________________
સમ્યક્ત્વ પ્રકરણ
“પરમ ભક્તિ વડે એટલે પ્રકૃષ્ટ રીતે પ્રદક્ષિણા દેવી વગેરે રૂપ આદરપૂર્વક કાયાની ક્રિયા વડે” એ અર્થ છે. આગમમાં કહેલી જ વંદનવિધિને કહે છે.
पंचविहाभिगमेणं, पयाहिणतिगेण पूयपुव्वं च ।
पणिहाणमुद्दसहिया, विहिजुत्ता वंदणा होइ ।।३०।। ગાથાર્થ :- પાંચ અભિગમ અને પ્રદક્ષિણાત્રિક વડે તેમજ પૂજા પૂર્વક પ્રણિધાન-મુદ્રા સહિત કરાયેલી વંદના વિધિયુક્ત કહેવાય છે. ll૩oll
અહીં વિશેષણમાં તૃતીયા વિભક્તિ કરી છે. તેથી “પર્શવધારામેન પ્રક્ષિત્રિા ” માં તૃતીયા વિભક્તિથી દશે ય ત્રિકો સૂચવી છે. પૂના પૂર્વ ૨ - પહેલા પૂજા કરીને એ અર્થ કરવો. પ્રણિધાન મુદ્રા વડે સહિત વિધિયુક્ત વંદના થાય છે. અહીં દશત્રિકની અંદર સમાવેશ થઈ ગયો હોવા છતાં પણ પૂજાત્રિક, પ્રણિધાનત્રિક અને મુદ્રાત્રિકનું જુદુ ગ્રહણ, તે સર્વત્રિકનું પાલન કદાચ ન થઈ શકે તોપણ આ ત્રણ ત્રિક તો અવશ્ય કરવા યોગ્ય છે. તે બતાવવા માટે છે. ૩oll પાંચ પ્રકારના અભિગમને જ કહે છે.
दव्वाण सचित्ताणं, विउसरणमचित्तदव्वपरिभोगो । मणएगत्तीकरणं, अंजलिबंधो य दिट्टि पहे ।।३१।। तह एगसाडएणं, उत्तरसंगेण जिणहरपवेसो ।
पंचविहोऽभिगमो इय, अहवा वि य अनहा एस ।।३२।। ગાથાર્થ :- સચિત્ત દ્રવ્યનો ત્યાગ, અચિત્ત દ્રવ્યનો અત્યાગ, મનની એકાગ્રતા, દષ્ટિપથ પડતા અંજલિબદ્ધ પ્રણામ તથા એકશાટિ ઉત્તરાસંગ આ પ્રમાણેના પાંચ અભિગમ જિનેશ્વરના મંદિરમાં પ્રવેશતાં છે અથવા બીજા પણ છે. ૩૧-૩૨ી.
ટીકાર્થ:- પૂજાના ઉપકરણને છોડીને વિભૂષાને માટે કરેલા એવા ફુલ તાંબૂલ વગેરેનો ત્યાગ કરવો. તેમજ અચિત્ત કડાં, કંદોરા, ઝાંઝર વગેરેનો અત્યાગ તથા મનની એકાગ્રતા એટલે મનમાં એક ધર્મનું જ આલંબન. તેમજ સ્વામી દૃષ્ટિપથમાં આવતે છતે અંજલિબદ્ધ એટલે મસ્તક ઉપર બંને હાથને ડોડાની જેમ ભેગા કરી સ્થાપવા. ll૩૧/l.
તથા એકશાટિ ઉત્તરાસંગ પહેરીને જિનેશ્વર ભગવંતના મંદિરમાં જવું. આ પાંચ પ્રકારના અભિગમ (વિનય) છે, તેમજ બીજી રીતના પણ પાંચ અભિગમ છે. પિ અને એ સમુચ્ચય અર્થવાળા છે. ૩૨
अवहट्टुरायककुहाई, पंचवररायककुहरुवाई ।
खग्गं छत्तोवाणह, मउडं तह चामराउ य ।।३३।। ગાથાર્થ :- પ્રબળ રાગાદિને કહેનારા શ્રેષ્ઠ એવા પાંચ રાજચિહ્નોનો ત્યાગ કરવો. ખગ્ન, છત્ર, મોજડી, મુગટ તેમજ ચામર.