું. /૧૬૦ના મિત્ર દેવ પણ તે રાજર્ષિને અને મુનિને નમીને કૃતકૃત્ય થયેલો પોતાના વિમાનમાં ગયો. //૧૧૧// અનુક્રમે દુષ્કર એવા તપને તપતા રાજર્ષિએ કેવળજ્ઞાન પામીને ક્ષીણ કર્મવાળા થયેલા મુક્તિ મેળવી. I/૧૯રા પરમ નિર્વાણના કારણભૂત દશાવગાસિક વ્રતને આરાધતા એકચિત્તવાળા પ્રિયંકરના ભવમાં અમરચંદ્રના જીવે આરાધન કર્યું હતું, તેની જેમ બીજા પણ લોકોએ આવી રીતે વ્રતનું પાલન કરવું જોઈએ. ૧૯૩ી
I દેશાવગાસિક વ્રત ઉપર અમરચંદ્ર કથા સમાપ્ત. ll૧all