________________
૧૨૯
સમ્યકત્વ પ્રકરણ
આ જ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં મગધ નામના દેશમાં (જાજવલ્યમાન લક્ષ્મીના બગીચા સરખું) સમૃદ્ધિશાળી સુગ્રામ નામનું ગામ હતું. ll૩૨ll રાષ્ટ્રમાં અગ્રેસર એવો આર્જવ નામનો કુલપુત્ર હતો અને તેને પૃથ્વીને પ્રાપ્ત થયેલી રેવતીની જેવી રેવતી નામે પત્ની હતી. //૩૩ll તે બંનેને રામ-લક્ષ્મણ જેવા પરસ્પર સ્નેહાળ બે પુત્રો હતા. તેમાં મોટો ભવદત્ત અને નાનો ભવદેવ હતો. ૩૪ો એક વખત શ્રુતપારગામી એવા સુસ્થિત આચાર્ય ભગવંત ત્યાં પધાર્યા. તેમને નમન કરવા માટે ગામના લોકો ગયા અને તેમણે દેશના આપી. /l૩પઅહીં પ્રાણીઓને શ્રેષ્ઠ એવા ચાર અંગો દુર્લભ છે. તેમાં પ્રથમ મનુષ્યપણું, ધર્મ સાંભળવાની ઇચ્છા, ધર્મ ઉપર શ્રદ્ધા, સંયમમાં વર્ષોલ્લાસ. ll૩ી આ પ્રમાણેની દેશના સાંભળીને વૈરાગ્યથી વાસિત એવા અને યુવાન પણ ભવદત્તે તેમની જ પાસે આંતરશત્રુઓને જીતીને ચારિત્ર અંગીકાર કર્યું. ll૩થી ગુરુની સાથે વિહાર કરતાં તે શ્રુતને ભણ્યા અને અનુક્રમે તે તે ગુણો વડે જાણે કે ગુરુનું બીજું શરીર જ હોય તેવા તે થયા. ll૩૮ ત્યાં ગચ્છમાં એક વખત કોઈ એક સાધુએ ગુરુને વિનંતિ કરી કે હે પ્રભો ! આપની અનુમતિથી સ્વજનવર્ગ પાસે જઈને તેઓને ઉપકાર કરું. કેમ કે મારો નાનો ભાઈ મારા ઉપર અત્યંત નેહવાળો છે. વળી મારા દર્શનથી કદાચિત્ તે સંયમ ગ્રહણ કરે. ll૩૯-૪ll ત્યારબાદ ચક્રી જેમ બહારના ખંડોને જીતવા માટે સૈન્યની સાથે જાય તેમ ગુરુએ ગીતાર્થ સાધુની સાથે જવાનો તેમને આદેશ આપ્યો. ૪૧તે મુનિ પિતાના ગામમાં ગયા અને પિતાના ઘરમાં પ્રવેશ પણ કર્યો. તે વખતે નાના ભાઈનો અદ્ભુત એવો વિવાહ સમારંભ તેમણે જોયો. ll૪૨ા વિવાહ અવસર પર એકાએક મુનિ આવ્યા. તે વખતે કામદેવરૂપી ગ્રહથી પરાધીન એવા તેમના નાનાભાઈએ કંઈ જ જાણ્યું નહિ. ૪૩. વ્રત ગ્રહણ કરવાનું તો દૂર રહો, પણ નવી પરણેલ સ્ત્રીમાં લંપટ બુદ્ધિવાળા એવા તેણે આવેલા મોટા ભાઈ મુનિની સાથે કંઈ બોલ્યો પણ નહિ અને કંઈ પણ પૂછ્યું નહિ. I૪૪ll વિલખા થયેલા તે મુનિ પાછા ફરીને ગુરુની પાસે આવ્યા. ઈરિયાવહિયા કરીને જેવા પ્રકારનો ભાઈનો વ્યવહાર તે સર્વ વૃત્તાંત કહ્યો. II૪પા તે સાંભળીને ત્યારે હસતા મુખવાળા ભવદત્ત મુનિ બોલ્યા કે અહો ! તમારા ભાઈના સ્નેહ જેવો અન્ય કોઈનો નથી. આવા નવી પરણેલી સ્ત્રીના સંગમાં રાગી એવો જે લાંબા કાળે અતિથિ સરખા સગા મોટા ભાઈને જાણે કે ઓળખ્યા નહિ. ધિક્કાર હો. નાગણ સરખી સ્ત્રીમાં જે રાગી છે. બુદ્ધિશાળી એવા તમે વિષ સરખા ભાઈના રાગને દૂર કરો. II૪૮ તેમણે પણ ભવદત્ત મુનિને કહ્યું કે અહો ! તમારું પંડિતપણું અને નાના ભાઈનો સ્નેહ ત્યારે જ જણાશે કે જ્યારે તમે તેને પ્રવૃજિત બનાવશો ! II૪૯ી ભવદત્ત પણ કહ્યું અહો ! જો તે પ્રદેશમાં ગુરુઓ જશે ત્યારે તે સર્વ તમને બતાવીશ. તે અવસર દૂર નથી. પoll
હવે એક વખત વિહાર કરતાં ગુરુઓ તે દેશમાં ગયા. કેમ કે વાયુની જેમ મુનિઓની ગતિ ક્યારે ક્યાંય પણ હોય છે. //પ૧II ત્યારબાદ ભવદત્ત મુનિએ ગુરુને વિનંતિ કરી. હે પ્રભો ! આપની અનુમતિ હોય તો સ્વજનોને જોવા માટે હું ઇચ્છું છું. પરા ગુરુએ પણ ગીતાર્થ એવા તેમને એકલા પણ જવાની અનુમતિ આપી. કેમ કે ક્યારે પણ શું સિંહને કોઈની પણ સહાયની જરૂર પડે ખરી ? ન જ પડે. /પ૩ો પોતાની પ્રતિજ્ઞા નિર્વાહ કરવાની ઇચ્છાવાળા શ્રેષ્ઠ એવા તે ભવદત્ત મુનિ સુગ્રામ ગામમાં સ્વજનના ઘરે ગયા. //પ૪ો. નાગદત્તની પુત્રી, વાસુકીથી ઉત્પન્ન થયેલી નાગિલા નામની કન્યાને ભવદેવ પરણ્યો. પપા તે વખતે જ ભવદત્ત મહામુનિને આવેલા જોઈને વરસાદના આગમનમાં જેમ મોર તેમ સર્વે ભાઈઓ વગેરે ખુશ થયા. //પડી ત્યાર પછી આનંદપૂર્વક સાધુને અભિવંદન કરીને સાધુના ચરણકમલમાં ભમરાના સમૂહની શોભા