________________
બીજા વતની કથા - કાલિકાચાર્ય અને દત્ત
૧૦૧
આ વાધર, મસ્તક ઉપર મુગટના આકારે નાંખેલી માળા જેવું શોભે છે. ૧૩૮ અને વળી સારી રીતે વિચાર્યું કે આ સ્વયં દુઃખને સ્વીકારે છે. મને દુઃખથી છોડાવે છે. તેથી આ તો મારો અપૂર્વ ભાઈ સરખો છે. I/૧૩૯હ્યા અને વળી હે જીવ ! ક્રૌંચપક્ષના પ્રાણના રક્ષણના કારણે પોતાના પ્રાણોને ત્યજતો એવો તું, ઉપકારી છે એ પ્રમાણે કોના વડે પ્રશંસા નહિ કરાય? ll૧૪oll નરકના માર્ગને બતાવનાર દુર્ગાન સ્વરૂપ આર્ત-રૌદ્રધ્યાન તો દૂર રહો પણ તારા મનમાં પણ વિક્રિયાને ધારણ કરતો નહિ. ll૧૪ના શુભ એવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનને જ તારા વડે હાલમાં આગળ કરવા યોગ્ય છે. સર્વને જીતીને સર્વજીત થયેલા તને તે બંને ધ્યાન જ આજે મહોદયને આપશે. ૧૪રા ધ્યાનમાં રહેલા મુનિને તે દુરાત્માએ કહ્યું કે જવલાઓ કોણે લીધાં છે ? તે કહે, નહિતર તું હમણાં મરી જઈશ. ll૧૪૩ ધ્યાનમાં લીન મુનિએ સાંભળતા છતાં ન સાંભળ્યું અને ત્યારે ધર્મધ્યાનને ઉલ્લંઘન કરીને શુક્લધ્યાનમાં આરૂઢ થયા. ll૧૪૪ll પરમાધામીની જેમ તે સોની વડે, નહિ બોલતા મુનિના મસ્તક પર વીંટળાયેલું તેવી રીતે ખેંચ્યું કે જેમ આંખો બહાર નીકળી ગઈ. I૧૪પા તો પણ જાણે કે પ્રશમરસની સાક્ષાત્ મૂર્તિ ન હોય તેમ પ્રકૃષ્ણ બુદ્ધિવાળા મહાસત્ત્વશાળી અચલ નિશ્ચલ એવા જરા પણ ચલાયમાન ન થયા. ૧૪કો. ત્યારપછી માથે વીંટળાયેલી વાધરની પીડાને નહિ સહન કરનારની જેમ ક્ષણવારમાં આંખોની સાથે કર્મરૂપી ગોળો પણ નીકળી ગયો. I/૧૪૭થી અને તે જ વખતે કર્મરહિત બનેલા મુનિ અંતકૃત કેવલી થયા. ડરેલાની જેમ સર્વનો ત્યાગ કરીને જલદીથી લોકાગ્રમાં (સિદ્ધશિલા ઉપર) આરુઢ થયા. //૧૪૮ ત્યારે ત્યાં નોકરે લાકડાની ભારી જોરથી મૂકી. તેની કોઈક સળી કૌંચના ગળામાં લાગી. ૧૪૯ો ત્યારે ભયાતુર ક્રૌંચ પક્ષીએ તે જવલાઓનું ઉદ્ગમન કર્યું. જે કારણથી ભયથી મુખ વડે આંતરડા પણ નીકળી જાય તો બીજાની તો શું વાત ? I૧૫૦મા તે જવલાઓને જોઈને લોકો બોલ્યા કે, હા હા ! તારા વડે નિરપરાધી એવા મુનિને પ્રાણોથી મૂકાવ્યા. /૧૫૧ લોકો અને બીજાઓએ પણ મરેલા મુનિને જોઈને રાજાને આ વાત નિવેદન કરી. રાજા પણ ક્ષણમાત્રમાં ગુસ્સે થયો. ૧પરા ઋષિની હત્યા કરનાર આનું મુખ પણ કોઈ ન જુવે એટલા માટે કુટુંબ સહિત સોનીનો વધ કરાય એવી આજ્ઞા રાજાએ કરી. ll૧૫all સમગ્ર મનુષ્યોની સાથે દરવાજો બંધ કરીને ભયભીત થયેલા તે સોનીએ જીવવાને માટે સાધુવેષને સ્વીકાર્યો. ૧૫૪ રાજપુરુષોએ તેના આવા સ્વરૂપનું નિવેદન રાજાને કર્યું. રાજાએ પણ તેને બોલાવીને કહ્યું કે સારી રીતે વ્રતનું પાલન કરજે. જો વ્રતનો ત્યાગ કર્યો તો લોઢાની કઢાઈમાં કવાથની જેમ ઉકળાવીશ. આ પ્રમાણે કહીને તેને વિસર્જન કર્યો. ૧૫૫-૧પકો પોતાના જીવિત વડે જેમ મેતાર્ય મુનિએ ક્રૌંચ પક્ષીની રક્ષા કરી, તેમ સિદ્ધિરૂપી સ્ત્રીનો સંગમ ઇચ્છતા લોકોએ તેવા પ્રકારની જીવદયા કરવા જેવી છે. ૧૫૭ી.
પ્રાણાતિપાતવિરતિ વ્રત ઉપર મેતાર્ય મુનિની કથા કહેવાઈ. ll૧ી.
હવે બીજા વ્રતની કથા : કાલિકાચાર્ય અને દત્ત જબૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં ગંગા સિંધુ નદીની મધ્યમાં મધ્યખંડમાં કલ્યાણના વિસ્તારવાળી શ્રેષ્ઠ એવી તુરમણી નામની નગરી છે. સ્વર્ગને પણ તુચ્છ ગણતા તેમાં લોકો સુખપૂર્વક રહેતા હતા. /૧-રી/ સમસ્ત શત્રુઓને જીતી લીધા છે, એવો જિતશત્રુ નામનો ત્યાં રાજા છે. હંમેશાં ઉદયવાળો તેનો પ્રતાપરૂપી સૂર્ય આકાશના સૂર્યને પણ ઝાંખો કરતો હતો અર્થાત્ પ્રૌઢ પ્રતાપી તે હતો. [૩] તે નગરમાં બ્રાહ્મણ ક્રિયાને