________________
८०
સમ્યક્ત્વ પ્રકરણ
કારણથી બાર વર્ષ સુધી રાજ્યથી ભ્રષ્ટ અને પ્રિયાનો વિયોગ થયો. [૯૫૮॥ આ સાંભળીને ધર્મના રંગથી તરંગિત અર્થાત્ રંગાયેલ નળ રાજાએ, દમયંતીની કુક્ષીરૂપી સરોવ૨માં હંસ સમાન એવા પુષ્કલ નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. II૯૫૯॥ ત્યાર બાદ નળે દમયંતીની સાથે ગુરુની પાસે પ્રવ્રજ્યા સ્વીકારીને વિહાર કર્યો. શ્રુતને ગ્રહણ કરતાં પરિષહોને સહન કરતા હતા. Il૯૬૦॥ એક વખત કર્મના વિચિત્રપણાથી દુય એવા કામનું સ્મરણ થવાથી કોઈપણ રીતે નળ રાજર્ષિનું મન દમયંતીમાં આસક્ત બન્યું. ૯૬૧|| ગુરુએ તે રાજર્ષિને પૂર્વે થયેલા સ્થૂલભદ્ર આદિ મહામુનિઓના દૃષ્ટાંત દ્વારા મધુર શીતલ વાક્યો વડે ઘણી રીતે બોધ પમાડ્યો. ૯૬૨॥ પરંતુ બોધ પામ્યા નહિ. શિથિલ થયેલા તેને પિતા સુદેવે આવીને બોધ પમાડ્યો. નળે તપને તપતા અનશનનો સ્વીકાર કર્યો. [૯૬૩॥ નળના અનુરાગથી દમયંતીએ પણ તેવો જ તપ કર્યો. નળ મરીને કુબેર નામનો દિક્પાલ દેવ થયો. દમયંતી તેની પ્રિયા થઈ. II૯૬૪।। ઘણો ધર્મ ક૨વા છતાં કંઈક વ્રતની વિરાધનાથી તે બંનેને હલકા દેવલોકમાં દેવપણારૂપ ફલ પામ્યા. ૯૬૫। હવે મનુષ્યપણું પ્રાપ્ત કરીને ઉજ્જ્વળ એવા ચારિત્રને મેળવીને સમસ્ત કર્મોને બાળીને બંને સિદ્ધિપદને પામ્યા. ૯૬૬) નળ રાજા અને દમયંતીએ પૂર્વ જન્મમાં કરેલી ભગવંતની અદ્ભૂત પૂજા વડે એકઠા કરેલ પુણ્યથી ઉત્તમ એવા અર્ધા ભરતના રાજ્યને પ્રાપ્ત કર્યું. તેમજ જન્માંતરમાં અનંત સુખ અને મોક્ષને પામ્યા. II૯૬૭।। તેથી હંમેશાં તીર્થંકરના પૂજનમાં આપ સર્વે પણ તૈયાર થાઓ. જેથી આપને પણ આલોક અને પરલોકના સુખનો યોગ મુઠ્ઠીમાં થશે. II૬૮॥
પૂર્વ જન્મમાં કરેલ દેવની પૂજાના ફળ ઉપર નલ દમયંતીની કથા.
અહીં કેટલાક કેટલીક પ્રતિમાની પૂજાને કહે છે. તે આ પ્રમાણે તેઓના મતો જણાવાય છે. गुरुकारियाइ केइ, अन्ने सइ कारियाइ तं बिंति ।
विहिकारियाइ अन्ने, पडिमाए पूयणविहाणं ।।२५।।
ગાથાર્થ :- ગુરુથી વડીલજન અર્થાત્ માતા-પિતા દાદા વગેરે વડે કરાવાયેલી એમ કેટલાક કહે છે. અન્ય વળી પોતે ભરાવેલી, અન્ય વળી વિધિથી કરાવેલી પ્રતિમાના પૂજન વિધાનને કહે છે.
ગુરુ એટલે માતા-પિતા-દાદા તેઓ વડે કરાવાયેલી પ્રતિમા એમ કેટલાક કહે છે. અન્ય વળી સ્વયં કરાવેલીને, વળી અન્ય કેટલાક વિધિપૂર્વક કરાવેલી પ્રતિમાના પૂજાવિધાનને કહે છે. પરંતુ આ મતો જ છે. કાર્યપક્ષ તો – અરિહંત પરમાત્માની પ્રતિમાને જોઈ એને પૂજવી જોઈએ અર્થાત્ બહુમાન કરવું જોઈએ, નહિતર અવજ્ઞા થાય. I॥૨૫॥
-
હવે વિશેષ પૂજાની વિધિને કહે છે.
सुत्तभणिण विहिणा, गिहिणा निव्वाणमिच्छमाणेण ।
लोगुत्तमाण पूया, निचं वि य होइ कायव्वा ।। २६ ।।
ગાથાર્થ :- નિર્વાણને ઇચ્છતા ગૃહસ્થોએ આગમમાં કહેલી વિધિ વડે અરિહંત પ્રતિમાની પૂજા હંમેશાં કરવી જોઈએ. ર૬॥