________________
સમ્યક્ત્વ પ્રકરણ
હવે અંતઃપુરની રાણીઓ સંભ્રાન્તપૂર્વક બહાર નીકળીને મુનિને કહે છે કે, હા હા હે મુનિ ! મૌનપૂર્વક રહો. ઊંચા સ્વરે બોલો નહિ. પછી કુમારને જણાવવા માટે ફરીથી મોટેથી મુનિ બોલે છે કે હે શ્રાવિકા, તું શું બોલે છે ? હું સાંભળતો નથી. પ૮ મુનિના તે વચનો સાંભળીને બંને કુમારો જલદીથી આવ્યા. બંને હાથને ધારણ કરીને તે રાજર્ષિને ઉપર લઈ જઈને કહ્યું. //પા હે મુનિ ! નૃત્ય કર. ત્યારે તેઓ બોલ્યા, તમે બંને વાજિંત્ર વગાડો. તે બંને વાજિંત્ર લાવીને વગાડવા લાગ્યા. કolી મુનિએ પાત્રાને મૂકીને ચોળપટ્ટાને દઢ બાંધીને (કછોટો કરીને) નાટકમાં નટની જેમ નાટ્યકળામાં હોંશિયાર એવા મુનિએ નૃત્ય કર્યું. ll૧l અજ્ઞાનપણાથી તે બંને પાટા પરથી ઉતરી ગયા. તે જાણીને મહાઋષિએ કહ્યું, અરે ! વગાડવાનું તમે જાણતા નથી અને મને નૃત્ય કરવાનું કેમ કહો છો ? Iકરી ત્યારબાદ રોષથી તે બંનેને લાફો લગાવીને જેમ અન્ય વડે ન ચડાવી શકાય તે રીતે અંગોને ઉતારી નાંખ્યા. ll૧૩ી આ પ્રમાણે કરીને રાજર્ષિ નગર બહાર ઉદ્યાનમાં જઈને શુદ્ધ ભૂમિ પર બેસીને સ્વાધ્યાય વગેરે કરવા લાગ્યા. ફ૪ll હવે રાજા જમવા માટે બેઠો. એટલામાં પુત્રને બોલાવે છે, તેટલામાં તો કુમારના વૃત્તાન્તને સેવકો પાસેથી જાણ્યો. કપા હવે ઊઠીને રાજાએ અંગમર્દકોને બોલાવ્યા. જેમ જેમ ઉપચાર કરે છે, તેમ તેમ તે બંનેને અધિક પીડા થાય છે. IIકડી હવે રાજાએ ઉપાશ્રયમાં જઈને સાધુને શોધ્યા. તેઓએ કહ્યું કે અમારામાંથી કોઈ પણ સાધુ તમારા ઘરમાં આવ્યા નથી. IIકળી પરંતુ મહેમાન સાધુ આવ્યા હતા. તે જાણતા ન હોવાથી કદાચિત્ તે તમારે ત્યાં આવ્યા હશે. હજુ સુધી પણ તે સાધુ અત્રે આવ્યા નથી. તેથી શોધીને તેને પૂછો. કટો.
ત્યારબાદ ચારે બાજુએ રાજપુરુષોને શોધવા મોકલ્યા. સાધુને જોઈને રાજાને કહ્યું, રાજા સ્વયં ત્યાં આવ્યો. કલા રાજર્ષિને જોઈને જલદીથી ભાઈને ઓળખીને ભક્તિ-લજ્જા વડે વિનમ્ર એવો રાજા ઋષિને નમ્યો. ll ll ધ્યાન સંહરીને રાજર્ષિએ રાજાને ઠપકો આપ્યો. હે રાજન્ ! મહાકુલીન તું છે. તારા વડે કુલ ઉજવાળાયું. l૭૧ll સુસાધુઓની આપના પુત્રો વડે કરાયેલી આવા પ્રકારની પૂજા વડે તારી કીર્તિ જગતમાં એવી ફેલાઈ છે કે, આવા પ્રકારની બીજા કોઈની નથી. ૭રી રાજાએ કહ્યું, મારો આ અપરાધ મોહથી થયો છે. હું કુબુદ્ધિવાળો થયો છું. તેથી હે ભાઈ ! આ સર્વની એકવાર મને ક્ષમા આપ. I૭૩ જલદીથી દયાવાળા થઈને આ કુમારોને જીવાડો. ઋષિએ કહ્યું, ત્યારે જ જીવાડું કે તે બંને જો દીક્ષાને ગ્રહણ કરે. II૭૪ll હે રાજન ! તારી જેમ હું સુતની ઉપેક્ષા કેમ કરું ? ચંદ્રાવતંસક કુળના કલંકને સહન કરવામાં હું અસમર્થ છું. II૭પી રાજાએ કહ્યું, હે ભાઈ ! પોતાની ઈચ્છા મુજબ આવીને, જીવતા કરીને, દીક્ષા આપો. જે કારણથી ચંદ્રાવતુંસકના સ્થાને તમે જ અમારા સ્વામી છો. ૭૬ો ત્યારબાદ મુનિએ રાજાની સાથે ત્યાં આવીને બંને કુમારોને પૂછ્યું. જો જીવવા ઇચ્છતા હો તો દીક્ષાને ગ્રહણ કરો. II૭ી હવે રાજર્ષિએ તે બંનેના અંગોને પોતપોતાના સ્થાનમાં કરી દીધા. તત્કાલ જ ત્યાં જ તે બંનેને દીક્ષા આપી. II૭૮ી.
શુદ્ધ બુદ્ધિવાળા ભાઈના પુત્રે દક્ષાને પાળી અને મનમાં પણ ધન્ય માનતો મહાત્મા વિષે વિચાર્યું કે જો કાકા મુનિએ મને પ્રતિબોધ ન પમાડ્યો હોત તો ધર્મનો પ્રત્યેનીક (દુશ્મનો એવો હું ભવરૂપી સમુદ્રમાં પડત (ડૂબત). II૮૦Iી બ્રાહ્મણ એવો પુરોહિતનો પુત્ર મુનિ ક્રિયા (સાધુ ચર્યા) પર જરાક જુગુપ્સાવાળા એવા તેણે દીક્ષાને પાળી. ૮૧. અને મનમાં વિચાર્યું કે આ પ્રકારે કપટ નાટક કરીને કેમ આ રાજર્ષિએ બળાત્કારે મને દીક્ષા આપી ? lcરા અનુક્રમે બંને જણા મરીને સ્વર્ગમાં દેવ થયા. ત્યાં બ્રાહ્મણ દેવ અરિહંત ધર્મમાં દૃઢ થયો. ll૮૩ી તે બંને દેવોએ અંદરો અંદર સંકેત કર્યો કે આપણા બેમાંથી જે પહેલા અને તેણે બીજાને પ્રતિબોધ પમાડવો. ૮૪