________________
સંકાસ શ્રાવક
છે. II૪૧ી તે સાંભળીને શ્રેષ્ઠિપુત્ર એવો સંકાશનો જીવ પણ, તેમને વંદન કરવાને માટે પોતાના દુષ્કૃતના ઉપાયને પૂછવા માટે આવ્યો. જરા ત્યારબાદ પ્રાણીઓના ભવરૂપી તાપના રોગને હરણ કરવા માટે નવા મેઘની જેમ સધર્મ દેશનાવાળી વૃષ્ટિની સાધુએ પ્રારંભ કર્યો. ૪૩ll અનંત ભવરૂપી અરણ્યમાં ભમતા પ્રાણીઓનું જે જેના વડે મેળવાયું હોય તેને કોઈ પણ, ક્યારે પણ, કંઈક પણ હરણ કરી શક્યું નથી. II૪૪ અહીં મનુષ્યોને જે અદ્ભુત એવું શુભ કે અશુભ થાય છે, તે સર્વ પૂર્વભવે ઉપાર્જન કરેલા કર્મનું ફળ છે, તે જાણો. l૪પી. એટલામાં તે પ્રસ્તાવને જાણીને અંજલિ જોડેલા શ્રેષ્ઠિપુત્રે મુનિને વિનંતી કરી. //૪વા હે સ્વામી ! પૂર્વભવમાં મેં એવું કયું કલુષિત કર્મ ઉપાર્જન કર્યું છે કે જેથી હે પ્રભો ! સ્વપ્નમાં પણ જન્મથી માંડીને સુખ મેં જોયું નથી. જશા સર્વ જનોની સમક્ષ સાધુ વિસ્તારપૂર્વક સંકાશના જન્મથી માંડીને તેના બધા જ પૂર્વભવો કહીને. ૪૮
કહે છે - હે મહાભાગ ! દેવદ્રવ્યના ભક્ષણથી પૂર્વભવમાં અને આ ભવમાં તને કટુ વિપાકો થયા છે. I૪લા તે સાંભળીને સંવેગથી રંગાયેલા લોચનવાળો તેણે પોતે કરેલા પાપોની ગર્તા કરવાનો પ્રારંભ કર્યો. //પા ધિક્કાર હો કે દુર્બુદ્ધિ અનાથ પાપને કરનારો પાપાત્મા હું છું. પાછો લજ્જા વગરનો, મર્યાદાહીન, નપુંસક, પોતાના કુળને દૂષિત કરનાર ધૂળ સમાન છું. પ૧// મનુષ્ય જન્મને મેળવીને અને અરિહંતના ધર્મને જાણીને, સુસાધુની સેવાથી સિદ્ધાંતોના સારને સાંભળીને પણ જે હું લોભથી અભિભૂત થયેલા, મૂઢ ચિત્તવાળા, નરાધમ એવા મેં દેવદ્રવ્યના ભક્ષણથી આવા પ્રકારના દુઃખના વિપાકને ભોગવ્યું. //પ૨-૫૩ll હે સ્વામિન્ ! મારા ઉપર મહેરબાની કરો. કોઈ પણ ઉપાયને કહો, જેથી અતિ દારૂણ એવા રૌદ્ર દુષ્કર્મને હું ખપાવું. પ૪ો ત્યારબાદ મુનિ બોલ્યા : હે કલ્યાણકારી ! જો તને આ દુષ્કર્મથી તરવાની ઇચ્છા છે, તો તારી જે સંપત્તિ છે તેને સ્વયં ચૈત્યોમાં વાપર. પપા ત્યારે જ તે મહામુનિની પાસે વૈરાગ્યથી વાસિત મનોવૃત્તિવાળા, સદ્ગદ્ધિવાળા એવા તેણે અભિગ્રહ ગ્રહણ કર્યો. પિડા હે સ્વામી! પેટ પૂરતું ભોજન તેમજ ઢાંકવા પૂરતું વસ્ત્ર આથી અધિક જે ધન મને મળશે તેને હું ચૈત્યોમાં વાપરી કાઢીશ. પછી શુદ્ધ મનથી
જ્યારે તેના વડે અભિગ્રહ ગ્રહણ કરાયો ત્યારે ધન વડે પણ તેની સન્મુખ જોવાયું. પ૮ ત્યારે ધનની સંપત્તિને જોઈને આશ્ચર્ય ચકિત તેણે વિચાર્યું કે અહો ! ધર્મના માહાસ્યથી જ તે મારું કર્મ દૂર થશે. પહેલા જન્મથી જ આરંભીને ખરાબ અન્ન મને સુંઘવા પણ મળ્યું નથી. એવો હું આજે આ ધનને જોઉં છું મારી પાસે ધન આવ્યું છે.) અન્ય કોનું તે ફળ હોય ? Iકવણી ત્યારબાદ ધર્મ ઉપર વિશેષ શ્રદ્ધાવાળા, જેની રોમરાજી વિકસ્વર થઈ છે એવા તેણે ચૈત્યોમાં હર્ષપૂર્વક સ્નાત્રપૂજા વગેરે કરી. IIકલાત્યારબાદ અઠ્ઠાઈ મહોત્સવ તેમજ જિર્ણોદ્ધાર પણ કરાવ્યો. દરેક ચૈત્યમાં કલશ તેમજ આરતી વગેરે પણ કરાવી. કરી આ પ્રમાણે સંકાશ જીવ જે શ્રેષ્ઠિપુત્ર જેમ જેમ ચૈત્યોમાં હંમેશાં પોતાના ધનને વાપરે છે, તેમ તેમ ધન અધિકાધિક વૃદ્ધિ પામે છે. કal ત્યારબાદ ઘણા ધન વડે તેણે નવા ચૈત્યો કરાવ્યા. હવે ઉન્નતિથી તે ચૈત્યો ઊંચા કૈલાશનું અનુકરણ કરતા હતા. Iકો સર્વ સંપૂર્ણ લક્ષણ યુક્ત તેમજ કહેલી વિધિપૂર્વક તે ચૈત્યોમાં અરિહંતની પ્રતિમાને તેણે સ્થાપના કરી. કહ્યું પણ છે કે અવિધિપૂર્વક કરાયેલું કાર્ય કલ્યાણ માટે થતું નથી. Iકપીદેવદ્રવ્યના ઉપભોગના દુર્વિપાકના ફળોને અનુભવેલા પાપભીરૂ એવા તેણે ક્યાંય લેશ માત્ર પણ દેવદ્રવ્યનો નાશ કર્યો નહિ. (સંપૂર્ણ કાળજી રાખી.) IIકલો શુદ્ધ બુદ્ધિવાળા એવા તેણે તે અભિગ્રહને સારી રીતે પાળ્યો. યાવત્ જીવ સુધી અવિરત તેણે કર્યું. ક્યાંય પણ અતિચાર ન લગાડ્યો. Iક૭ll અત્યંત