________________
૯૪
સમ્યક્ત્વ પ્રકરણ
આદરવાળા સબુદ્ધિવાળા એવા તેણે ધન દ્વારા બીજા પણ ચૈત્યોની રક્ષા કરી. તેની વ્યાજ, ધન વગેરેથી વૃદ્ધિ કરી. II૬૮।। પૂર્વે બાંધેલા પાપકર્મ મળને ત્યારે તે તે ધર્મક્રિયાથી ઉત્પન્ન થયેલા સંવેગ રસની ઊર્મિ વડે ધોયા. II૬૯॥ સંકાસ જન્મમાં એકઠા કરેલા પ્રબળ એવા ઉગ્ર કર્મમળને ધોતા, નિર્મળતાને પ્રાપ્ત કરતા એવા શ્રેષ્ઠિપુત્રે અંતે સમ્યક્ સમાધિને સાધતા દેવલોક પ્રાપ્ત કર્યો. |૭|| આ કથાનકને સાંભળીને હમણાં દેવદ્રવ્યના ભક્ષણનો ત્યાગ સર્વ લોકોએ કરવો જોઈએ. સુસત્ત્વશાળી, જાણ્યું છે અરિહંત પરમાત્માના ધર્મનું તત્ત્વ જેણે એવા સર્વ જીવો વડે પ્રયત્નપૂર્વક જિનમંદિરનું રક્ષણ કરવા યોગ્ય છે, તેમ જ તેનું ધન અત્યંત રીતે વધારવા યોગ્ય છે કે જેના વડે પ્રથમ સ્વર્ગ અને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરાય છે. II૭૧॥ દેવદ્રવ્યના ભક્ષણ, ૨ક્ષણ, તેમજ વધારનારના ફલને બતાવતા એવા સંકાશ જીવનું કથાનક સમાપ્ત થયું. II૭૨॥
II એ પ્રમાણે પૂજ્યશ્રી ચક્રેશ્વરસૂરિ મ. વડે આરંભ કરાયેલી તેમના પ્રશિષ્ય શ્રી તિલકાચાર્યે પૂર્ણ કરેલ સમ્યક્ત્વ વૃત્તિમાં પ્રથમ દેવતત્ત્વ વિચારાયું. ॥