________________
૧૩૪
સમ્યક્ત્વ પ્રકરણ
રહીને રાજ્યને કરીને પાછળથી દીક્ષા સ્વીકારીને મોક્ષને મેળવજે. ૧૮પા તેથી તેમના આગ્રહને માનીને મૌનપૂર્વક પ્રતિમા જેવો અડગ, સાવદ્ય કર્મથી વિરામ પામેલો શિવ યતિના જેવો રહ્યો. ૧૮ડા માતા-પિતા બોલાવવા છતાં પણ જવાબ ન આપતાં તેણે કંઈ પણ ખાધું નહિ. મદોન્મત્ત થયેલા હાથીની જેમ ફક્ત મસ્તક હલાવતો હતો. ૧૮૭ી. આથી રાજાએ તેનો મિત્ર, શ્રેષ્ઠ શ્રાવક, શ્રેષ્ઠીપુત્ર દઢધર્મ હતો, તેને બોલાવીને કહ્યું. l/૧૮૮ી અહો વત્સ ! તારો મિત્ર છે તેને વ્રતની અનુમતિ અમે આપી નથી. તેથી મૌન કરીને ભોજન પણ તે કરતો નથી અને અભિમાનથી તે રહ્યો છે. /૧૮૯ી તેથી આજે કોઈ પણ રીતે બોધ પમાડીને તું ભોજન કરાવ. કેમ કે કુમાર ભોજન કરશે, પછી જ અમે પણ ભોજન કરશે અન્યથા નહિ જ. I/૧૯oll
દઢધર્મ પણ રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને શિવ પાસે ગયો. નિસાહિ એમ ત્રણ વખત બોલીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. ૧૯૧II ઈરિયાવહિ પડિક્કમીને દ્વાદશાવર્ત વંદનને કરીને ભૂમિ પ્રમાર્જીને અનુજ્ઞા આપો. એ પ્રમાણે રહ્યા. ૧૯૨ા ત્યારે શિવકુમારે કહ્યું કે હે મિત્ર ! સાધુને ઉચિત એવો વિનય તું મને કેમ કરે છે ? ૧૯૩ દઢધર્મે કહ્યું છે કલ્યાણકારી! તું ભાવસાધુ છે. તેથી સાધુની સમાનતાને ભજતો હોવાથી તારો વિનય શું યુક્ત નથી ? ||૧૯૪ll ભવનિઃસ્પૃહ એવા આપને મારે પૂછવું છે કેહે કુમાર ! શું આપે આહારનો ત્યાગ કર્યો છે ? I/૧૯૫ll કુમારે કહ્યું કે મને વ્રત લેવા માટેની અનુમતિ માતા-પિતા આપતા નથી. તેથી મેં આહારનો ત્યાગ કર્યો છે. //૧૯કા જેમ મારા વડે શિથિલ કરાયેલા સ્નેહવાળા, કંટાળેલા અને મારામાં આદર વિનાના થઈને તેઓ વ્રતને સ્વીકારની અનુમતિ આપે. ૧૯૭ી તેણે પણ કહ્યું કે હે કુમાર , ! જો તું વ્રતનો અર્થ છે તો આહારનો ત્યાગ ન કર. શરીરનું મૂળ આહાર છે. ૧૯૮ શરીર હશે તો ધર્મ થશે અને મોક્ષનું મૂળ ધર્મ છે. વળી મુનિઓ પણ નિરવદ્ય આહાર ગ્રહણ કરે જ છે. ૧૯૯ો તેણે કહેલું યુક્ત માનીને વિવેકવાળા શિવે કહ્યું ! તારી વાણીથી હું ખાઈશ, પણ હે ભો ! સાંભળ. //ર00ll હે મિત્ર ! ઘરવાસમાં રહેલો પણ હું સાધુની જેમ રહીશ. તેથી સચિત્ત કે સચિત્ત સંબંધી વસ્તુ દૂર રહો. l/૨૦૧ મૂળથી જ સર્વ વિગઈઓ, સર્વ જાતિના ફળો અને અપક્વ કે દુષ્પકવ એવા સઘળા શાકાદિને પણ તેમજ રંગેલા લાલ વગેરે વસ્ત્ર પહેરવા, વાહન, સ્નાન, વિલેપન, તાંબૂલ, પુષ્પશૃંગાર, પલંગ વગેરે સ્ત્રીનો સંગમ એવા ઇચ્છિત પણ સર્વ ભોગોપભોગની સામગ્રીનો મેં અનિષ્ટની જેમ કર્મની નિર્જરાના કારણભૂત ત્યાગ કર્યો છે. ll૨૦૩-૨૦૪ll એક માત્ર અન્ન અને પાણી આ બે જ દ્રવ્યો મારે ભોજ્ય (ખાવા લાયક) છે. તેમાં પણ હું છઠ્ઠના પારણે વિધિપૂર્વક આયંબિલ કરીશ. ll૨૦પી આ પ્રમાણેની વ્યવસ્થા તે જ ક્ષણે દઢધર્મીએ રાજાને કહી. રાજા પણ ખુશ થયા અને ખાધું. પછી તે પાછો ફર્યો. l/૨૦૧ી ત્યારબાદ શિષ્ય જેમ આચાર્યને તેમ દૃઢધર્મ શિવને હંમેશાં પારણામાં નિરવઘ લાવીને વપરાવતો હતો. l૨૦થી આ પ્રમાણે તપને કરતા શિવને અનેક પત્નીઓએ ભોગોપભોગની અત્યંત પ્રાર્થના કરી, પણ તે ચલાયમાન ન થયા. l/૨૦૮ આ રીતે સમ્યગુ રીતે પાલન કરતા શિવને બાર વર્ષ માતાપિતા પાસે જ થયા. પરંતુ ગુરુ પાસે જવા માટે સમર્થ ન બની શક્યા. ll૨૦૯ો આ પ્રમાણે બ્રહ્મચારી ગૃહસ્થ પણ આરાધના કરીને બ્રહ્મલોક નામના દેવલોકમાં વિદ્યુમ્માલી નામે દેવ થયા. ll૧૦ll ત્યાંથી આવીને અહીં જ રાજગૃહ નગરીમાં જંબૂ થઈને સુધર્માસ્વામીના શિષ્ય બનીને અભૂત એવી કેવલલક્ષ્મીને પ્રાપ્ત કરીને અનંત સુખમય એવા નિર્વાણપદમાં આનંદ કરે છે. |૨૧૧.
આ પ્રમાણે ભોગપભોગ વત ઉપર શિવકુમારની કથા સમાપ્ત. ll