________________
૧૨૪
સમ્યક્ત્વ પ્રકરણ
નીકળ્યાને મને પણ ઘણા દિવસો થયા છે. તેથી જવા માટે મને આદેશ આપો. ||૧૩૧॥ અને તમારી ભાભીને હું ગર્ભવતી મૂકીને આવ્યો છું. અને જણાય છે કે હવે તે કેમે કરીને નહિં રહે. ||૧૩૨॥
ત્યારબાદ તે બંનેએ અત્યંત આદરપૂર્વક કેટલાક દિવસો સુધી રાખીને અનેક રત્નો આપીને તેને પોતાના સ્થાને મૂક્યો. ૧૩૩॥ પ્રીતિપૂર્વક ઘરે જતાં તેણે ગામના લોકો પાસેથી વજ્રપાત જેવા દુઃસહ એવા પત્નીના મરણના વૃત્તાન્તને સાંભળ્યો. ।।૧૩૪॥ ખેદયુક્ત એવા તેણે વિચાર્યું કે આટલા બધા કષ્ટપૂર્વક ધન જેણીને માટે મેં કર્યું તે પ્રાણપ્રિયા તો મરી ગઈ. (આવા પ્રકારની) થઈ. II૧૩૫॥ પ્રમોદથી ભરપૂર મનુષ્ય વિચારે છે બીજું અને વૈરી જેવા અનિષ્ટને આપનાર ભાગ્ય ક્ષણમાત્રમાં બીજું જ કરી દે છે. ૧૩૬॥ તેથી અહીં મનુષ્યનું પોતાનું ઐશ્વર્ય કંઈ પણ નથી. હે પ્રભુ ! ભાગ્ય પોતાની ઇચ્છા મુજબ જે કરે છે તે જ થાય છે. ।।૧૩૭।। ભાગ્ય-નસીબને આધીન, વાનર જેવો ચંચલ મનુષ્ય અનર્થોમાં પડેલો પણ ફોગટ કૂદાકૂદ કરે છે અર્થાત્ ફાંફા મારે છે. II૧૩૮૫
આ પ્રમાણે ચારે બાજુથી ચિંતાથી યુક્ત અંતઃકરણવાળો, શરણ વિનાનો, શૂન્ય મનવાળો બ્રાહ્મણ જેટલામાં શૂન્ય ઘરમાં જઈને રહ્યો. II૧૩૯।। તેટલામાં તેના તેવા પ્રકારના સુકૃતોથી જ ખેંચાયેલાની જેમ ત્યાં ધર્મઘોષ નામના ગુરુ ત્યાં પધાર્યા. II૧૪૦॥ તેમને વંદન ક૨વા માટે નગરના સર્વ લોકો ગયા. ગોભદ્ર પણ વંદન ક૨વા માટે ગયો. વંદન કરીને તેમની સામે બેઠો. ||૧૪૧|| અને તેમની પાસેથી ધર્મ સાંભળીને ગોભદ્ર પ્રતિબોધ પામ્યો. સાત ક્ષેત્રમાં સર્વ ધનને વા૫૨ીને તેમની પાસે વ્રતને ગ્રહણ કર્યું. ૧૪૨ કર્મરૂપી જંગલને બાળવાની ઇચ્છાથી અતિ ઉગ્ર એવા તપને તપતા અનુક્રમે તે મુનિ શ્રેષ્ઠ ગીતાર્થ થયા. II૧૪૩॥ એક વખત માસક્ષમણના પારણે વિહરતા હતા. પગ નીચે કોઈક દેડકીની વિરાધના થઈ ગઈ. ||૧૪૪॥ તેની પાછળ ચાલતા નાના ક્ષુલ્લક મુનિએ મરેલી દેડકીને બતાવતા તેને કહ્યું કે હે તપસ્વી ! તમારા પગ નીચે આ બિચારી દેડકી મરણ પામી છે. ૧૪૫॥ ગુસ્સાથી તેણે પણ લોકોએ મારી નાંખેલી બીજી દેડકીઓ બતાવતા તેને કહ્યું, અરે દુષ્ટ ! શું આ દેડકીઓ પણ મેં મારી નાંખી છે ? ||૧૪૬|| ગુસ્સાથી દેદીપ્યમાન એવા તેને જોઈને ક્ષુલ્લક મુનિએ વિચાર્યું. સમયે તેમને યાદ કરાવીશ. એ પ્રમાણે મૌન ધરી રહ્યા. II૧૪૭।। આવશ્યક કરતાં પણ તેની આલોચના કર્યા વગર તે બેસી ગયા. તેથી ક્ષુલ્લકે યાદ કરાવ્યું કે તમે પેલી દેડકીની આલોચના કેમ કરતા નથી ? ॥૧૪૮૫ ક્રોધરૂપી અંધકારથી ઢંકાયેલા વિવેકરૂપી નયનવાળો અર્થાત્ ક્રોધાંધ એવો તે પટ્ટકને ઉપાડીને ક્ષુલ્લકને મારવા માટે વેગથી દોડ્યા. ।।૧૪૯।। ચાલતાં વચમાં એક સ્તંભ સાથે મસ્તક અફળાઈ જવાથી તે સાધુ મૃત્યુ પામ્યા. સાધુપણાની વિરાધના કરવાથી તે જ્યોતિષ્કમાં દેવ થયા. II૧૫૦ા
ત્યાંથી ચ્યવી કનકખલમાં પાંચશો તપસ્વીઓના કુલપતિના કૌશિક નામે તપસ્વી પુત્ર થયા. ૧૫૧॥ કૌશિક ગોત્રથી હતો, પરંતુ સ્વભાવથી ક્રોધી હોવાથી તે ચંડકૌશિક એ પ્રમાણે સર્વત્ર પ્રખ્યાત થયો. ૧૫૨॥ કાળક્રમે તે કુલપતિ પરલોક પામ્યા (મૃત્યુ પામ્યા) પિતાનું પદ પુત્રને મળે તે ન્યાયથી તે કુલપતિ થયો. ||૧૫૩॥ પોતાના વનખંડ ઉપર ઘણી મૂર્છા હોવાના કારણે પોતાના કોઈપણ તાપસોને પણ તે વનમાંથી પુષ્પ, ફળ, મૂલ કે પત્ર વગેરે કાંઈ પણ લેવા દેતો નહોતો. ૧૫૪॥ પાકેલું કે સડેલું પણ ફળ કે પત્રાદિક તે વનમાંથી કોઈ પણ ગ્રહણ કરે તો તેને ગુસ્સાથી લાકડી, ઢેફા કે કુહાડાથી મારવા દોડતો. ૧૫૫ા તે કારણથી ફલાદિ ન મળવાથી કેટલાક તાપસો ક્યાંય પણ ગયા. અહીં સ્વાર્થની સિદ્ધિ વિના કોઈ પણ કોઈનો વલ્લભ ક્યારે થતો નથી. ।।૧૫૬॥ ગુરુની જેમ ગુરુનો પુત્ર પણ જોવા યોગ્ય છે, પ્રમાણે કેટલાક ત્યાં