________________
૧૪૦
સમ્યકત્વ પ્રકરણ
હવે મુનિની વાણીથી તેણી સાગરચંદ્ર ઉપર રાગવાળી થઈ અને બીજા ઉપર વિરાગી. જે કારણથી કાનનું ઝેર તે મહાઝેર છે અર્થાત્ કાનમાં સંભળાયેલું વચન પરસ્પરના સંબંધમાં વૈરભાવ ઉત્પન્ન કરતું હોઈ મહાવિષની ઉપમા આપી છે. /રપી તત્કાલ આંખો બીડીને રોતી તેણી બોલી કે હે ભગવન્! હું દુર્ભાગી છું. મારું જીવિત પણ નિષ્ફળ છે. રિફાવૈરી એવા પિતાએ તે નભસેન સાથે મારું નક્કી કર્યું છે. તે મને ગમતું નથી. તેથી મૃત્યુ સન્મુખ આવે તો સારું. //ર૭ી વળી હું તો ગુણવાન એવા સાગર પર અનુરાગી છું. જેથી આ મને યુક્ત નથી. નિર્ભાગ્યવાનોનું વાંછિત ક્યાંથી સિદ્ધ થાય ? ૨૮] મૂઢ એવું મન જેમ રોગીને દુર્લભ એવી વસ્તુને ઈચ્છે છે અર્થાત્ અપથ્યની ઈચ્છા કરે છે, તેમ આકાશમાં રહેલા ચંદ્રને પકડવા માટે હાથને પહોળા કરે છે અર્થાત્ ફેલાવે છે. રહા નારદે કહ્યું તું ધીરજવાળી થા, વિષાદ ન કર. તે સાગરચંદ્ર પણ તારા વિષે અત્યંત રાગવાળો છે. ૩. તેથી મારો યોગ કેવી રીતે થશે, એમ ચિંતા ન કર. ભાગ્ય અનુકૂળ થતાં દુર્ઘટ વસ્તુ પણ ઘટી શકે છે. [૩૧].
આ પ્રમાણે કમલામેલાને કહીને નારદ સાગરચંદ્ર પાસે આવ્યા અને કહ્યું કે તેણી તારા વિષે જ અત્યંત રાગી છે. ll૩રા તેણીના સમાચાર સાંભળતાં જ તે પૂર્વ કરતાં વિશેષ અનુરાગી થયો. તેણી મારા વિષે જ અનુરાગી છે. આ વાણી સાંભળીને તેના જ રટણવાળો થયો. ll૩૭ll અંતરમાં તેણીનું ધ્યાન ધરે છે. જિલ્લા વડે તેણીનું જ રટણ કરે છે. ચિત્રમાં પણ તેણી આલેખાય છે. બંને આંખોથી તેણીને જ જુવે છે. ll૩૪ll હું વિદ્યાધર કે પાંખવાળો જો હોત તો ઊડીને તેણીને જ જોઉં. આવા વિવિધ પ્રકારના તરંગોને તેણે કર્યા. ||૩|| મુખમાંથી નીકળેલા લાંબા ઉષ્ણ નિશ્વાસોથી તે ખરેખર હણાયો. તેની પાસે રહેનારા મિત્રો શ્યામ મુખવાળા થયા. તેને કંઈક તેવો તાપ થયો છે. જેમાં ખોબો ભરેલું પાણી તેના અંગ ઉપર નંખાયેલું “છણ' એ પ્રમાણે ક્ષણવારમાં સૂકાઈ જાય છે. li૩૬-૩૭ી પાણીમાં ભીંજવેલા પંખાનો પવન, ચંદનનું વિલેપન, ચાંદનીના શીતલ કિરણો અને કેળના પાંદડાથી નંખાયેલો પવન વિરહાનલથી ઉત્પન્ન થયેલા તેના દેહદાહને શમાવી શક્યો નહિ. ૩૮ ગીત આદિમાં તે રાગી થતો નથી. રમતમાં પ્રવૃત્ત થતો નથી. શરીર સત્કાર પણ કરતો નથી અને આહાર પણ કરતો નથી. ૩૯ાાં મૂર્છાથી બીડાયેલી આંખવાળો વારંવાર ભૂમિ પર પડતો તે તે શીતોપચાર વડે કંઈક ચેતના મેળવે છે. Ivolી હે પ્રિયે ! મહેરબાની કર. દર્શન આપ. મારા ઉપર કેમ કોપ કરે છે ? મારા પાપની ક્ષમા કર. આ પ્રમાણે અસંબદ્ધ બોલવા લાગ્યો. ૪૧II હિતને ઉચિત એવા કોઈ પણ કાર્યને તે જાણતો નથી. સર્વથા હણાયેલા ચિત્ત
ર થયો. (શૂન્ય) ૪રા.
તેવા પ્રકારના તેને જોઈને સર્વ મિત્રોએ વિચાર્યું કે કામદેવની નવમી દશા હમણાં તેને પ્રાપ્ત થઈ છે. Al૪૩ી જો દશમી દશા પ્રાપ્ત થશે તો આ મરી જશે. આ પ્રમાણેની ચિંતામગ્ન એવા તે સર્વને અધૃતિ થઈ. I૪૪ો એટલામાં સામે આવેલા શાંબ પાછળ જઈને સાગરની બંને આંખોને ક્રીડા વડે હાથથી ઢાંકી દીધી. I૪પી હે કમલામેલા ! મારી બંને આંખોને છોડ. આજે તારા મુખરૂપી ચંદ્રના દર્શનથી હું તૃપ્તિને મેળવું. //૪૬ો આ પ્રમાણે બોલતાં સાગરને હસતાં શાંબે કહ્યું કે હે ભો ! હું કમલામેલા નથી, પરંતુ તેને મેળવી આપનાર છું. ૪૭ી હવે સાગરે શાંબને તૂર્ત કહ્યું હે કાકા ! કમલામેલાને મેળવી આપવાથી તું મારા ઋણથી મુક્ત થઈશ. //૪૮ હે કાકા ! ખરેખર આપના વડે પોતાની વાણીથી જ આ સ્વીકાર્યું છે તે જો નહિં કરો તો અહીં સજ્જન પુરુષોમાં પંક્તિને કેવી રીતે પામશો ? I૪૯ શાંબે પણ વિચાર્યું કે ખરેખર મજાકમાં એકદમ જલદીથી દુષ્કર એવી પ્રતિજ્ઞા મેં સ્વીકારી છે. તેથી તેનો નિર્વાહ કેમ કરીશ ? એમ હું શંકિત છું.