________________
૧૧૮
સમ્યક્ત્વ પ્રકરણ
આ ક૨વા યોગ્ય છે વળી આ કાર્ય આજે કરીશ, કાલે કરીશ, ૫૨મ દિવસે અને આ કાર્ય એના પછીના દિવસે કરીશ. આવી રીતે આશા વડે પોતાના આત્માને કરોળિયાની જેમ વીંટળાવું છું. II૬૦-૬૧॥ મમતા પરાયણ એવો હું હંમેશાં આ મારું દ્રવ્ય છે, આ મારું ઘર છે. આ મારા સ્વજનો છે. આ મારું કુટુંબ છે, એમ બોલ બોલ કરું છું. II૬૨॥ તેથી સુવર્ણાદિ વડે સર્યું સર્વ ઇચ્છાથી અટકેલા એવા મને સંતોષરૂપી ધન હો. જેથી હું નિશ્ચિત સુખી જ થાઉં. II૬૩॥ આ પ્રમાણે ભાવના ભાવતા સંતોષરૂપી અમૃતથી તૃપ્તિને ભજનાર એવા તે જાતિસ્મરણ પામીને સ્વયંબુદ્ધ થયા. ॥૬૪॥ ત્યારબાદ પરિગ્રહને છોડીને પંચમુષ્ટિક લોચને કરીને વ્રતને ગ્રહણ કર્યું. [૬૫] દેવતાએ અર્પણ કરેલા સમસ્ત સાધુવેષને ગ્રહણ કર્યા પછી તે રાજાની પાસે આવ્યા. એટલે રાજાએ પૂછ્યું કે ‘કહો શું વિચાર્યું ?’ ઙઙા હવે નિસ્પૃહમાં એક શિરોમણિ કપિલે રાજાની પાસે પોતાના મનોરથના વિસ્તારને કહીને આ પ્રમાણે કહ્યું. જેમ લાભ થાય તેમ લોભ વધે છે અર્થાત્ લાભથી લોભ વૃદ્ધિ પામે છે. બે માષા સુવર્ણથી ચિંતવેલું કાર્ય કોટિ સોનૈયાથી પણ પૂરું થયું નહીં. II૬૭-૬૮॥ તે સાંભળીને વિસ્મિત થયેલા રાજાએ સત્ય બોલનારા તેને કહ્યું કે હું તમને કોટિ સોનૈયા આપીશ, પણ તમે વ્રતને છોડી દો અને ભોગ ભોગવો. IIઙ૯॥ તેમણે કહ્યું કે હે રાજન્ ! દ્રવ્યના યોગ અને ભોગ વડે સર્યું. અત્યારે તો હું સાધુ થયો છું. તેથી તમને ધર્મલાભ થાવ. II૭૦॥ હે રાજન્ ! આ પરિગ્રહ કોઈની પણ સાથે ગયો નથી, તેથી તું પણ આ જડ એવા પરિગ્રહમાં મૂર્છા કરતો નહિ. ॥૭૧॥
આ પ્રમાણે કહીને મહાસત્ત્વશાળી, નિર્મમ, નિરહંકારી એવા કપિલ મુનિ ત્યાંથી નીકળીને પૃથ્વી ૫૨ વિહાર કરવા લાગ્યા. ૭૨॥ છ માસથી તપને તપતા એવા કપિલ મુનિને લોકાલોકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ||૭૩|| આ બાજુ રાજગૃહ અને શ્રાવસ્તીના માર્ગની વચ્ચે અઢાર યોજનના પ્રમાણવાળી એક મહાભયંકર અટવી છે. ૭૪।। તેમાં ઇકડદાસના નામથી પ્રસિદ્ધ બળભદ્ર વગેરે પાંચસો ચોરો રહેતા હતા. તે પ્રતિબોધને યોગ્ય છે, એમ જાણીને તેઓ ત્યાં ગયા. II૭૫॥ બોધ કરવા માટે આવેલા કપિલ ઋષિને વૃક્ષ પર પક્ષીની જેમ રહેલા એક ચોરે જોયા. II૭૬॥ તેણે વિચાર્યું કે આપણો પરાભવ કરવા શ્રમણ આવ્યો છે. તે ચોર ગુસ્સાથી મુનિને પકડીને સેનાપતિ પાસે લઈ ગયો. II૭૭।। ૨મત ૨મવાની બુદ્ધિથી તેણે પણ જ્ઞાનીપુંગવને જાણીને કહ્યું કે હે હો નટની જેમ નાટક વડે અમને ખુશ કરો. II૭૮।। કપિલે પણ કહ્યું કે, વાજિંત્રના અભાવે નાટક કેવી રીતે થાય ? અગ્નિનો અભાવ હોય તો શું ધૂમાડો ક્યારે પણ જોવાય છે ? ।।૭૯॥ ત્યારબાદ તે સર્વે ચોરો હાથથી તાળી પાડવા લાગ્યા. કપિલ મુનિ નાચવા લાગ્યા અને વચ્ચે વચ્ચે મોટેથી ગાવા લાગ્યા. II૮૦II અસ્થિર અને દુઃખથી પ્રચુર એવા આ સંસારમાં ક્યારે શું ન થાય ? જે કોઈક કર્મ એવું છે કે જે દુર્ગતિમાં ન લઈ જાય. ૧૮૧૫ આવા પાંચશો ધ્રુવપદો કપિલ મુનિએ મધુર સ્વરે ગાયા. જુદા જુદા પદોથી સાંભળતા જુદા જુદા પાંચશો ચોરો પ્રતિબોધ પામ્યા. II૮૨॥ કપિલ ઋષિએ તે સર્વેને દીક્ષા આપી. લાંબો કાળ વિચરીને આયુષ્ય પૂર્ણ થતા તે કપિલ મુનિ નિર્વાણ પામ્યા. ॥૮૩॥ આ પ્રમાણે જેઓ પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે, નિર્લોભી એવા કપિલ મુનિની જેમ તેઓ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે અને જે ત્યાગની બુદ્ધિથી પરિગ્રહનું પરિમાણ કરે છે, તે પણ અનુક્રમે મુક્તિને પ્રાપ્ત કરે છે. II૮૪ની
II પરિગ્રહના પરિમાણ વ્રત ઉપર કપિલ મુનિની કથા સમાપ્ત. IIII