________________
પરિગ્રહ વ્રત - કપિલ કથા
૧૧૫
ટુંક સમયમાં શ્રતના પારગામી બન્યા. ૧પપા તપ અને સંયમમાં સુસ્થિત એવા અનુક્રમે ગીતાર્થ થયા. એટલે ગુર્વાજ્ઞાથી એકાકી વિહાર સ્વીકાર્યો. ૧૫ડા ગામમાં એક રાત્રિ અને શહેરમાં પાંચ રાત્રિ રહેતા મુનિ ક્રમપૂર્વક પાટલીપુત્રમાં આવ્યા. ૧૫૭થી ઊંચ-નીચ ઘરોમાં ગોચરી જતાં તે મુનિને કોઈક ભાગ્યયોગથી પંડિતાએ જોયા./૧૫૮ તે પંડિતોએ પણ બારીમાં બેઠેલી તેની સ્વામિની દેવદત્તાને આંગળીથી તે સુદર્શન મુનિ બતાવ્યા. ૧૫થી વસ્ત્રથી ઢાંકેલા દીવાની જેમ પંડિતાએ કહેલા કરતાં પણ અધિક ગુણવાળા શોભા ટાપટીપ વગરના તે મુનિને જોઈને વેશ્યાએ પણ તેના ગુણથી ખેંચાયેલા ચિત્તવાળી પોતાની પાસે ગોચરીના બહાનાથી તેણીની જ દ્વારા મુનિને બોલાવ્યા. ૧૯૦-૧૯૧ી જેવા મુનિ ઘરમાં પેઠા કે તેણીએ દરવાજા બંધ કરીને હાવભાવ વગેરે અનેક પ્રકારના ઉપસર્ગથી હેરાન કર્યા. ૧૯૨ા પ્રચંડ કાળના પવનથી સુમેરુ પર્વતના શિખર ચલાયમાન ન થાય તેમ ફટકડી જેવા નિર્મળ મનવાળા તે મુનિનું મન જરા પણ ચલાયમાન ન થયું. ૧૯૩l સ્વગોત્રીયને વિશે જેમ ચક્ર નિષ્ફળ થાય છે તેમ તે સુદર્શન મુનિને વિશે તેણી નિષ્ફળ આરંભવાળી થઈ અર્થાત્ નિષ્ફળતા પામી. ત્યારબાદ થાકીને ખેદ પામેલી નિર્દોષ મુનિને સાંજના વિસર્જન કર્યા. ||૧૯૪ll
હવે મુનિ પણ સ્મશાનમાં જઈને ત્યાં જ ઉત્પન્ન થયેલા ઝાડની જેમ અથવા પથ્થરના થાંભલાની જેમ પ્રતિમા ધારણ કરીને રહ્યા. //૧૯પા/ વ્યંતરી થયેલી અભયાએ ત્યારે ત્યાં ભાગ્યયોગથી તે મુનિને જોયા અને વિચાર્યું કે મને મૃત્યુને આપનાર આ જ છે. ૧૯કા વૈરનો બદલો વાળવાને માટે પાપિષ્ઠ નિર્દય એવી તેણીએ યમની પત્ની જેમ ઘોર ઉપસર્ગો તે મુનિને કર્યા. ||૧૯૭ળી ત્યારે પણ તેણીએ કરેલા શાતા કે અશાતામાં પણ જાણે કે કંઈ જ થયું નથી, એમ જાણતાં એકતાન બનીને જરા પણ ક્ષોભ પામ્યા નહિ. //૧૯૮ ત્યારબાદ સમતામાં ડુબેલા ચિત્તવાળા તે મુનિને સાતમા દિવસે મુક્તિને જાણે કે બોલાવતું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ll૧૯૯ll ત્યાં નજીકમાં રહેલા વ્યંતર દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. સુવર્ણમય કમળ પર બેસીને મુનિએ દેશના આપી. II૧૭૦II ત્યારે સમસ્ત નગરજનો કૌતુકથી ત્યાં આવ્યા. વૈશ્યા પણ પંડિતા ધાત્રીની સાથે ત્યાં આવી. /૧૭ના અત્યંત દારુણ એવા રાગાદિ વિપાકને બતાવતા તે મુનિએ ત્યારે પંડિતાધાત્રી વ્યંતરી અને વેશ્યાને પ્રતિબોધ પમાડ્યો. /૧૭૨ી ત્યારે બીજા પણ ઘણા લોકો પ્રતિબોધ પામ્યા. કેટલાકે સમ્યક્ત સહિત વિવિધ અભિગ્રહોને સ્વીકાર્યા. /૧૭૩ી આ પ્રમાણે પૃથ્વી પર વિહાર કરતાં ભવ્ય જીવોના સમૂહને પ્રતિબોધ કરતાં સમસ્ત કર્મોને ખપાવીને શ્રેષ્ઠ એવી મોક્ષગતિને તે મહામુનિ પામ્યા. //૧૭૪ll આ પ્રમાણે જે પુરુષ, અખંડિત રીતે ચતુર્થ વ્રતને પાળે છે. તે પ્રમોદને ભજનાર એવા સુદર્શન શ્રેષ્ઠિની જેમ, વિશુદ્ધ મનવાળા, ઉજ્જવળ, દેદીપ્યમાન એવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. ૧૭૫ll
છે આ પ્રમાણે ચોથા વ્રત ઉપર સુદર્શન શ્રેષ્ઠીની કથા સમાપ્ત. I૪
હવે પરિગ્રહ વ્રત ઉપર દષ્ટાંત કહે છે? કપિલ કથા કૌશાંબી નામની નગરી છે. તેમાં અલોકની જેમ નિશ્ચલ, દેવોથી પણ ચલાયમાન ન કરી શકાય તેવા શ્રાવકો છે. //// તે નગરીમાં શત્રુના સમુદાયને જીતનાર એવો જિતશત્રુ રાજા છે. જેનો પ્રતાપરૂપી સૂર્ય વાદળો વડે પણ ઢંકાતો નથી એ આશ્ચર્ય છે. llરા તે રાજાને સર્વ શાસ્ત્રમાં પારંગત અને જાણે કે સાક્ષાત્ બ્રહ્મા હોય તેવો કાશ્યપ નામનો પુરોહિત હતો. ૩. તેને અનુરૂપ વંશવાળી યશા નામની પત્ની હતી. કુળની લક્ષ્મીને ક્રીડા માટે મંડપ સમાન કપિલ નામે પુત્ર હતો. Illi (કપિલની શિશુવયમાં) કપિલ નાનો