________________
બીજા વ્રતની કથા - કાલિકાચાર્ય અને દત્ત
૧૦૩
કહ્યું કે તમે જો જ્ઞાનવાળા રહેલા છો તો કહો, તમારું મૃત્યુ ક્યારે, કેવી રીતે થશે ? I૩૭ll ગુરુએ કહ્યું કે, લાંબા કાળ સુધી વ્રતને પાળીને અંતે સમાધિપૂર્વક મરીને દેવલોકમાં જઈશ. li૩૪ો દુષ્ટ આશયવાળા એવા તેણે આચાર્યને અટકાવવા માટે સેનાપતિને મૂકીને આઠમા દિવસે તારી સમાધિને કરીશ, એ પ્રમાણે બોલતા ઉઠીને મહેલમાં ગયો. અને ક્રોધ સહિત હૃદયમાં વિચાર્યું કે સાત દિવસ અહીં જ છૂપી રીતે હું રહીશ. ૩૫૩વા આઠમા દિવસે આચાર્યની પાસે તેઓને જવાબ આપતો મોટા ઉત્સાહપૂર્વક નરમધ નામનો મહાયજ્ઞ કરાવીશ. /૩૭ી એ પ્રમાણે નિશ્ચય કરીને મહેલમાં કોઈક જગ્યાએ છુપો જ રહ્યો. મૃત્યુથી ડરતો કોઈને પણ ત્યારે દર્શન પણ આપતો ન હતો. ll૩૮
આ બાજુ તે રાજાના વિરક્ત થયેલા સર્વે માંડલિક રાજાઓ મંત્રણા કરીને તેને ધારણ કરવા માટે સંકેત કર્યો. li૩૯ો ભાગ્યથી હણાયેલા દત્તે પણ ત્યારે અપધ્યાન (દુર્ગાન) વડે પાંચ દિવસ પસાર કરીને છઠ્ઠા દિવસને સાતમો દિવસ સમજીને ll૪૦II સર્વ રાજમાર્ગોને ગૃહાંગણની જેમ સાફ કરાવ્યા અને પોતાના દેહની જેમ અંગરક્ષકો વડે રક્ષણ કરાવ્યા. ૪૧સાતમા દિવસે સૂર્યોદય પૂર્વે કોઈક માળી પોતાના બગીચામાંથી પુષ્પનો કરંડીયો લઈને આવતો હતો. I૪૨ા આવેગને ધારણ કરવા માટે અસમર્થ રાજમાર્ગ ઉપર વિષ્ટાને કરીને ફુલો વડે તેને ઢાંકીને જલદીથી (ઝડપથી) તે ગયો. ૪૩ હવે સવારમાં તે દત્ત રાજા, સામંત મંત્રી તેમજ મંડલિક રાજાઓની સાથે સર્વ સામગ્રી પૂર્વક રાજમાર્ગ ઉપર ચાલ્યો. ૪૪ આજે તે અસંબદ્ધ બોલતા આચાર્યને જલદીથી જઈને શિરચ્છેદ વગેરે દ્વારા પ્રાયશ્ચિત્ત આપીશ. Al૪પી તે રાજમાર્ગ ઉપરથી જતાં આ પ્રમાણે બોલતા એવા તેના મુખમાં ઘોડાના ખુરીના અગ્રભાગથી ઉછળીને વિષ્ટાનો લવ પ્રવેશ્યો. ત્યારે ગુરુએ કહેલી ખાતરી સત્ય થવાથી ખેડવાળા થઈને વિચાર્યું કે દુઃખેથી સહન કરાય તેવું મૃત્યુ અને નરક થશે. Il૪૭થી આજે સાતમો દિવસ જ છે, આઠમો નથી. એમ વિચાર્યું. વિસ્મરણ થવાથી હું ચાલ્યો છું. ફરીથી આજે હું મહેલમાં જઉં. ll૪૮ી આ પ્રમાણે દત્ત રાજાએ ચિત્તમાં વિચાર્યું અને કોઈને પણ જણાવ્યા વિના ઘોડાને સભા તરફ જલ્દી વાળ્યો. ૪૯ો ત્યારબાદ તેના સામંતાદિઓને આ શંકા થઈ. જેમ કે આનો વિચાર સારો નથી જે કારણથી આ પ્રમાણે પાછો વળ્યો છે. પણ તેથી આ મહેલમાં પ્રવેશ કરે ત્યારે જ તેને પકડી લેવા યોગ્ય છે. જો તેમ કરવામાં નહિ આવે તો મહેલમાં ગયેલો તે અમને કંદની જેમ ખોદશે. //પ૧ી આ પ્રમાણે તે સર્વે ઈશારાથી વિચારીને ત્યારે જ દત્તને પકડ્યો. (ધારણ કર્યો અને પિંજરામાંથી પહેલાના રાજાને કાઢીને રાજ્ય ઉપર બેસાડ્યો. //પરી ત્યારબાદ તે સર્વેએ ભટણાની જેમ તે રાજાને તે દત્ત અર્પણ કર્યો. રાજાએ પણ તેના પાપરૂપી વૃક્ષનું ફળ બતાવવા માટે ત્યારે તેને કુંભમાં કુતરાની સાથે નાંખીને દ્વારને બંધ કરીને નીચે અગ્નિ પ્રગટાવ્યો. ધમણ વડે ધાતુની જેમ તેને ધમ્યો. //પ૩-૫૪ો. તાપથી પીડિત, ભૂખ્યા એવા કુતરાઓ વડે ટુકડા કરાતો તે દત્ત આર્ત-રૌદ્રધ્યાનરૂપી ભૂજાનું આલંબન લઈને ત્યારે નરકમાં ગયો. પપા વળી કાલિકાચાર્ય લાંબા કાળ સુધી સંયમને પાળીને અંતે શુભધ્યાનનું અમૃતપાન કરતાં દેવલોકમાં ગયા. //પકો દત્તના ડરથી ડર્યા વગર અને પોતાના જીવિતને તૃણની જેમ જાણીને પણ જે પ્રકારે શ્રી કાલિકાચાર્ય ગુરુએ યથાર્થ જ કહ્યું, પણ ખોટું ન બોલ્યા. તેવી જ રીતે સર્વે લોકોએ પણ ખોટું ન જ બોલવું જોઈએ. //પી
તે મૃષાવાદથી અટકવાના વ્રતમાં બ્રાહ્મણ અને કાલિકાચાર્યની કથા કહી. રા.