________________
૧૩૬
સમ્યક્ત્વ પ્રકરણ
એક વખત સુવર્ણમય સ્નાનપીઠ ઉપર તે સ્નાન કરવા માટે બેઠો. પૂર્વની જેમ અંગને મર્દન ઉદ્ધૃર્તનાદિ વગેરે કર્યું. ।।૨૮।। ત્યારબાદ જાત્યંત એવા સુખડ, કેસર, કસ્તુરીથી મિશ્રિત એવા પાણીઓથી દેહના સુખના માટે આગળ સુવર્ણની કુંડીઓ મૂકી તેમાંથી કલાકુશળ એવા માણસોએ સુવર્ણમય કલશોના સમૂહથી પાણી ભરી ભરીને રાજાની જેમ તેને સ્નાન કરાવ્યું. ૨૯-૩૦।। કળશો જેટલામાં મૂક્યા તેવા જ તે પક્ષીની જેમ ઉડ્યા. સ્નાન કરીને ઉભો થતાં જ તે સ્નાનપીઠ અને સુવર્ણની કુંડી પણ તેની પાછળ ઉડી ગઈ. II૩૧॥ હવે દેવને નમસ્કા૨ ક૨વા માટે મૂળ ઓ૨ડામાં તે ગયો. ચારે બાજુથી સમસ્ત ધન વગરનું ઘર ખાલી ખાલી તેણે જોયું. II૩૨।। સુવર્ણ અને રત્નમય થાળી કચોળામાં મનને પ્રિય એવા દિવ્ય અને વિવિધ પ્રકારના આહારને ખાતો હતો. તે સર્વે પણ ખાલી થઈ ગયા. એકાએક કચોળાદિ સર્વસ્વનું જાણે કે અપહરણ ન થયું હોય તેમ ચાલ્યા ગયા. ।।૩૪।। ખાઈ લીધા બાદ થાળીને ચાલતી જોઈને શ્રીપતિએ હાથથી થાળી પકડી રાખીને તું ન જા, તું ન જા, એ પ્રમાણે બોલવા છતાં પણ તે પણ ચાલી ગઈ. તેના હાથમાં એક થાળીનો ટુકડો રહી ગયો. બેચેન મનવાળા પણ જતા એવા કોઈને કોઈના પણ વડે શું પકડી રાખવા માટે સમર્થ થઈ શકે ? ।।૩૫-૩૬ હવે તેણે વિચાર્યું કે આ બધું તો ગયું, પણ નિધાનો છે કે નથી ? તે પણ શું ક્યાંય પણ ચાલ્યા ગયા છે ? ।।૩૭।। નિધાનોને ખોદી ખોદીને જોતાં ક્યાંક વિંછીઓ ક્યાંક ગર્વથી ફૂંફાડા મારતા સર્પોને ક્યાંક ફક્ત અંગારા જ જોયા. II૩૮॥ ત્યારપછી નિર્ભાગી=ભાગ્ય વિનાની પોતાની જાતને માનતો તે મનમાં વિચારવા લાગ્યો કે આ ભાગ્યશાળી કુળમાં હું કેવી રીતે આવ્યો ? ॥૩॥ પૂર્ણિમાનો ચંદ્ર ઉગતાં સમુદ્ર વૃદ્ધિને પામે છે, તેમ કોઈક ઉત્પન્ન થતાં જ સમસ્ત પૃથ્વીતલને ખુશ કરે. વાંસના ઝાડને ફળ આવે તે જેમ વાંસને નાશ ક૨ના૨ થાય તેમ મારા વડે પોતાના કુળરૂપી વંશ નાશ કરાયો. સર્વ પણ આ પિતાની લક્ષ્મી પિતાને જ ખરેખર અનુસરી. II૪૧||
આ પ્રમાણે વિચારતા તેને કોઈકે આવીને એ પ્રમાણે કહ્યું. તારા પિતાએ મારી પાસેથી દશ હજાર સિક્કા લીધેલા. તેથી હાલમાં તે તું (મને) આપ. ॥૪૨॥ તે વચન સાંભળીને શ્રીપતિએ વિચાર્યું કે મારા પિતાએ સર્વને આપ્યું છે, ક્યારેય વળી કોઈની પાસેથી લીધું નથી (અર્થાત્ દેણું નથી.) II૪૩॥ મારા દુષ્કર્મના વિપાકનું આ પ્રગટ ફળ છે. તે જાણીને સારી રીતે વિમર્શ કરનારા શ્રીપતિએ તેને કહ્યું. ૪૪॥ હે ભો ! હમણાં અત્રે કોશાધિકારી નથી. તેથી તું કાલે સવારે આવજે જેમ સર્વ ચોપડા જોઈને આપીશ. I[૪૫]l
હવે માતાને તેણે કહ્યું કે હે માતા ! હું ક્યાંક દેશાંત૨માં જઉં. કેમ કે અહીં રહેતાં જીવવાને માટે પ્રજા પાસેથી કિંચિત્ પણ સુખ હું મેળવી શકીશ નહિ. II૪૬॥ તું અહીં જ રહે, તું સ્ત્રી છે, તેથી કોઈ પણ કિંચિત્ પણ કહેશે નહિ. આ પ્રમાણે માતાને બોધ પમાડીને ઉંચા મુખને લઈને તે ગયો. II૪૭॥ જતાં તેણે વિચાર્યું કે લક્ષ્મીથી હું ત્યાગ કરાયેલો છું. તેથી હું વ્યવસાય (ધંધો) કેવી રીતે કરીશ ? ખરેખર કસુંબામાં જ રંગ યોગ્ય છે. II૪૮॥ ક્યાંક પર્વત પરથી પડીને હું દુઃખમુક્ત થાઉં. આ પ્રમાણે વિચારતા આગળ વનમાં પ્રતિમામાં રહેલા મુનિને જોયા. II૪૯॥ તેણે મુનિને વંદન કર્યા. મુનિએ પણ કાઉસ્સગ્ગ પા૨ીને તેને કહ્યું કે હે ભો ! હં હો ! શું આત્મહત્યા વડે તું દુઃખમુક્ત થવા ઇચ્છે છે ? ।।૫।। દુઃખમુક્તિનો આ ઉપાય નથી, પરંતુ નિર્મળ તપો વડે દુઃખમુક્ત થવાય. તેના માટે હે શુભાશય ! તું પરિવ્રજ્યા લઈને તપોને કર. ॥૫૧॥
તેની જ પાસે શ્રીપતિએ વ્રતને ગ્રહણ કર્યું. ત્યાગ કરાયેલા રાગવાળો પણ કૌતુકથી થાળીના ટુકડાનો ત્યાગ ન કરાયો. (એની પાસે જ રાખ્યો.) ૫૨॥ તેમની પાસેથી શ્રુતને ભણીને તેના અર્થને સાંભળીને સમસ્ત સામાચારીને જાણીને બુદ્ધિરૂપી ધનવાળો તે ગીતાર્થ બન્યો. ક્રમપૂર્વક એકાકી વિહારની ચર્ચા વડે