________________
સાગચંદ્ર કથા
૧૩૯
થઈ. ૧૦૮૫ અનર્થદંડ ગુણવ્રતની આરાધના અને વિરાધનાનું ફળ સાંભળીને ભવ્ય જીવોએ તેવા પ્રકા૨ના આરાધનાના કાર્યમાં પ્રયત્ન કરવો જોઈએ. I૧૦૯
|| અનર્થદંડ વિરમણ વ્રત ઉપર સમૃદ્ધદત્ત અને શ્રીપતિની કથા સમાપ્ત. III
હવે સામાયિક વ્રત ઉપરની કથા કહે છે. સાગરચંદ્ર કથા
જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં નીતિમાન શ્રેષ્ઠ મંત્રી જેવો, તેમજ હંમેશાં સમુદ્રથી અલંકૃત એવો સૌરાષ્ટ્ર નામનો દેશ છે. II૧॥ તેમાં મેરુપર્વતની બહેન જેવી સુવર્ણમયી મોટી ધારાવતી નામની નગરી હતી. ૨/ તેમાં નવા પરાક્રમવાળો, નવમો વાસુદેવ, યદુવંશનો શિરોમણિ કૃષ્ણ નામનો રાજા હતો. III કૃષ્ણને મહાબળવાન બલદેવ નામનો મોટો ભાઈ હતો. તેને નયને જાણનાર વિનયવંત નિષધ નામનો પુત્ર હતો. I॥૪॥ તેને પણ સાગરને જેમ ચંદ્રમા વિકસ્વર બનાવે, જગતને વિકસિત કરનાર એવો સાગરચંદ્ર નામનો પુત્ર હતો. IIII સર્વ કળાઓ તેણે શીખી લીધેલી. અનુક્રમે તે યૌવનને પામ્યો. અદ્ભૂત રૂપને જોઈને દેવતાઓના રૂપના મદ ત્યારે ઉતરી ગયા. IIઙ ચક્રવાક પક્ષીઓને જેમ સૂર્ય, ચકોર પક્ષીઓને જેમ ચંદ્ર તેમ તે શાંબાદિકુમારોને અત્યંત વલ્લભ હતો. III ત્યાં મદોન્મત્ત હાથી વગેરે ચતુરંગી સેનાવાળો, જગતને જીતના૨, ધનસેન નામનો માંડલિક રાજા હતો. II૮ કમળ જેવા લાલ હાથ-પગવાળી, કમળ સમાન મુખવાળી, તેની જેમ કોમળ કમળની જાણે નાની બહેન હોય તેવી કમલામેલા નામની પુત્રી તેને હતી. IIII તેણીએ યૌવન પ્રાપ્ત કર્યું. ઉગ્રસેન રાજાના પુત્ર નભસેનકુમારને પિતા વડે તેણી અપાઈ. ૧૦ના
-
અને ત્યારે તેના ઘરમાં મોટા છત્ર, માળા, કમંડલુ આસન હાથમાં છે એવા નારદજી આવ્યા. ॥૧૧॥ ચક્રવર્તીની લક્ષ્મીની પ્રાપ્તિ થયે છતે જેમ ગર્વ થાય તેમ ત્યારે તે સુંદર રૂપવાળી કમલામેલાની પ્રાપ્તિથી ગાળેલા દારૂની જેમ ગર્વિષ્ઠ થયેલા એવા નભસેનકુમારે સત્કાર અને સન્માનની રૂચીને આધીન એવા નારદનો સત્કાર ન કર્યો. ||૧૨|| તેથી નારદ ઋષિ ગુસ્સે થયા. તેના ઘરમાંથી ઉડીને સીધા આકાશમાર્ગે સાગરચંદ્રના ઘરમાં ગયા. ॥૧૩॥ તે ઉભો થયો, પ્રણામ કર્યા. અર્ધ આસન પણ આપ્યું. આ રીતે ભક્તિથી સત્કા૨ ક૨ીને સ્વસ્થ એવા સાગરે વાત્સલ્યપૂર્વક નારદને પૂછ્યું. ॥૧૪॥ હે ભગવન્ ! પરિભ્રમણ કરતાં આપે વિશ્વમાં કંઈ પણ અદ્ભુત શું જોયું છે ? ઋષિએ કહ્યું કે હા ! જોવાયું છે. સાગરે કહ્યું (તે) શું ? ॥૧૫॥ હવે નારદ ઋષિએ કહ્યું કે હે કુમાર ! ધનસેન રાજાની પુત્રી કમલામેલા નામની અહીં છે. ||૧૬ શ૨દપૂર્ણિમાના ચંદ્રમા જેવા મુખવાળી, પરવાળા જેવા હોઠવાળી, સમુદ્રની વેળા જેવી તેણી શોભે છે. ।।૧૭। તેણી મનોહ૨ શૃંગા૨૨સના કટાક્ષોના વિક્ષેપવાળી, અત્યંત ઉછળતા માછલીના સમૂહવાળી જાણે કામની ક્રીડા રૂપ વાવડી ન હોય એવી શોભે છે. II૧૮।। ભાગ્યશાળી સમૃદ્ધ એવા ચરણો વડે સ્થળમાં ઉગેલી કમલિની જેવી અને સ્વાભાવિક લાલ એવા હાથરૂપી પલ્લવો વડે જેણી હાલતી-ચાલતી કલ્પવૃક્ષની વેલડી જેવી જણાય છે. ।।૧૯।। તે સાંભળીને કામરૂપી સળીથી શલ્યવાળા સાગરે કહ્યું. શું તેણી કન્યા છે ? મુનિએ કહ્યું
ઉગ્રસેનના પુત્ર (નભઃસેન) ને તેણી અપાયેલી છે. Il૨૦ll સાગરે કહ્યું કે તો તેણીની સાથેનો યોગ મને કેવી રીતે થશે ? હું શું જાણું ? એમ કહીને નારદ આકાશ માર્ગે ગયા. ॥૨૧॥ ત્યાંથી કમલામેલાના ઘરમાં ગયા. તેણીએ તેને સત્કાર કરીને અંજલી જોડીને પૂછ્યું કે શું તમે કંઈ પણ આશ્ચર્ય જોયું છે ? ॥૨૨॥ ના૨દે સંભ્રમ પામેલાની જેમ આદરથી કહ્યું કે સ્ત્રી ! મેં આ જ નગરીમાં બે આશ્ચર્ય જોયા છે. સારા રૂપમાં શિરોમણિ અત્યંત સ્વરૂપવાળા એક સાગરચંદ્ર અને બીજો કુરૂપમાં શિરોમણિ નભઃસેન. II૨૩-૨૪॥