________________
૧૩૦
સમ્યક્ત્વ પ્રકરણ
વ્રત લેવા આવ્યો છે ? (તું વતનો અર્થી છે.) આ પ્રમાણે સાંભળીને તેણે પણ વિચાર્યું. ll૮રો આ બાજુ પ્રાણપ્રિયા ઉગતા યૌવનવાળી બાળા છે અને આ બાજુ મોટા ભાઈનું વચન મારા માટે ઓળંગવા લાયક નથી. l૮૩. એક તરફ તાજી પરણેલી પ્રેયસીનો મોટો વિરહ થશે. બીજી બાજુ ભાઈની લઘુતા થશે. તેથી કલ્યાણકર શું હું કરું ? II૮૪ો અત્યારે આ અવસરે આ કરવા યોગ્ય છે, આ પ્રમાણે નિશ્ચય કરીને સાધુઓમાં ભાઈનું વચન ખોટું ન પડો. એમ વિચારીને તેણે હા, આ પ્રમાણે કહ્યું. હવે આચાર્ય ભગવંતે પણ ભવદેવને દીક્ષા આપીને ત્યારે જ પરિવાર સહિત વિહાર કર્યો. કેમ કે યતિઓ સ્થાયી નથી હોતા. ll૮વા નવા મુનિએ સમસ્ત સાધ્વાચારને શીખ્યો. ભાઈના આગ્રહથી દ્રવ્યથી જ તેણે વ્રત ધારણ કર્યું. ll૮ણી ભાવથી ચિત્તમાં એક માત્ર અર્ધ શણગારેલી નાગિલાનું હંમેશાં સ્મરણ કરતો સર્વ ક્રિયાના ક્રમને શૂન્યપણે તે કરતો હતો. ll૮૮
હવે એક વખત ભણતા ભવદેવ સાધુએ સાધુના મુખરૂપી કમલથી શ્રુતનું વાક્ય સાંભળ્યું કે હું તેણીનો નથી. તેણી મારી નથી, આ પ્રમાણે. ll૮૯ી તેના અર્થને જાણીને તેણે પોતાના મનમાં વિચાર્યું કે આ વાક્ય તથ્યવાળું નથી (સાચું નથી). કેમ કે મારા મનમાં તેણી છે. તેણી (સ્ત્રી)ના મનમાં હું છું. આ પ્રમાણે મારો નિશ્ચય છે. ૯ol હવે બધા સાધુઓ વડે આ રીતે ગોખતા એવા તેને અટકાવ્યો કે ખોટું ન ગોખ. પરંતુ તેની વાણીને તે માનતો નથી. ૯૧// પોતાના મનના સંકલ્પથી તેવા પ્રકારને જ શુદ્ધ માનતો ક્રિયાના પુનરાવર્તન વડે તેવું જ ગોખતો હતો. I૯૨ી
હવે એક વખત લાંબો કાળ પસાર થયે છતે ભવદત્ત મુનિએ પોતાના આયુષ્યનો અંત સમય જાણીને અનશન કરીને બુદ્ધિશાળી એવા તેઓ પ્રકૃષ્ટ સમાધિ વડે મૃત્યુ પામીને દિવ્ય સંપત્તિવાળા એવા સૌધર્મ દેવલોકમાં દેવ થયા. I૯૩-૯૪ો ભવદત્ત મુનિ સ્વર્ગવાસી થયા બાદ ભવદેવે વિચાર્યું કે આટલો કાળ તો ભાઈના આગ્રહથી હું મુનિની જેમ રહ્યો છું. ll૯૫ll હવે કષ્ટદાયક એવા વ્રત વડે મને સર્યું. બંધનથી મુક્ત થયેલ પક્ષીની જેમ હમણાં હું કેમ ન જાઉં ? Iકા જઈને અર્ધ શણગારેલી એવી તેણીને હું સંભાળું. કામના નિધાન સરખી તેણીને કોઈએ ઉપદ્રવ તો કર્યો નહિ હોય ને ? ૯૭ી કામદેવ વડે મૂકાયેલી રતિની જેમ ઇંદ્ર વડે ત્યાગ કરાયેલી ઇન્દ્રાણીની જેમ મેઘ વિનાની વિજળી અને કૃષ્ણથી તપેલી લક્ષ્મીની જેમ પ્રાણનાથ (પતિ) એવા મારા વિના એકલી બિચારી આટલો કાળ કેવી રીતે રહી હશે ? I૯૮-૯૯ી લાવણ્યની નદી સમાન જીવતી જો મને તે પ્રાપ્ત થશે તો તેનું પોતાનું ઇચ્છિત સર્વે હું પૂર્ણ કરી આપીશ. l/૧૦oll તીવ્ર મોહના ઉદયથી આ પ્રમાણે વિચારતાં તેનું બોધરૂપી રત્ન જાણે કે (ચોરાઈ ગયું) ગળી ગયું. વિવેક જાણે કે પલાયન થઈ ગયો. કુળનું અભિમાન ગયું. બ્રહ્મચર્ય તો દૂર જ રહ્યું. ધર્મોપદેશ નષ્ટ થઈ ગયો. વ્રતનો માર્ગ વિસ્મરણ થઈ ગયો. I/૧૦૧-૧૦૨ી ત્યાર પછી જાણે કે તેણી, ચિત્તની આગળ રહેલી હોય તેમ, આંખોની આગળ જ લટકતી (રહેલી) હોય તેમ, એક જ આસનમાં પોતાની સાથે બેઠેલી હોય તેમ. /૧૦૩ વળી અંદર, બહાર, ઉપર, નીચે બધે જ તેણીને જોતો હતો. સર્વ જગતમાં તેને નાગિલાનો જ ભાસ થતો હતો. ઘણું કહેવા વડે શું ? /૧૦૪ll હવે ઇંગિત આકારોથી જાણીને આચાર્ય ભગવંતે બોધ આપ્યો. તેમજ મિત્રની અનુકંપાથી સહવર્તી સાધુઓએ શિખામણ પણ આપી. પરંતુ કર્મની વિચિત્રતાથી તેઓના વચનને અવગણીને જડ થયેલો ભવદેવ વિસ્મરણ કરાયેલા વિધ્યાચલના હાથીની જેમ ત્યાંથી બહાર નીકળ્યો. ll૧૦૫-૧૦૦ મનોરથ રૂપી રથ ઉપર આરૂઢ થયેલો તે ક્ષણમાત્રમાં જ પોતાના ગામ ગયો. બહાર ચૈત્યમાં ક્ષણમાત્ર