________________
સમ્યક્ત્વ પ્રકરણ
અહીં બે વિકલ્પો કહેવામાં આવે છે - જે મુનિ એ પદાર્થો જાતે થઈને માંગે, તેને તે વિશુદ્ધિ હોઈ શકતી નથી. પરંતુ, હવે કદાચ કોઈ તે પદાર્થો લઈ જાય તેને નુકસાન કરે) અને તેની જે ઉપેક્ષા કરે, તેને જે ત્રણ પ્રકારની વિશુદ્ધિ કહી છે, તે ન હોઈ શકે. તેથી તેની અભક્તિ થાય છે. માટે (વિનાશનું) નિવારણ કરવું જોઈએ. ||૧૫૭૦-૧૫૭૧/l
તેવા સંજોગોમાં શાસનના હિત માટે - રક્ષા માટે, સર્વ સંઘે સર્વ શક્તિથી પ્રયત્નમાં લાગી જવું જોઈએ. ચારિત્રપાત્ર સાધુ કે તે સિવાયના અચારિત્રધારી, એમ ગમે તે હોય; કેમ કે - એ સર્વનું એ કર્તવ્ય હોય છે. /૧૫૭૨ી. એ પ્રમાણે ચાર ગાથાનો અર્થ છે. (
૫ત્પષ્ય . ૨૬૬-૭૨) હમણાં દેવદ્રવ્યના પ્રભાવને પ્રગટ કરવાપૂર્વક ભક્ષણ, રક્ષણ અને વધારનારના ફળને બતાવનાર ત્રણ ગાથા કહે છે.
जिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं । भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ ।।५८।। जिणपवयणवुड्डिकर, पभावगं नाणदसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ।।५९।। जिणपवयणवुडिकर, पभावगं नाणदंसणगुणाणं ।
वहुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ।।६।। ગાથાર્થ :- જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન, દર્શન ગુણોનું પ્રભાવક એવું જે દેવદ્રવ્ય તેનું જે પ્રાણી ભક્ષણ કરે છે, તે અનંત સંસારી થાય છે. પટો
જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન ગુણોનું પ્રભાવક જે દેવદ્રવ્ય તેનું જે પ્રાણી રક્ષણ કરે છે, તે અલ્પ સંસારી થાય છે. પલા
જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરાવનારું જે દેવદ્રવ્ય છે, તેની વૃદ્ધિ જે કરે છે, તે તીર્થંકર નામકર્મ બાંધે છે. કoll
ટીકાર્થ : જૈનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન, દર્શન ઉપલક્ષણથી ચારિત્ર ગુણોનો પ્રભાવ વધારનાર. જૈનશાસનની ઉન્નતિ જિનમંદિર વિના થાય નહિ અને દેવદ્રવ્ય વિના દરરોજ જિનમંદિરની સારસંભાળ અથવા જિર્ણશીર્ણનો પુનરુદ્ધાર કરવાને માટે શક્ય નથી તથા તે પૂજા માટેના દ્રવ્ય વડે શ્રાવકો દ્વારા પૂજાદિ કરાતે છતે જ્ઞાન-દર્શન-ચારિત્રગુણો દીપાવાય છે. જે કારણથી અજ્ઞાનીઓ પણ “અહો આ લોકોની બુદ્ધિ તત્ત્વને અનુસરનારી છે” એ પ્રમાણે ઉપબૃહણા-પ્રશંસા કરતાં જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિને ભજનારા થાય છે. તે કારણથી આવા પ્રકારના દેવદ્રવ્યનું ભક્ષણ કરતો અનંત સંસારી થાય છે. કારણ કે તીર્થનો ઉચ્છેદ કરતો હોવાથી અને જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરતો હોવાથી, તેથી દેવદ્રવ્યનું રક્ષણ કરતો અલ્પસંસારી થાય છે. ધાતુઓના અનેક અર્થ થતા હોવાથી ‘દાન' અર્થવાળો ‘રા' ધાતુ અહીં પરિ ઉપસર્ગ પૂર્વક