________________
પરિગ્રહ વ્રત - ચંડકૌશિક કથા
૧૨૧
જે નગરીમાં નથી. II૫૨॥ હાલમાં પણ યૌવનથી શોભતી એવી તે યોગીનીઓ છે જેથી પૂર્વકાળના રૂપનું સુંદર અને મનોહ૨૫ણું પથ્થ૨માં કોતરેલી પ્રશસ્તિની જેમ પ્રકાશિત કરે છે. II૫૩॥ તે પીઠમાં હું ચંદ્રલેખા નામની યોગિની રહુ છું અને વળી આ બીજી ચંદ્રકાન્તા નામની મારી મોટી બહેન છે. II૫૪॥ રૂપની સંપત્તિથી અપ્સરાને જીતનારી, સિદ્ધ છે અનેક મહાવિદ્યા જેને એવી અને યોગીનીઓના સમૂહની મધ્યે રહેલી આ (ચંદ્રકાન્તા) પૂજ્ય વ્યક્તિઓમાં ચોથા સ્થાને છે. ।।૫।। આશ્ચર્યથી ચકિત ગોભદ્રે કહ્યું કે જો આ પ્રમાણે છે તો કેમ આને આરાધો છો ? તેણીએ કહ્યું કે તું સાંભળ, હું કહું છું. ૫૬॥
કામદેવના રૂપથી અધિવાસિત એવો ડમરસિંહનો પુત્ર સાહસિકોમાં શિરોમણી ઇશાનચંદ્ર નામનો છે. ૫૭ અનેક વિદ્યાસિદ્ધ એવો પણ સર્વ ઇચ્છિતની સિદ્ધિને માટે કાલાયિની દેવીની પાસે તેણે લાખ બિલિના ફળની આહુતિ કરી. ૫૮।। તો પણ ખુશ નહિ થયેલી દેવીને ખુશ કરવા માટે ત્યાં જ અતિ સાહસિક એવા તેણે મસ્તકના છેદનો હોમ ક૨વા માટે આરંભ કર્યો. ૫૯।। તેથી ખુશ થયેલી દેવીએ સ્વયં સર્વ ઇચ્છિતને આપનારું રક્ષાંગદું (બાજુબંધ) હાથમાં બાંધીને દેવી અદ્દશ્ય થઈ. II૬૦।। આવું બાજુબંધ પ્રાપ્ત થયેલો એવો તે જાણે કે જગતનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું હોય તેમ અતિ ગર્વિષ્ઠ દરેક ઠેકાણે અહમિન્દ્રની જેમ હંમેશાં અસ્ખલિત રીતે ભમે છે. II૬૧|| ગર્વ વડે શ્રીકૃષ્ણ-શંકરને પણ ગોવાળીયા જેવા માને છે. પોતાની ઈચ્છાનુસા૨ ક૨વાની શક્તિ વડે યમરાજની પણ મશ્કરી કરે છે. II૬૨॥ પોતાના ઘરની જેમ અંતઃપુરમાં ઇચ્છા મુજબ ક્રીડા કરે છે. સાંકળથી બંધાયેલાની જેમ દૂર રહેલી વસ્તુને પણ ખેંચે છે. I૬૩॥ બાજુબંધના પ્રભાવથી તે કોઈનાથી પણ જિતાતો નથી. ચક્રવર્તી જેમ ચક્રથી તેમ તે બધાને જીતે છે. II૬૪॥ ભ્રમણ કરતો એક વખત તે જાલંધ૨માં આવ્યો. દિવ્ય રૂપવાળી મારી બહેન ચંદ્રકાંતાને તેણે જોઈ. ॥૬૫॥ ધર્મકર્મમાં અવળા મુખવાળો એવો તે તેણીને સાથે અસહ્ય રમ્યો. ઇચ્છા મુજબ કેટલાક દિવસો રમ્યો અને હવે ચપળતાથી ક્યાંક ગયો. IIઙઙા વળી તે બ્રાહ્મણ ! ઘણા કાળથી બ્રહ્મચર્ય વ્રતમાં અમે બંને રહેલા હતા. સર્વ ઇચ્છિત વિદ્યાને સાધવાની ઇચ્છાથી શ્રીપર્વત તરફ જવા માટે દિવ્ય વિમાનમાં આરૂઢ થયેલી અમને બંનેને ખેંચીને આ અહીં લાવ્યો. ભયથી અમે બંને આના આદેશને અનુસર્યા. II૬૭-૬૮॥ તે સાંભળીને બ્રાહ્મણે વિચાર્યું. અહો, આ મોટું કુતૂહલ છે કે આવા પ્રકારની યોગિનીઓ પણ આના વશમાં કેમ છે ? ।।૬।। પૃથ્વી બહુરત્ના છે તો તેમાં શું આશ્ચર્ય ? આ પૃથ્વી ઉપર મોટાઓથી પણ મોટા હોય છે. II૭૦ા ફરીથી ચંદ્રલેખાએ કહ્યું કે હે ભાઈ ! જો મારી બહેનનું બ્રહ્મચર્ય ખંડિત થયું ન હોત તો હે પ્રભો ! સ્વયં વિઘા તેને સિદ્ધ થાત. ૫૭૧॥ સર્વ ઇચ્છિતને આપનાર એવી વિદ્યા સાત રાત્રિમાં મને સિદ્ધ થશે. અખંડ શીલવાળા એવા તેં મને શું નથી આપ્યું ? અર્થાત્ વિદ્યાસિદ્ધ થવામાં તમે સહાયક બન્યા છો. II૭૨ા અને વળી હે ભાઈ ! અત્યંત આદરથી હું કાંઈક પ્રાર્થના કરું છું. જે કારણથી ક્યારેક અતિથિપણા વડે હું તારા વડે અનુગ્રહ કરવા યોગ્ય છે અર્થાત્ મારે ત્યાં પધારવું. II૭૩॥ આ પ્રમાણે સગા ભાઈ-બહેનની જેમ વર્તતા તે બંનેએ રાત્રિ પસાર કરી. બેની વચ્ચે ત્રીજો સારો નહિ. II૭૪॥ વિદ્યાસિદ્ધે હવે કહ્યું કે હે મિત્ર ! જવા માટે ઉઠ. તેણે પણ કહ્યું કે હું તૈયાર છું. એ પ્રમાણે બોલતો તેની નજીક ગયો. II૭૫
હવે વિદ્યાસિદ્ધ સ્ત્રી સહિત વિમાનને વિસર્જન કરીને આગળ જવા માટે ચાલ્યો. જતા એવા તેણે બ્રાહ્મણને પૂછ્યું. ॥૬॥ હે મિત્ર ! રાત્રિમાં તારી પાસે જે વારાંગના મોકલાવી હતી, તેણીએ પત્નીના ભાવ વડે તને શું ખુશ કર્યો કે નહિ ? Il૭૭।। ગોભદ્રે પણ કહ્યું કે હે મિત્ર ! અહીં જીવવાને ઇચ્છનાર એવા તમારા