________________
શિવકુમાર કથા
૧૨
કરતાં કરમાઈ ગયેલા મુખવાળા એવા તેને ઉત્પન્ન થયેલા વૈરાગ્યમાં ભંગ પમાડનાર એવી પ્રિયાઓએ પ્રણયવાક્યથી કહ્યું. ૧૬૦હે સ્વામિ ! ક્ષણવારમાં જ કેમ ઉદ્વિગ્ન (ઉદાસીન) જેવા દેખાઓ છો ? તમે આવા પ્રકારના પરાવર્તનવાળા કેમ થયા? I૧૬૧તેણે પણ કહ્યું કે હે પ્રિયાઓ ! આ વાદળાના સમૂહને જોઈને. ક્ષણ પહેલાં ઉત્પન્ન થયા અને પાણીના પરપોટાની જેમ વિલીન થઈ ગયા. /૧૬રી આ દૃષ્ટાંત વડે હું ભયભીત થઈ ગયો છું. વાદળની જેમ આ શરીર, ઘર વગેરે પણ મને નાશવંત જેવા જણાય છે. l/૧૬all તેથી જો ઘર વગેરે બંધનોને છોડીને નાશવંત એવા શરીર વડે ચારિત્રને ગ્રહણ કરું તો જ મારો જન્મ સફળ થાય. /૧૯૪ો તે સાંભળીને લઘુકમપણાથી તેણીઓએ કહ્યું કે હે પ્રિયે ! તો પછી વિલંબ શા માટે ? અમે પણ તમને અનુસરનારી છીએ. /I૧૯પા ખરેખર જાણ્યું છે સંસારનું સ્વરૂપ અને તેથી જ છેદી નાંખ્યા છે બંધનો જેને એવા ધીર પુરુષો, મોક્ષના અર્થીઓ પોતાના શરીરને વિષે પણ નિસ્પૃહ, તપને તપે છે. //૧૯કો આ પ્રમાણેની પ્રિયાઓની અનુમતિથી વિશેષ પ્રકારે વ્રતને મેળવવાનો ઉદ્યમ કરતો હતો. માતા-પિતાને બોધ પમાડી બુદ્ધિશાળી એવા સાગરે પ્રિયા સહિત અમૃતસાગર આચાર્ય પાસે વ્રતને ગ્રહણ કર્યું. /૧૯૭-૧૬૮ હવે ગુરુની પાસેથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાને મેળવીને સાગરદત્ત મુનિ મૃતસાગરનો પાર પામ્યા. (શ્રુતમાં પારંગત બન્યા.) I૧૯૯ાા તપશ્ચર્યા કરતાં અને તેમને કર્મનો વિગમ (દૂર) થવાથી અતીન્દ્રિય પદાર્થોને જણાવનાર એવું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ૧૭૮lી પૃથ્વી પર વિહાર કરતાં ભવ્ય જીવોને બોધ પમાડતા હે શ્રેષ્ઠ કુમાર ! હું હમણાં અત્રે આવ્યો છું. ||૧૭૧
ભવદત્તના નાના ભાઈ ભવદેવનો જીવ તે તું સ્વર્ગથી અવીને શિવ નામનો અહીં રાજપુત્ર તરીકે ઉત્પન્ન થયો. ૧૭૨II હે શિવ ! આ પ્રમાણે પૂર્વભવમાં આપણા બંને ભાઈનો સ્નેહ જીવનપર્યત સુધી એકબીજાથી જુદો ન પડે તેવો હતો. ll૧૭all સૌધર્મ દેવલોકમાં દેવપણામાં પણ આપણા બંનેની પ્રીતિ તેવા પ્રકારની હતી કે જે વાણીનો વિષય બની શકે તેમ નથી. //૧૭૪ll આ ભવમાં શત્રુને મિત્ર ઉપર સમાન દૃષ્ટિવાળો એવો હું મુનિ છું અને તું પૂર્વભવના અભ્યાસથી મારા ઉપર સ્નેહવાળો ગૃહસ્થ છે. {/૧૭પી આ પ્રમાણે સાંભળીને શિવ વારંવાર વિચારવા લાગ્યો. (ઉહાપોહ કરવા લાગ્યો.) તેને જાતિસ્મરણ થયું. સાક્ષાતુની જેમ તેણે જોયું. /૧૭કા ત્યારબાદ ખુશ થયેલા શિવે સાધુ ભગવંતને નમીને આ પ્રમાણે કહ્યું કે હે પ્રભો ! આપે કહેલું સર્વ મને જાતિસ્મરણથી જાણવા મળ્યું છે. ll૧૭૭ી તેથી પહેલાં પણ મને વ્રત આપીને સ્વર્ગને ભજનાર બનાવ્યો હતો, તેમ હમણાં પણ હે ભાઈ ! વ્રતને આપવા દ્વારા મારા ઉપર કૃપા કરો. ./૧૭૮ વ્રત વગર ઉજ્વળ એવો ધર્મ કરી શકાતો નથી. પકાય આરંભવાળો ગૃહસ્થ જયણાથી આગળ શું કરી શકે ? (છકાયની રક્ષા ન કરી શકે.) I૧૭લા હે પ્રભો ! હું માતા-પિતાને પૂછીને જલદીથી વ્રત લેવા આવું છું. ત્યારે મુનિએ પણ કહ્યું કે હે કલ્યાણકારી ! પ્રમાદ કરતો નહિ. ll૧૮ll * ઉઠીને શિવે માતા-પિતા પાસે જઈને આ પ્રમાણે કહ્યું. આજે મેં સાગર મુનિ પાસેથી ધર્મદેશના સાંભળી છે. ૧૮૧// અસ્થિરતાવાળા સંસારની અસારતાને જાણીને હે પિતાજી ! સતત ભ્રમણ કરતાં શ્રમથી સંસાર ઉપર હું ખેદ પામ્યો છું (કંટાળાવાળો છું). I૧૮રી તેથી માતાજી પિતાજી ! મને વ્રત લેવા માટેની હમણાં અનુમતિ આપો. જેથી ભવરૂપી સમુદ્રથી પાર પામીને મુક્તિ તરફ પ્રયાણ કરનારો હું બનું. ૧૮૩ત્યારે માતા પિતાએ કહ્યું કે હે પુત્ર ! તને વ્રતની અનુમતિ આપવા માટે અમારી જિલ્લા (જીભ) સમર્થ નથી. તેમજ તારો વિરહ સહન કરવા અમે બંને સમર્થ નથી. /૧૮૪. તેથી અમે બંને જીવીએ છીએ ત્યાં સુધી અહીં જ