________________
૧૧૪
સમ્યક્ત્વ પ્રકરણ
સ્મરણ કરીને પતિના ઉપસર્ગ નિવારવાને માટે કાયોત્સર્ગ કર્યો. ૧૩૦ જલ્દી શાસનદેવી પણ આસનકંપ વડે જાણીને આવીને મનોરમાને કહ્યું, હું શું કરું? I૧૩૧ી કાઉસ્સગ્ગ પારીને તેણીએ પણ કહ્યું, કે જો મારો પતિ કલંકરહિત છે તો તે કલંકને દૂર કરો અને જલદીથી શાસનની પ્રભાવના કરો. //૧૩રી તેણી પણ બોલી કે હે વત્સા ! જેમ જાતિવંત સુવર્ણમાં ક્યારે પણ મેલ લાગતો નથી, તેમ સમ્યગ્દર્શનથી પવિત્રાત્મા સુદર્શનમાં પણ આ સંભવી શકે જ નહિ. /૧૩૩ી આ પ્રમાણે કહીને જલદીથી ત્યાં જઈને શાસનદેવીએ શૂળીને ઠેકાણે અદ્વિતીય રત્નની કાંતિવાળું સિંહાસન કર્યું. ૧૩૪ જેટલામાં આરક્ષકો ખગાદિના ઘાત મારવા જાય છે, તેટલામાં સુદર્શનને હાર બાજુબંધ, કડા વગેરે અલંકારોથી અલંકૃત શાસનદેવીએ કર્યો. I/૧૩પ હવે ઇન્દ્રના જેવા વિશેષ રીતે અલંકૃત એવા તેને જોઈને લોકોએ પણ કહ્યું, ધર્મ જય પામે છે, અધર્મ નહિ. એમ કહીને તેઓએ વંદન કર્યું. ૧૩વા જેમ હાથી સામો આવતે છતે માણસ પોતાની રક્ષા માટે દોડે છે. દોડતાં પહેરેલા વસ્ત્રો પગમાં આવશે તો પડી જવાશે અથવા ધીમું દોડશે તો હાથીની ઝપટમાં આવીશ, એવા ભયથી વસ્ત્રોને હાથમાં પકડીને દોટ મૂકે તેમ તે સુદર્શનના પ્રભાવને સાંભળીને રાજા તેવી રીતે દોડ્યો. ૧૩ી હવે નજીક આવીને જલ્દી સુદર્શનને નમસ્કાર કરીને પશ્ચાત્તાપને કરતો પોતાના અકૃત્યો પર વિષાદને કરતો પોતાના અંબોડાને છોડીને કેશપાશ વડે સુદર્શનના બંને પગોને જાણે કે તેજસ્વી તમાલ વૃક્ષના ગુચ્છા વડે અરિહંતના ચરણો પ્રમાર્જતો હોય તેની જેમ પ્રમાર્જના કરતો હવે અત્યંત વિનયપૂર્વક તેને હાથી ઉપર બેસાડીને સ્વયં છત્રધાર થઈને રાજાએ પોતાના નગરમાં તેનો પ્રવેશ કરાવ્યો. |૧૩૮-૧૩૦-૧૪૦ના અહો ! જિનેશ્વરના ધર્મનો કેવા પ્રકારનો સમર્થ પ્રભાવ ! સર્વત્ર જૈનશાસનની પ્રભાવના કરાવતો મહેલમાં લાવીને પોતાના સિંહાસન પર તેને બેસાડીને પોતાના અપરાધને ખમાવીને રાત્રિ સંબંધી વૃત્તાંત રાજાએ પૂછુયો. ll૧૪૧-૧૪૨
શ્રેષ્ઠીએ કહ્યું કે આ પસાર થઈ ગયેલા ચરિત્ર વડે (વાત વડે) સર્યું. પરંતુ તેને સાંભળવામાં કૌતુકી એવા રાજાએ અત્યંત આગ્રહ કર્યો. ll૧૪all ધાત્રી કંચુકીની સાથે અભયા રાણીને જો તમે અભયદાન આપો તો હું કહીશ, એ પ્રમાણે સુદર્શને કહ્યું. /૧૪૪ll રાજાએ કહ્યું કે તે શ્રેષ્ઠી ! આપની વાણીથી (વચનથી) હું અભયને આપું છું. હવે જે બન્યું તે કહો. /૧૪પત્યારબાદ શ્રેષ્ઠીએ સર્વ વાત કહી. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે ધિક્કાર છે, ધિક્કાર છે. સ્ત્રીઓનું ચરિત્ર બૃહસ્પતિને પણ જણાય તેવું નથી. ll૧૪ll ત્યારે તેવા પ્રકારના શ્રેષ્ઠીના સત્ત્વથી રાજા ખુશ થયો. ભાઈની જેમ પોતાના અર્ધ રાજ્યને રાજા આપવા લાગ્યો. ત્યારે સુદર્શને સ્પષ્ટ ના પાડીને કહ્યું, રાજ્ય વડે મને શું ? જે કારણથી હમણાં તો હું સંયમરૂપી સામ્રાજ્યને લઈશ. I/૧૪૭-૧૪૮ી.
ત્યાર પછી રાજાને બોધ પમાડીને ચારે બાજુ દાનને આપીને દરેક ચૈત્યોમાં મહોત્સવ કરાવીને ઉછળતા અદ્વિતીય વૈરાગ્યવાળા પત્ની સહિત સુદર્શને શ્રી ધર્મઘોષસૂરિ મહારાજા પાસે દીક્ષા ગ્રહણ કરી. //૧૪૯૧૫oll દેવતાએ કરેલા સુદર્શનના પ્રભાવને સાંભળીને અભયા રાણી અત્યંત ડરથી ગળે ફાંસો ખાઈને મરણ પામી. /૧૫૧ી તે અજ્ઞાન કષ્ટથી તે જ ક્ષણે પાટલિપુત્રના સ્મશાનમાં વ્યંતરીપણે રાણી ઉત્પન્ન થઈ. I/૧૫રા તે જ વખતે પોતાના અપરાધ ભયથી પંડિતા ધાત્રી પ્રાણોને ગ્રહણ કરીને ભાગીને પાટલીપુત્રમાં દેવદત્તા વેશ્યાની પાસે રહેલી તેણી દરરોજ સુદર્શનના તે તે ગુણોનું વર્ણન કરતી હતી. ૧૫૩-૧૫૪ll પુણ્યાત્મા એવા સુદર્શન મુનિ પણ ઉજ્વળ વ્રતને પાળતા, નિરંતર થાક્યા વિના લાંબા કાળના સાધુની જેમ