________________
સમ્યકત્વ પ્રકરણ
ચારે દિશામાં ગુરુનો અવગ્રહ આત્મપ્રમાણ એટલે સાડા ત્રણ હાથ પ્રમાણ હોય છે. તેની અંદર ગુરુમહારાજની રજા વગર પ્રવેશ ન કરી શકાય. (પ્રવ. સારો. ગા. ૧૨૯) ઉપર કહેલા અર્થને કંઈક વિશેષથી બતાવે છે –
निट्ठीवणादकरणं, असक्कहाऽणुचिय आसणाई य ।
आययणंमि अभोगो, इत्थ य देवा उदाहरणं ।।५२।। ગાથાર્થ થુંકવું વગેરેનું ન કરવું, અસત્કથા તથા અનુચિત આસનાદિ જિનમંદિરમાં સેવવું નહિ. અહીં દેવો ઉદાહરણરૂપ છે.
ટીકાર્થ: ઘૂંકવું વગેરે ન કરવું. આદિ શબ્દથી દાંત સાફ કરવા, પગ ધોવા, શરીરનો મેલ ઉતારવો, વગેરે તેમજ સ્ત્રીકથા આદિ અશુભ વાતો તેવું પણ ન કરવું, એ પ્રમાણે જોડવું. અનુચિત આસન આદિ - અહીં ષષ્ઠી વિભક્તિના સ્થાને પ્રથમા કરી છે. તેથી અનુચિત આસન એટલે મોટા તકીયા, નાની ખાટલી, ખુરશી આદિ. તેમજ ચંદન-ફુલ-કુંકુમ-કસ્તૂરિકા વગેરેનું સેવન ન કરવું. આયતન=જિન મંદિરમાં. અહીં આ અર્થમાં દેવો દૃષ્ટાન્તરૂપ છે. પરા/ એ જ વાત કહે છે –
देवहरयंमि देवा, विसयविसमोहिया वि न कयावि ।
अच्छरसाहिं पि समं, हासखिड्डाइ वि कुणंति ।।५३।। ગાથાર્થ - વિષયાસક્ત દેવો પણ જિનભવનમાં અપ્સરાઓની સાથે ક્યારે પણ હાસ્ય, ખેલ વગેરે ચેષ્ટા કરતા નથી.
ટીકાર્ય :- અક્ષરાર્થ સુગમ છે. તત્ત્વાર્થ (તાત્પર્ય) આ પ્રમાણે છે. જો અત્યંત વિષયમાં જ આસક્ત અને હંમેશાં અવિરતિવાળા દેવો પણ અસત્ ચેષ્ટાના ત્યાગ વડે અને સંવૃત આત્મા અર્થાત્ ગોપવેલી ચેષ્ટાવાળા દેરાસરમાં રહે છે. તો દેશવિરતિવાળા આત્માઓએ સુતરાં અસત્ ચેષ્ટાનો પરિહાર કરીને જ રહેવું જોઈએ. I/પ૩ો હમણાં દશ આશાતનાનો ત્યાગ કરવો એમ કહ્યું અને હવે દેવદ્રવ્યના ભક્ષણ ઉપર ચાર શ્લોક બતાવે છે.
भक्खेइ जो उवेक्खेइ, जिणदव्वं सावओ । पनाहीणो भवे जो उ, लिप्पइ पावकम्मणा ।।५४ ।।
आयाणं जो भंजइ, पडिवनधणं न देइ देवस्स । नस्संतं समुवेक्खइ, सो वि हु परिभमइ संसारे ।।५५।। चेइयदव्वं साहारणं च, जो दुहइ मोहियमइओ । धम्म व सो न याणइ, अहवा बद्धाउओ नरए ।।५६।।