________________
મેતાર્ય કથા
કે કાળ ઘણો પસાર થયો છે. રાજાને ભૂખ પીડા ન આપે. [૩૦] તેણે કલ્પવૃક્ષના ફળ સરખા અદ્ભુત એવા લાડવા રાજાને સવારના નાસ્તા માટે દાસીને આપ્યા. ૩૧દાસીના હાથમાં તે લાડવાને જોઈને પ્રિયદર્શનાએ વિષથી મિશ્રિત હાથ વડે લાડવાને ગ્રહણ કરીને ક્ષણમાત્ર હાથમાં આમતેમ કરીને બોલી કે અહો ! આ લાડવાની સુગંધ કેવી સરસ છે, એમ કરી સુંઘીને દાસીને આપ્યો અને દાસીએ પણ જલદીથી જઈને રાજાને સમર્પણ કર્યો. ૩૨-૩૩ી તેને ગ્રહણ કરીને રાજાએ વિચાર્યું કે હું એકલો જ કેમ આને ખાઉં ? મારા (સાવકી માતાના પુત્રો) બે નાના ભાઈઓ જે ભૂખ્યા છે. ૩૪ તેથી જલદીથી તેના બે ભાગ કરીને તે બંને ભાઈઓને રાજાએ આપ્યા. અમૃતથી પણ સ્વાદિષ્ટ એવા લાડવાને, ખુશ થઈને તેમણે ખાધા. liડપી અને ત્યારે જ વિષના આવેગથી તે બંને મૂચ્છિત થયા. સંભ્રાન્ત બનેલા રાજાએ વૈદ્યોને તેડાવ્યા.
૩કી ૧૭ કેરેટનું સુવર્ણ તે બંનેને પીવડાવ્યું. તાંત્રિથી ખેંચાયેલી ડાકણની જેમ વિષેની મૂચ્છ દૂર થઈ. /l૩૭ી હવે રાજાએ દાસીને પૂછ્યું, આ ચેષ્ટા કોની છે ? સાચું બોલ. તેણીએ કહ્યું, હે દેવ ! કંઈક સોગંદ હું કરું, પછી કહું. ll૩૮ હે નાથ ! તમારી અપર માતાએ મારા હાથમાંથી આ મોદક લઈને ચારે બાજુથી જોઈને, સૂંઘીને, વખાણ કરીને મને પાછો આપી દીધો હતો. ૩૯ી ત્યારબાદ રાજાએ વિચાર્યું કે આ તેણીનું જ પ્રગટપણું છે, જે કારણથી ખરેખર અપર માતાની આવા પ્રકારની લીલા છે. Ivolી તેણીને પણ રાજાએ પૂછયું કે શું આ રાજ્યને માટે આવા પ્રકારની કરનારી તું છે ? જો નથી તો ત્યારે અપાતા ર ન કર્યું ? I૪૧. હમણાં પણ જો રાજ્યની સ્પૃહા છે તો મને કેમ જણાવતી નથી ? કેમ કે આસક્તિથી હું રાજ્ય ભોગવતો નથી. પરંતુ લોકોના આગ્રહથી રાજ્ય મારે સંભાળવું પડે છે. |૪૨ો વળી સદ્ધર્મરૂપી ભાથા વગરનો શરણ સ્વીકાર્યા વગર જો પાપી એવો હું મરી ગયો હોત તો. ૪૩ નમસ્કાર મંત્રને પણ નહિ પ્રાપ્ત કરીને અનાર્ય જેવો હું ક્ષણવારમાં દુર્ગતિ મેળવીને અનંત એવા સંસારમાં ભટકત. ૪૪ો આ પ્રમાણે તેણીને ઉપાલંભ (ઠપકો) આપીને તેના પુત્રને સ્વયં રાજ્ય ઉપર બેસાડીને નવા ઉગેલા અંકુરાની જેમ અદ્ભુત વૈરાગ્યવાળા એવા તેણે ઘણા પ્રકારે દ્રવ્યસ્તવને કરીને અને સમસ્ત લોક સમૂહને ખમાવીને મોક્ષના અભિલાષી એવા સાગરચંદ્ર રાજાએ સુગુરુની પાસે વ્રત (દીક્ષા)ને ગ્રહણ કર્યું. જવા
હવે શાસ્ત્રાભ્યાસ ભણીને સાધ્વાચારને સારી રીતે પાળતા તીવ્ર તપને તપતા ગુરુની સાથે તે વિહાર કરતા હતા. I૪૭ી એક વખત ઉજ્જયિની નગરીથી બે સાધુ ભગવંત આવ્યા. તે સાધુ ભગવંતને તેમણે પૂછ્યું કે શું ત્યાં સુખપૂર્વક સાધુઓનો વિહાર વગેરે થાય છે ને ? I૪૮ ત્યારે તે બે સાધુઓએ કહ્યું કે ત્યાં સાધુઓને સુખ છે, દુઃખ નથી અને સાધુ પ્રાયોગ્ય સર્વ વસ્તુઓ પણ સુલભ છે. ll૪૯iા કેવલ પ્રત્યેનીક એવો રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર બંને પણ મુનિઓને ઉપસર્ગ કરે છે. પછી તેથી કોઈ પણ સાધુ તેના ઘરે ક્યારે પણ જતા નથી. પાંખડીઓ અને બીજા પણ તેના ઉપસર્ગથી ડરેલા જતા નથી. //પ૧ીતે સાંભળીને રાજર્ષિ એવા તે મુનિ ગુરુની આજ્ઞાથી ગુસ્સાપૂર્વક દુર્વિનીત એવા તે બંનેને શિક્ષા કરવા માટે ઉજ્જયિની નગરી તરફ ગયા. //પરી ત્યાં એક ગચ્છમાં તે ઉતર્યા પછી લાંબા સમય થાક ઉતાર્યા પછી તે સાધુઓ વડે કહેવાયું કે તમારા આહાર-પાણી લાવીએ. આપવા તેમણે કહ્યું કે તમારા વડે પોતાને માટે લાવવા યોગ્ય છે, હું આત્મલબ્ધિવાળો છું. ફક્ત મને સ્થાપના કુળો બતાવો. /પ૪ll ત્યારે તેમને ક્ષુલ્લક મુનિએ હાથ વડે બતાવ્યા અને કહ્યું, રાજકુળની અંદર અને પુરોહિતના ઘરે જતા નહિ. //પપા ત્યારબાદ ક્ષુલ્લક મુનિ પાછા વળ્યાં. રાજર્ષિ તો ત્યારે જ રાજકુળમાં જઈને મોટેથી ધર્મલાભ બોલે છે. પકા