________________
અમરચંદ્ર કથા
૧૪૫
જોતાં જ આને હું જીવાડીશ. આ પ્રયોજનમાં શું સંશય છે ? સૂર્ય પણ શું અંધકારને હણતો નથી ? ૮૧ મન માત્રથી પણ જો આના પૂર્વજો ભય પામ્યા નહોતા, તેથી તેઓના સત્ત્વથી આ મરેલો પણ જલ્દી જીવો. II૮૨॥ તેના વડે આટલું કહેવા માત્રથી તે જ ક્ષણે સુરસુંદ૨નો પુત્ર ઉભો થયો. સત્ત્વથી શું થતું નથી ? ૫૮૩॥ ત્યારબાદ તે જ વખતે ત્યાં કુમા૨ના સૈન્યમાં અને શ્રીષેણ રાજાના નગ૨માં તેની વધામણીનો મહોત્સવ થયો. ૧૮૪॥ ત્યારે જયશ્રી પણ પરમ આનંદરૂપી સંપત્તિથી શોભતી હતી અને તેણીએ વિચાર્યું, અહો ! સત્ત્વરૂપી રતનની ખાણ જેવું આનું કુળ છે. II૮૫ કસોટીના પથ્થર ઉ૫૨ જેમ સોનું તેમ પ્રેમના ઉત્કર્ષવાળી જયશ્રીને તૈયાર થયેલી ચિત્તા ઉપર આરૂઢ થયેલી જાણીને કુમાર પણ ખુશ થયો. I૮૬॥ અધિક પુણ્યથી દુર્જય કુમારે એકલા જ ચક્રવર્તીની જેમ તે સર્વ રાજાઓને જીત્યા. II૮૭।। હવે સમગ્ર રાજાઓના જયથી અર્થાત્ એક તો જયશ્રી રાજકન્યા સ્વયંવરા હતી અને યુદ્ધમાં રાજાઓને જીતવાથી જયરૂપી લક્ષ્મી મેળવી. તેથી દ્વિગુણિતની જેમ વસુદેવ જેમ રોહિણીને તેમ જયશ્રીને કુમાર ત્યાં પરણ્યો. ૮૮।। પોતાના દેશજનના નેત્રરૂપી કમળોને સૂર્યની જેમ વિકસાવતો કુમા૨ જયશ્રીથી યુક્ત પોતાના રાજ્યમાં આવ્યો. II૮૯। જયશ્રીની સાથે મનોહ૨ શોભાવાળા પોતાના નગરમાં પ્રવેશ કરીને પ્રમોદશાળી તે પિતાને નમ્યો. II૯૦| ચંદ્રમાના દર્શને સમુદ્ર ઉલ્લાસ પામે તેમ પુત્રને જયશ્રીની પ્રાપ્તિ થવાથી સુરસુંદર રાજા ઉલ્લસિત થયો. II૯૧॥ યુવરાજના તે જયને અને પુણ્યોદયને જોઈને નગ૨જનોએ વિચાર્યું, પિતાથી અધિક આ થશે. (પિતાથી સવાયો પાકશે.)
૧૯૨૫
હવે એક વખત રાજસભામાં બેઠેલા રાજાએ આડંબર વડે કરાયેલ આક્ષેપવાળા લંખ પ્રકારના નૃત્યને જોયું. II૯૩॥ ગીત વડે હરણ જેમ પરાધીન થાય તેમ ઉત્કર્ષને પ્રાપ્ત તે નાટકથી અત્યંત ખેંચાયેલો રાજા પરાધીન થયો. તેટલામાં ત્યાં આકાશ માર્ગે દિવ્ય જ્ઞાનથી પવિત્ર આત્માવાળા અને સાક્ષાત્ ચારિત્રની મૂર્તિ સમા ચારણ મુનિ આવ્યા. II૯૪-૯૫ મુનિને જોઈને શ્રેષ્ઠ આસન ૫૨ બેસાડીને હાથ જોડીને વિનયથી નમેલા રાજાએ કહ્યું. II૯૬॥ હે પ્રભુ ! એક વિનંતિ છે. આપ અપ્રસન્ન નહિ થતા થોડી જ ક્ષણો બાદ અમને આપ વ્યાખ્યાન સંભળાવો. II૯૭।। કેમ કે હમણાં અમે નાટકને જોવામાં એક ચિત્તવાળા રસના અતિશય ઉપર આરૂઢ થયેલા છીએ. II૯૮॥ મુનિએ કહ્યું કે હે રાજા ! સંસારની રંગભૂમિના આંગણમાં દ૨૨ોજ સ્વયં નૃત્ય કરીએ છીએ તો આમાં તમને આશ્ચર્ય કેમ છે ? ।।૯।। રાજાએ કહ્યું કે હે ભગવન્ ! ગંભીર અર્થવાળું આ વચન છે. તેથી જ આના અર્થને હું જાણતો નથી. મહેરબાની કરી સ્પષ્ટ કરો. II૧૦૦ મુનિએ કહ્યું કે હે મહાભાગ ! સંસાર એ નૃત્ય ભૂમિકા છે. આકાશના અગ્રભાગ સુધી ગતિવાળો અત્યંત દૃઢ એવો મોહરૂપી મહાન વંશ છે. ૧૦૧॥ આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં દૃઢ રીતે બંધાયેલો છે. ચાર કષાયરૂપી ખીલાઓથી ગાઢ રીતે બંધાયેલો છે. II૧૦૨ સજ્જ થયેલા આઠ કર્મરૂપી વાજિંત્ર વાદનને હંમેશાં અનુસરતો વિવિધ પ્રકારના રૂપ વડે રાજા, દેવ વગેરે પાત્રો દ્વારા નૃત્ય કરતો હતો. II૧૦૩॥ તે સાંભળીને વિશેષ બુદ્ધિવાળા રાજા પ્રતિબોધ પામીને લંખને ઇચ્છિત દાન આપીને વિસર્જન કર્યો. ૧૦૪॥ રાજ્યભાર માટે સમર્થ એવા યુવરાજ ઉપર રાજ્યના ભારને મૂકીને રાજાએ તે જ મુનિ પાસે સંયમ સ્વીકાર્યું. /૧૦૫।। રાજાઓના સમૂહને અમરચંદ્રે જીતી લીધા. પોતાની ભૂજાથી મેળવેલ તે રાજ્યમાં મહારાજ શબ્દથી તે શોભતો હતો. II૧૦૬।। તે રાજાએ કુરુચંદ્ર મિત્રને અમાત્ય પદે સ્થાપ્યો. સુકુમાળતાને ધારણ કરતાં રાજ્યની ચિંતા તેના ઉપર નાંખી. ।।૧૦૭।। જયશ્રીમાં અત્યંત આસક્તિ ધરાવતા વિષય લંપટ રાજાએ રાણીની જેમ અંતઃપુરને ન છોડ્યું.