________________
૧૨૨
સમ્યકત્વ પ્રકરણ
આદેશને રાજાના આદેશની જેમ કોણ ઉલ્લંઘન કરે ? I૭૮) અને વળી પરસ્ત્રીથી વિરામ પામેલા એવા મેં તેને ભોગવી નથી. કેમ કે પરસ્ત્રી સાથેની રતિ મનુષ્યોને આ લોક તેમજ પરલોકમાં અનર્થને માટે થાય છે. I૭૯ાા વિદ્યાસિદ્ધ કહ્યું કે હે મિત્ર ! વિમાનનું આકર્ષણ વગેરે આ સર્વે પણ આરંભ આપના માટે જ મેં કર્યો હતો. ll૮૭ll જો તારો આશય જાણતો હોત તો પગે ચાલવા વડે આ તીર્થમાં જતો એવો હું પણ બ્રહ્મચર્ય પાળત. II૮૧ી આ પ્રમાણે વાતો કરતાં પૂર્વની જેમ ભોજન કરતા અને મઠ વગેરેમાં શયન કરતા તે બંનેએ અનુક્રમે વાણારસી નગરીને પ્રાપ્ત કરી. ll૮રો ત્યાં તીર્થોને જોઈને ગંગામાં સ્નાન કરવા માટે પેઠા. હવે વિદ્યાસિદ્ધ તે બાજુબંધ ગોભદ્રના હાથમાં અર્પણ કર્યું. ll૮૩
ત્યારબાદ ગંગામાં પ્રવેશ કર્યો અને એક ક્ષણ જોવાયો. ત્યાર પછી મંત્રથી જેમ અદૃશ્ય થાય તેમ લાંબાકાળે પણ ન આવ્યો. l૮૪ો સંભ્રમથી ગોભદ્ર ત્યાં ગંગાની ચારે તરફ તરવૈયાઓ દ્વારા તેની શોધ કરી, પણ તે ક્યાંય પ્રાપ્ત ન થયો. ll૮પી. ત્યારબાદ અત્યંત ખેદયુક્ત એવો લાંબા કાળ સુધી મિત્રનો શોક કરીને તેણીની પ્રાર્થનાને યાદ કરતો ત્યાર પછી જાલંધર ગયો. ll૮ડા શુકનો વડે મિત્રની પ્રાપ્તિ અને દ્રવ્યનો અદ્દભૂત લાભ થશે, એમ જાણીને બુદ્ધિશાળી એવો તે ચંદ્રલેખાના ઘરને પૂછતો પૂછતો તેના મહેલમાં ગયો. ll૮થી.
ત્યાં બ્રાહ્મણે ઘર ખોલો, એવો સ્વર કર્યો. ત્યાં રહેલો વિદ્યાસિદ્ધ તે સ્વર સાંભળીને જલદીથી ખુશ થયો. ll૮૮ વિદ્યાસિદ્ધ કહ્યું, આવ ભાઈ આવ. મારા સુકૃતોથી જ તું આવેલો છે. વિદ્યાસિદ્ધના સ્વરને સાંભળીને
ભદ્ર પણ વિસ્મય પામ્યો. ૧૮૯ો કેમ મારા મિત્ર ? અહીં જ છો. એ પ્રમાણે સંભ્રમથી પ્રવેશ કર્યો અને દઢ સાંકળ વડે બંધાયેલો તેને જોયો. ll૯૦ll જલદીથી આંસુ વડે પૂર્ણ નેત્રવાળા બ્રાહ્મણે ત્યારબાદ તેને પૂછ્યું, ત્રણે જગતને આનંદ આપનાર છે મિત્ર ! આવા પ્રકારની તારી દુર્દશા કેવી રીતે થઈ ? I૯૧ી વિદ્યાસિદ્ધ પણ કહ્યું કે હમણાં શોક કરવા વડે સર્યું. તે મિત્ર ! જલદીથી રક્ષાને કરનાર બાજુબંધ મારા હાથમાં બાંધ. I૯રા તેણે પણ બાંધ્યું. ત્યારબાદ ગરુડાસ્ત્રને પ્રાપ્ત કરીને નાગપાશ તૂટે તેમ ક્ષણ માત્રમાં જ પૂર્વના બંધનો તૂટ્યા. ll૯૩ તેવા સ્વરૂપમાં રહેલા વિદ્યાસિદ્ધને જોઈને બ્રાહ્મણે કહ્યું કે હે મિત્ર ! માહાત્મની લીલા વડે હું અત્યંત વિસ્મય પામ્યો છું. I૯૪ગંગામાં સ્નાન કરવું ક્યાં ? તમારું આગમન અહીં ક્યાં ? અને બંધવાળી વિક્ષોભ (શોકાવસ્થા) અવસ્થા માં ? આ તમારા મોટા કૌતકને જલદીથી કહો. ૯૫ વિદ્યાસિદ્ધ પણ કહ્યું કે હે કલ્યાણકારી ! ત્યારે જે વિમાન મેં ખેંચ્યું હતું, તેમાં રહેલી ચંદ્રકાન્તા નામની યોગિનીને મેં બળજબરીથી ભોગવી. હા તે વૈરથી તેની બહેન ચંદ્રલેખાએ ગંગાજળમાં પ્રણાયામમાં રહેલા અને રક્ષા કરનાર બાજુબંધથી ત્યાગ કરાયેલા મને જોઈને ત્યાંથી ઉપાડીને ગાઢ બેડીઓના સમૂહથી બાંધીને અહીં મૂક્યો. પ્રાયઃ સર્વે વૈરીઓને છળ વડે જ પ્રહાર કરતા હોય છે. I૯૭-૯૮ હે મિત્ર ! અત્યારે રક્ષાને કરનાર બાજુબંધ લાવીને તેં આપ્યું, તેનાથી યમના મુખમાંથી ખેંચીને ખરેખર આજે મને નવો જન્મ તેં આપ્યો છે. તારી આત્મકથાને કહે અને ઇચ્છિત એવું વરદાન માંગ. તેણે પણ પોતાની કથાને કહીને સમયે વરદાન માંગીશ, એમ કહ્યું. II૧૦૦ll
ત્યારે તે બંને યોગિનીઓ આકાશ માર્ગે વિમાનથી સિદ્ધવિદ્યાવાળી શ્રીપર્વતથી પોતાના મહેલ પાસે આવી. I/૧૦૧] તે બંનેને જોઈને તેણે તેને કહ્યું હે મિત્ર ! તમે, બંને સાથે કેવી રીતે વર્તશો ? તેણે પણ કહ્યું કે વૈરીની સાથે જેમ વર્તાય તેમ વર્તીશ. I/૧૦૨ી જેમ અંધકારને ઉચ્છેદ્યા વિના સૂર્ય પ્રગટ થાય નહિ તેમ કાદવપણાને પામ્યા વિના ધૂળ પાણી સાથે રહે નહિ I/૧૦૩ ગોભદ્રે કહ્યું હે ભો ! જો આ વ્યવહાર છે તો વૈરને પુષ્ટ કરનાર રસાયન સરખા ક્રોધને તમે ન કરો. l/૧૦૪ll આ પ્રમાણે કહીને તેને નિગ્રહ કરીને મહેલ ઉપર તે