________________
મેતાર્ય કથા
GG
હવે પહેલાં જ બ્રાહ્મણદેવનો જીવ ચ્યવીને રાજગૃહ નગરમાં જુગુપ્સા કર્મના ઉદયથી ખેતીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. II૮૫] તેણી હંમેશાં શ્રેષ્ઠીના ઘરનો કચરો વગેરે કાઢવાનું કામ કરતી હતી. તેથી લાંબા કાળે ધનશ્રી શેઠાણીની સાથે બહેનપણી જેવું થઈ ગયેલું. II૮૬॥ ખેદથી યુક્ત એવી શેઠાણીએ એક વખત મેતીને કહ્યું કે, હંસની જેમ તું ધન્ય છે કે તારા ખોળામાં પુત્ર ૨મે છે. II૮૭।। મેતીએ કહ્યું કે હે શેઠાણી ! ખેદથી સર્યું. તું પણ ગર્ભિણી તો છે જ. તેણીએ કહ્યું કે, ગર્ભવતીપણું જ ખેદને માટે છે. કારણ કે, હું તો મરેલાને જન્મ આપનારી છું. I૮૮॥ મેતીએ કહ્યું, મારો પુત્ર હું તને આપીશ. તું ખેદ છોડી દે ! ત્યારબાદ શેઠાણીએ તેણીને ઘણા ભેટણા આપ્યા. II૮૯।। ભાગ્યયોગે બંનેને પ્રસૂતિ એકી સાથે એક જ દિવસે થઈ. મેતીએ છાની રીતે પોતાનો પુત્ર શેઠાણીને આપ્યો. તેની મરેલી પુત્રીને લઈને પોતાના પતિને અશ્રુ સાથે (૨ડતા) જણાવ્યું કે, મને મરેલી પુત્રી જન્મી છે. તેણે પણ તેણીનો ત્યાગ કર્યો. ॥૧॥ શ્રેષ્ઠિના ઘરે પુત્ર જન્મનો મોટો મહોત્સવ થયો અને મેતાર્ય એ પ્રમાણે નામોત્સવ પણ કરાયો. ||૯૨॥ મેતાર્ય ધીમે ધીમે વધવા લાગ્યો. સમસ્ત કળાઓ તે શીખ્યો. સ્વપ્ન વગેરે આપીને દેવ તેને પ્રતિબોધ પમાડતો હતો, પરંતુ તે પ્રતિબોધ પામ્યો નહિ. II૯૩॥ દેવના સાનિધ્યની જેમ તેની સર્વ ઇચ્છાઓ પૂર્ણ થતી હતી. સ્વેચ્છાપૂર્વક મિત્રોની સાથે હંમેશાં દેવકુમારની જેમ ૨મતો હતો. II૯૪॥ એક વખત શ્રેષ્ઠિએ કુલીન એવી આઠ કન્યાઓ જાણે કે પૃથ્વી ૫૨ આવેલી અપ્સરાઓ ન હોય, તેની સાથે તેનો વિવાહ કર્યો. ૯૫॥ શુભ દિવસે ઉત્સવપૂર્વક નગરજનો તેમજ સ્વજનોના સમૂહની વચ્ચે મેતાર્ય શિબિકા ઉપર ચઢ્યો. તે કન્યાઓને પરણવા માટે બહાર નીકળ્યો. ૯૬ તે દેવ વડે ત્યારે મેતીનો પતિ અધિષ્ઠિત કરાયો. શોકગ્રસ્ત થયેલો આંસૂઓને મૂકતો આ પ્રમાણે બોલ્યો. Il૯૭॥ હે પ્રિયે ! આજે જો પુત્રી મારી જીવતી હોત તો હું પણ તેણીનો વિવાહ કરાવત. ૯૮।। ત્યારે મેતીએ પણ પોતાના પતિને પુત્રના વૃત્તાંતને કહ્યો. દેવના અનુભાવથી ગુસ્સે થયેલો તે મેતાર્ય તરફ દોડ્યો. ૫૯૯॥ કોઈના પણ વડે સ્ખલના નહિ પામતો “આ મારો પુત્ર છે,” એ પ્રમાણે બોલતો જલદીથી મેતાર્યને ઉતારીને પોતાના ઘરમાં લઈ ગયો. II૧૦૦II અને ત્યારે જ ઘરૂપી ખાડામાં નાંખીને કહ્યું, અરે ! વસ્ત્રોને વણ. જેમ તેનાથી ઉત્પન્ન થયેલા મૂલ્ય વડે પોતાની જાતિની સ્ત્રી તને પરણાવું. /૧૦૧॥ શ્રેષ્ઠિએ પણ શેઠાણીને કહ્યું કે આ શું ? તેણી પણ વિલખી પડી. નીચા મુખવાળી થઈ ત્યારે સર્વે લોકો પણ પોતપોતાના ઘરે ગયા. ૧૦૨ દેવે પણ મેતાર્યને કહ્યું કે હજુ પણ દીક્ષાની ઇચ્છા છે ? તેણે ના પાડી અને કહ્યું કે હું શું કરું ? તારા વડે મારી કેવી ફજેતી કરાઈ. ૧૦૩॥ હું પ્રતિષ્ઠાથી પડાયો છું. જગતને મુખ બતાવવા માટે શક્તિમાન નથી. કોઈના પણ મુખના દર્શન ક૨વા માટે પણ હું સમર્થ નથી. ૧૦૪॥ હે દેવ ! પહેલાંની જેમ મને સ્થાનમાં મૂક અને શ્રેણિક રાજાની પુત્રીના મારી સાથે લગ્ન કરાવ. II૧૦૫) બાર વર્ષના અંતે હું સર્વ સંયમને ગ્રહણ કરીશ અને સમસ્ત સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરીને સિદ્ધિવધૂની સ્પૃહાવાળો હું થઈશ. ૧૦૬॥ રત્નને આપનારો બકરો દેવે તેને આપ્યો અને કહ્યું, આ રત્નો વડે તું રાજા પાસેથી એની પુત્રીની માંગણી કર. ૧૦૭||
ત્યારબાદ સવારના પશુએ છોડેલા રત્નો વડે થાળને ભરીને મેતને (પિતાને) કહ્યું કે તમે રાજા પાસે જઈને મારા માટે તેની પુત્રી માંગો. II૧૦૮।। હવે રાજા પાસે જઈને મેતે રત્નનો થાળ ભેટણારૂપે કર્યો. એટલે રાજાએ પૂછ્યું કે હે મેત ! એવું શું મોટું કાર્ય છે કે જેથી આવા મોટા ભેટણાનું કાર્ય કરવું પડ્યું. ૧૦૯॥ તેણે કહ્યું, હે દેવ ! મારા પુત્ર માટે પોતાની પુત્રીને આપો. ત્યારે ક્રોધાન્ય મનવાળા રાજા વડે હવે તે મેત તિરસ્કાર કરાયો. I૧૧૦। પુત્રની વાણીથી હંમેશાં રાજા પાસે જઈને રત્નોને ભેટણા કરીને