________________
સમ્યક્ત્વ પ્રકરણ
ઇચ્છાવાળા છો ? તે કહો. ૯૦૩ll સાધુએ કહ્યું કે રોહીતક સ્થાનથી મેં પ્રયાણ કર્યું છે અને તીર્થને વંદન કરવા માટે અષ્ટાપદ પર્વત પર જવા ઇચ્છું છું. ll૯૦૪ પરંતુ આપ બંનેએ મને સાર્થથી વિખૂટો કર્યો. જેથી મને યાત્રા ન થઈ. કેમ કે કલ્યાણકારી કામો ઘણા વિપ્નોવાળા હોય છે. ll૯૦પા સાધુની આ વાણી સાંભળતા મંત્રથી સાપના ઝેરની જેમ તે બંનેનો કોપ ગળી ગયો (દૂર થયો) ૯૦વા તે બંનેની આÁદષ્ટિ જોઈને તેઓમાં યોગ્યતા જાણીને વિચક્ષણ સાધુ ભગવંતે દયાપ્રધાન અરિહંત પરમાત્માનો ધર્મ કહ્યો. I૯૦ણી પૂર્વે નહિ સાંભળેલા શ્રેષ્ઠ એવા તે ધર્મને સાંભળીને તે દંપતી ખુશ થયા. અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થતાં કોણ ખુશ ન થાય ? ૯૦૮ી નિર્દોષ એવા આહાર, પાણી તેમને વહોરાવ્યા અને કેટલોક કાળ સુધી ઉપાશ્રયમાં જ રાખ્યા. ll૯૦૯ો ધર્મરૂપી જ્ઞાનાંજન વડે અજ્ઞાનરૂપી ગાઢ અંધકારને છેદીને તે બંનેની દૃષ્ટિ નિર્મળ કરીને મુનિ અષ્ટાપદ તરફ ગયા. ૯૧૦માં સાધુના સંગમથી જે શ્રાવક ધર્મ ત્યારે પ્રાપ્ત થયો તેને ઇચ્છિત પુત્રની જેમ તે બંને પાળતા હતા. I૯૧૧ી એક વખત ધર્મમાં દઢ કરવા માટે શાસનદેવતા વીરમતી રાણીને અષ્ટાપદ પર્વત પર લઈ ગઈ. I૯૧૨તે તે વર્ણ પ્રમાણવાળા અરિહંતના બિંબોના દર્શનમાં રાણી તેવા કોઈક આનંદને પામી કે જે આનંદ વાણીનો વિષય થતો નથી. I૯૧all ચોવીશ અરિહંત પરમાત્માને વંદન કરીને ઉઠેલી શ્રદ્ધાળુ એવી રાણીને દેવી વડે ત્યારે જ પોતાના નગરને પ્રાપ્ત કરાવાઈ. ll૯૧૪ો મારા વડે મહાન તીર્થને વંદન કરાયું છે, એ પ્રમાણે શ્રદ્ધાના અતિરેકથી ચોવીશે પરમાત્માના ૨૦, ૨૦ આયંબિલ વીરમતી રાણીએ કર્યા. ll૯૧પી ઉછળતી કાંતિના કલ્લોલવાળા ઉપર સ્થાપેલા માણેકવાળા સુવર્ણમય તિલકોને તેણીએ અરિહંત પરમાત્માને માટે કરાવ્યા. ૯૧૭ll એક વખત રાજાની સાથે અષ્ટાપદ પર્વત પર જઈને રાણીએ સ્વયં સર્વે અરિહંત પરમાત્માને અભિષેક કરીને પૂજ્યા. I૯૧થી તે જિન બિંબોના ભાલ પર તત્કાળ ઉત્પન્ન થયેલા પુણ્યરૂપી વૃક્ષના વિકસેલા પુષ્પ સમાન તિલકોને રાણીએ મૂક્યા. ૯૧૮ તીર્થયાત્રા માટે આવેલા સાધુ આદિને પ્રતિલાલ્યા (વહોરાવ્યું) એ પ્રમાણે તેના તપનો ઉઘાપના મહોત્સવ તેણીએ કર્યો. ૯૧૯ની લોકો અને રાજા વડે હે દેવી ! તું ધન્ય છે. તું પુણ્યશાળી છે. એમ વારંવાર સ્તુતિ કરાતી વીરમતી પોતાના નગરમાં આવી. ll૯૨lી શરીરથી ભિન્ન અને મનથી ભિન્ન નહિ એવા ધર્મ કર્મમાં લીન એવા તે બંનેએ કેટલોક કાળ પસાર કર્યો. ll૯૨૧I સરખી સમાધિવાળા એવા તે બંને કાળધર્મ પામીને દેવલોકમાં દંપતિપણા વડે શોભતા દેવ થયા. II૯૨૨ા ત્યાંથી ચ્યવને મમ્મણનો આત્મા આ જંબૂઢીપના ભરત ક્ષેત્રમાં બહલી દેશના મુગટ સમાન પોતનપુર નગરમાં ધમિલ નામના ભરવાડની રેણુકા પત્ની તે બંનેને વિનયથી ઉજ્જવળ એવો ધન્ય નામનો પુત્ર થયો. l૯૨૩-૯૨૪) વીરમતીનો જીવ દેવલોકથી Aવીને પૂર્વભવના રાગથી ધન્યની ધૂસરી નામની પત્ની થઈ. /૯૨પી ધન્ય હંમેશાં અરણ્યમાં પોતાની ભેંસોને ચરાવતો હતો. કેમ કે ભરવાડોના જીવનની આજીવિકા આ જ છે. ll૯૨વા દુર્દિનો વડે નીલવર્ણના ઉત્તરીય વસ્ત્રને પહેરેલો હોય તેવા આકાશને કરતો હોય તેવો, ગર્જનાના બહાનાથી લાંબા કાળે આવેલા લોકને બોલાવતો હોય તેવો, દૂધ જેવી ઉજ્વલ પાણીની ધારાઓ વડે પોતાના યશને વિસ્તારતો હોય તેવો, પોતાના સંગમથી નવા અંકુરાઓ વડે પૃથ્વીને પુલકિત કરતો હોય તેવો, બંદી પાઠકોની જેમ મોરો વડે કેકારવો દ્વારા યાચના કરાતો હોય તેવો, પ્રકાશિત વીજળીની ક્રિયાના બહાનાથી તેમાંથી સુવર્ણને છોડતો હોય તેવો, ઈન્દ્રધનુષને ધારણ કરતો, લોપી નાંખ્યો છે સૂર્યને જેણે એવો વરસાદ ચારે બાજુથી હવે એકવાર અવતર્યો. l૯૨૭-૯૨૮-૯૨૯-૯૩૦ના કુંભાર જેમ માટીને ખૂંદતો તેમ જાનુ સુધીના કાદવને ખૂંદતો ભેંસને ચરાવનાર ધન્ય ગાઢ વરસાદ વરસતે છતે જતો હતો. ll૯૩૧// પડતા પાણીને ચારે બાજુથી રોકનાર એવા