________________
II ધર્મતત્ત્વો દેવતત્ત્વને કહ્યું. દેવ, ભવ્ય જીવોના બોધને માટે ધર્મનો ઉપદેશ આપે છે આ સંબંધથી આવેલું અને મૂળ દ્વારા ગાથાના ક્રમથી પ્રાપ્ત થયેલું ધર્મતત્ત્વનું હમણાં વિવરણ કરાય છે. તેની પ્રથમ ગાથા :
जीवदयसञ्चवयणं, परधणपरिवजणं सुसीलं च ।
खंती पंचिंदिय-निग्गहो य धम्मस्स मूलाई ।।१।।६१।। ગાથાર્થ :- જીવદયા, સત્યવચન, પરધનનો ત્યાગ, સારું શીલ, ક્ષમા - પાંચે ઇન્દ્રિયનો નિગ્રહ, આ ધર્મનું મૂળ છે. તેના
ટીકાર્ય :- સ્પષ્ટ છે. ર થી પરિગ્રહનું પરિમાણ કરવું તે પણ લઈ લેવું. ક્ષમા એટલે ક્રોધનો નિગ્રહ, ક્ષત્તિના કહેવાથી શેષ બીજા કષાયનો નિગ્રહ પણ જાણી જ લેવો. પોતાની પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ એટલે વિજય. ગૃહસ્થધર્મ અને યતિધર્મના ભેદથી ધર્મ બે પ્રકારે છે. //ના/ક૧ા. અભ્યાસ કરેલો ગૃહસ્થ ધર્મ પ્રાયઃ યતિધર્મને યોગ્ય થાય. તેથી શરૂઆતમાં ગૃહસ્થધર્મ કહીએ છીએ.
सम्मत्तमूलमणुवय-पणगं तिनि उ गुणव्वयाइं च ।
सिक्खावयाई चउरो, बारसहा होई गिहिधम्मो ।।२।।६२ ।। ગાથાર્થ :- સમ્યકત્વ મૂલ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત, આ પ્રમાણે ૧૨ પ્રકારનો ગૃહસ્થ ધર્મ છે. પરાકરો હવે બાર વ્રતના નામો કહે છે :
पाणिवह मुसावाए, अदत्तमेहुणपरिग्गहे चेव ।
લિસિમોન ફંડ સમય, રેસ તદ પોસવિમાને પારાદરા ગાથાર્થ : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, પાંચ અવતનો ત્યાગ, દિશા, ભોગપભોગ, અનર્થદંડનું વિરમણ સામાયિક, દેશાવગાસિક, પૌષધ, અતિથિ સંવિભાગ. lill all
ટીકાર્થ : સૂત્ર સૂચન કરનારું હોવાથી પ્રાણાતિપાતથી અટકવું, મૃષાવાદથી અટકવું, અદત્તાદાનથી અટકવું. મૈથુનથી અટકવું, પરિગ્રહથી અટકવું, દિશાનું પરિમાણ કરવું. ભોગપભોગથી અટકવું, અનર્થદંડથી અટકવું. સામાયિક, દેશાવગાસિક, પૌષધ, અતિથિ સંવિભાગ - આ પ્રમાણે બાર વ્રતો છે. આ વ્રતના પરિપાલન ઉપર ફળને બતાવતા એકેકની કથા કહે છે. તેમાં પહેલા વ્રતના પરિપાલન ઉપર મેતાર્ય ઋષિની કથા. તે આ પ્રમાણે :
પ્રથમ વ્રત ઉપર મેતાર્ય કથા અહીં લક્ષ્મીના સંકેતઘર સમાન સાકેત નામનું નગર છે કે જેની લક્ષ્મી વડે પરાભવ પામેલી અમરાવતી (દેવોની નગરી) અદૃશ્ય થઈ ગઈ. //// ધર્મમાં જ એક તત્પર તેમજ વૈરીઓ ઉપર પણ ગુરુની જેમ કોમળ