________________
દેવતત્ત્વ
ટીકાર્થ સ્પષ્ટ છે. પરંતુ ર કારથી દેવદ્રવ્યની ઉપેક્ષા કરવામાં પણ દોષ છે. ll૪૮. દશ આશાતના કઈ છે ? તે બતાવે છે.
तंबोलपाणभोयण-पाणहथीभोगसूयणनिट्ठवणं ।
मुत्तुचारं जूयं, वजे जिणमंदिरस्संतो ।।४९।। ગાથાર્થ :- શ્રી જિનેશ્વરના દહેરાસરની (જગતીમાં) અંદર મુખવાસ ખાવો, પાણી પીવું, ભોજન કરવું, પગરખા પહેરી રાખવા, મૈથુન સેવવું, શયન કરવું, ઘૂંકવું, લઘુનીતિ, તેમજ વડીનીતિ કરવી તેમજ જુગાર રમવો. આ દશ આશાતનાઓ વર્જવી. II૪૯ો
ટીકાર્થઃ સ્પષ્ટ છે ફક્ત આના ઉપલક્ષણથી – (ર્જિનની સમક્ષ) પલાઠી વાળવી, પગ પસારીને બેસવું, પૂંઠ કરવી, ટેકો દેવો, મોટેથી હસવું, કલહ, વિવાદ, અનુચિત ચેષ્ટા આદિ પણ વર્જવા યોગ્ય છે. ll૪૯
કારણ વગર કે અયત્નથી અવગ્રહના ઉપભોગમાં પણ આશાતના થાય છે. તે અવગ્રહના સ્વરૂપને હવે કહે છે.
सत्थावग्गहु तिविहो, उक्कोसजहन्नमज्झिमो चेव ।
उक्कोस सट्ठिहत्थो, जहन्न नव सेस विञ्चालो ।।५।। ગાથાર્થ :- શાસ્ત્રમાં ત્રણ પ્રકારનો અવગ્રહ કહેવાયેલો છે. ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ. ઉત્કૃષ્ટ અવગ્રહ ૭૦ હાથ, જઘન્ય અવગ્રહ નવ હાથ, બાકી ૧૦ હાથથી ૫૯ હાથનો મધ્યમ છે. પoll
ટીકાર્ય : ફક્ત સત્યાવાદ એટલે તત્ત્વને શીખવે અથવા તત્ત્વનો ઉપદેશ આપે તે શાસ્તા કહેવાય તે તીર્થકર છે. તેનો અવગ્રહ=પરમાત્મા અને આપણી વચ્ચેનો ભૂમિ ભાગ. Ifપવા અને તેથી :
गुरुदेवुग्गहभूमीइ, जत्तउ चेव होइ परिभोगो ।
इट्ठफलसाहगो सय, अणिट्ठफलसाहगो इहरा ।।५१।। ગાથાર્થ :- દેવ અને ગુરુની ભૂમિનો યત્નપૂર્વક જ પરિભોગ હંમેશાં ઈષ્ટફળને સાધનાર થાય છે, અન્યથા પરિભોગ તો અનિષ્ટ ફળને સાધનાર થાય. પ૧/l
ટીકાર્ય :- ગુરુ અને દેવની અવગ્રહ (ભૂમિ)માં પરિભોગ યત્નથી જ એટલે કે આશાતનાના ડરપણાથી અંગોપાંગને સંકોચવા રૂપ પ્રયત્ન વડે થાય છે. વૈયાવચ્ચ કે પૂજા વગેરે માટે બેસવું, ઊભા થવું, ચાલવારૂપ જે પરિભોગ તે ઈષ્ટફલને સાધનારો છે અને તે જ મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે. “સા' હંમેશાં. ઈતરથા એટલે વૈયાવચ્ચ વગેરેના કારણ વગર અવગ્રહની ભૂમિનો ઉપભોગ કરવામાં આવે તો તે દુર્ગતિનું કારણ છે. અહીં દેવતત્ત્વની વિચારણા ચાલી રહી છે, તેમાં ગુરુનો અવગ્રહ કેમ કહ્યો ? સાચું જ છે. અવગ્રહનું સામ્યપણું બંનેમાં હોવાથી ગુરુનો પણ ઉલ્લેખ કર્યો. તેનું અવગ્રહ પ્રમાણ આ પ્રમાણે –
પલાઠી એટલે બે હાથ વડે બે પગને વીંટીને બેસવું તે.