________________
શિવકુમાર કથા
૧૩૧
જિનેશ્વર ભગવંતને નમન કરતો ત્યાં રહ્યો. ૧૦પુત્રવાળી બ્રાહ્મણીથી યુક્ત સુગંધીમાળાને ધારણ કરેલી નાગિલા ત્યાં જ આવી. ત્યારે ચૈત્યમાં દર્શન કર્યા અને સાધુની બુદ્ધિથી તેને વંદન કર્યું. II૧૦૮ હવે ઉત્કંઠાવાળા મુનિ ભવદેવે તેણીને પૂછ્યું કે હે કલ્યાણકારી ! શું અહીં આર્જવ અને રેવતી તે બંનેને ક્ષેમકુશળ છે ને? તે કહે. ૧૦૯ તેણીએ કહ્યું કે તે બંનેને સ્વર્ગવાસી બન્યાને ઘણો કાળ થયો. સારા કર્મયોગે તે બંને તો પરલોકમાં ક્ષેમકુશળ જ છે (અર્થાત્ સમાધિ મૃત્યુ પામ્યા છે). I૧૧૦ સૂર્યાસ્તના સમયે સૂર્ય વિકાસી કમળ બીડાઈ જાય તેમ તેનું મુખકમળ પણ કરમાઈ ગયું. ફરીથી તેણીને પૂછ્યું કે શું નાગિલા છે કે નથી ? ૧૧૧ી તેણીએ વિચાર્યું કે નિચે આ મારો પતિ ભવદેવ જ છે. આની વાણીથી વ્રતનો પરિણામ ભગ્ન થયેલો દેખાય છે. /૧૧૨ હમણાં બીજું પૂછું, જેથી આ શું શું નિવેદન કરે છે ? પાછળથી તે જ અનુમાનો વડે મહાબુદ્ધિથી તેને બોધ પમાડીશ. ૧૧૩
આ પ્રમાણે વિચારીને તેણીએ આદર સહિત તેને પૂછ્યું કે હે તપોધન ! તેણીનું તમારે શું પ્રયોજન ? તમે કોણ છો ? તેણી તમારી શું થાય છે ? ||૧૧૪ો તેણે પણ હવે આક્ષેપ સહિત કહ્યું કે નાગિલા મારી પ્રાણપ્રિયા છે. આર્જવ અને રેવતીનો નાનો પુત્ર અને ભવદત્તનો નાનો ભાઈ હું છું. ./૧૧પપા ત્યારે અર્ધ શણગારેલી નાગિલાને છોડીને ભાઈની પાછળ હું ગયો. ભાઈના આગ્રહથી મેં વ્રત ગ્રહણ કર્યું. ૧૧કા હમણાં ભાઈ સ્વર્ગવાસી થયે છતે બંધન વગરનો હું માતા-પિતા અને નાગિલાના રાગથી જ અત્રે આવ્યો છું. /૧૧ળી તેથી મને કહે કે હે સુંદરી ! હોંશિયાર એવી તેણી કુશલ છે અને મારા આગમનની વાત તે ક્યારે પણ કરે છે કે નહિ ? II૧૧૮ તેણીએ કહ્યું કે હે કલ્યાણકારી ! તમે સંયમ ગ્રહણ કર્યું છે. તે સાંભળીને (જાણીને) ત્યારે જ તેણીએ નિર્વાણને આપનારા સાધ્વીજી ભગવંતના સંસર્ગને કર્યો. II૧૧૯ાાં શુદ્ધ સમ્યક્ત્વ મૂલ બાર વ્રતો ગ્રહણ કર્યા. ધર્મશાસ્ત્રોને ભણીને તપોને તપ્યા. ૧૧૯-૧૨ll માવજીવ તેણીએ બ્રહ્મચર્ય વ્રતને ગ્રહણ કર્યું છે. ઘરમાં રહ્યા છતાં પણ આટલા કાળથી તેણી ધર્માનુષ્ઠાનમાં જ લીન છે. l/૧૨૧આ પ્રમાણે દ્રવ્યસ્તવને કરીને ભાવસ્તવની ઇચ્છાથી હમણાં સાધ્વીજીની પાસે વ્રત ગ્રહણ કરવાની ઇચ્છાવાળી છે (સંયમ સ્વીકારની ભાવનામાં તેણી રમે છે.) ૧૨૨/ ભાઈના આગ્રહથી લાંબા કાળ સુધી વ્રતનું પાલન કરનારા છો તો હવે સન્માર્ગને જોનારા તમે ખરાબ પંથ ઉપર કેમ જાઓ છો ? ૧૨૩ હે સોભાગી ! ફોતરા સરખા વિષયોને માટે અત્યંત દુઃખેથી પ્રાપ્ત થાય તેવા અમૂલ્ય રત્નત્રયનો તમે કેમ ત્યાગ કરો છો ? I૧૨૪ો ત્યારે ભવદેવ મુનિએ તેણીને કહ્યું કે આપની વાણી મુનિને બોધ કરનારી છે, તોપણ નાગિલાને જોઈને તેની અનુજ્ઞાથી જ હું જઈશ. /૧૨૫ll ત્યારે તેણીએ કહ્યું કે હે કલ્યાણકર ! જરારૂપી રાક્ષસીથી ગ્રસ્ત થયેલી, રૂપ લાવણ્ય યૌવનવાળી નાગિલા તે હું જ છું. તમે જુઓ. /૧૨ી હે મુનિ સંસારની અસારતાવાળી મને જ જોતા વિચારો કે પહેલાં હું કેવા પ્રકારની હતી અને અત્યારે હું કેવા પ્રકારની છું ? ||૧૨૭ી ભવદવ ત્યારે લજ્જા પામ્યો અને વિચાર્યું કે અહો ! આનું અધ્યાત્મ આવા પ્રકારનું છે તે ધન્ય છે. કૃતાર્થ છે હું તો હા હા ! તેનાથી વિપરીત છું. II૧૨૮
આ પ્રમાણે મહાવૈરાગ્યની ભાવનાને તે ભાવતો હતો. ત્યારે બ્રાહ્મણીના પુત્રે પોતાની માતાને આ પ્રમાણે કહ્યું. ૧૨૯ હે માતા ! મને ઉલટી થશે. તેથી વાસણને ચતું (સીધું) કર. અમૃતથી પણ મનોહર સ્વાદવાળી ખીર ફોગટ ન જાઓ. ૧૩૦Iી ક્ષણવાર પછી ભૂખ્યો થયેલો ફરી તે વાસણમાં રહેલી ઉલટીને હું ખાઈ જઈશ. કારણ કે, આવી વસ્તુ જીવિતથી પણ દુર્લભ છે. ૧૩૧બ્રાહ્મણીએ તેને કહ્યું કે હે વત્સ ! વમેલાને