________________
૭૧
નળ દમયંતી
દમયંતીએ કહ્યું કે પોતાના દોષને હું જાણતી નથી. ૭૨૮ પહેલાં પણ પોતાનો આત્મા તેમને અર્પણ કરેલો જ હતો. વનમાં પણ સાથે જ પ્રસ્થાન કર્યું હતું. સ્વપ્નમાં પણ બીજા પતિને ઇચ્છતી નથી. તો પણ હું ત્યજાઈ. ll૭૨૯ો અથવા તો અમંગળ દૂર થાઓ. આર્યપુત્રે મને ત્યજી નથી. અરે ! તો વળી શું? મારા આનંદને માટે આ મશ્કરી કરી છે. (અર્થાત્ સંતાઈ ગયા છે.) II૭૩૦ના આકાશને લક્ષ્ય કરીને કહ્યું કે હે નાથ ! મનુષ્ય વગરના વનમાં બીકણ અને એકલી હું છું. એથી જલદી આવો, આવો. મશ્કરી વડે સર્યું. l૭૩૧// આકાશમાં ફરી પડઘાને સાંભળીને, શું આ મને બોલાવે છે ? હું પાસે આવું છું એ પ્રમાણે ઝડપથી દોડે છે. ll૭૩૨ll. ગંધારે કહ્યું, “હે આર્ય ! સંભળાતો આ પ્રતિશબ્દ અર્થાત્ પડઘો ખરેખર ઉચ્ચારણના વેગથી ઉત્પન્ન થયેલો તારો જ છે. (અર્થાત્ આ નળનો શબ્દ તારા વડે નથી સંભળાયો.) હે આર્ય ! રહીને આ અવાજ કેમ ? ગંધારે કહ્યું, હવે શું ? કહેવાનો ભાવ એ કે, દમયંતીએ ગંધારને કહ્યું કે, ક્ષણવારના વિલંબથી કેમ આ સંભળાય છે ? ત્યારે ગંધારે કહ્યું, તને સમજાવવા માટે હવે મારી શક્તિ નથી. ૭૩૭ll હવે પોતાના પડછાયાને જોઈને એકાએક ઊંચે સ્વરે દમયંતીએ કહ્યું કે ભાગ્ય યોગથી તું જોવાયો છે. જોવાયો છે. હે નાથ હમણાં ક્યાં જાવ છો ? Il૭૩૪ll વેગથી દોડીને વળી રહીને સત્કાર કર્યો. બાષ્પવાળા ગંધારને કહ્યું કે બંને પગો દર્ભના અંકુરો વડે વીંધાયા છે. તે આર્ય ! મારા આ દભકુરોને દૂર કરો. અથવા તો ઊભો રહે, ઊભો રહે. સ્વયં જ હું દૂર કરીશ. પરપુરુષનો સ્પર્શ પણ હું કરતી નથી. ll૭૩પ-૭૩૬ll રાજા જલદીથી ઊઠીને તેણીને સતી છે એ પ્રમાણે નમસ્કાર કર્યો ત્યારે જીવલે કહ્યું કે હે દેવ ! આ શું, પોતાના સિંહાસને બેસો. I૭૩૭ી નટોની જ આ ઘટના છે. લજ્જાથી નમેલો રાજા બેઠો. આંસુ સારતા નળે દુઃખને મનમાં વિચાર્યું. ll૭૩૮
કાન બહેરાપણાને પામો, આંખો અંધત્વને પામો. જે રીતે આનું રુદન છે, તે હું સાંભળી શકું તેમ નથી અને આની દુર્દશા હું જોઈ શકું તેમ નથી. ૭૩૯ ગંધારે પૃથ્વીને કહ્યું કે હે દેવી ! ભાગ્યવશથી પગ વડે જતી આ દેવીને કેમ ઘાસની સોય વડે વીંધો છો ? I૭૪૦ સ્ત્રીઓની આપત્તિમાં તારે સ્ત્રીઓની સહાય કરવાને માટે જ ઉચિત છે. નળ રાજા પુરુષાર્થ કરે. તે પુરુષ છે. જે પુરુષાર્થ કરે. ll૭૪૧// મંત્રીએ રોષપૂર્વક ઊઠીને હા ! હા ! નિર્દય કુશીલવ ! તેને પણ તું રાજા કહે છે ? કે જેણે પતિવ્રતાને ત્યજી. ૭૪રી રાજાએ કહ્યું કે હે અમાત્ય ! સ્વસ્થ થા, ખરેખર આ નાટક છે. હવે લજ્જા સહિત અમાત્ય બેઠો. નળે હવે રાજાને કહ્યું. I૭૪૩ હે રાજન્ ! વનમાં આણીનો ત્યાગ કરનાર નળનો દોષ નથી. રાજાએ કહ્યું કે તો જે આની દુર્દશાને જુવે છે તેઓનો દોષ છે શું ? |૭૪૪ નળે કહ્યું, પરંતુ આ રાજાઓની નીતિઓ વડે આ કર્મચંડાલ ત્યારે જ ભસ્મસાત્ ન કરાયો તેનો દોષ છે. ૭૪પી રાજાએ રોષપૂર્વક કહ્યું, હે કુબડા ! તું ફોગટ રાજાઓને ઉપાલંભ આપે છે. જે કારણથી તેઓ પાપીઓને જોતા પણ નથી. ll૭૪લા પિંગલે કહ્યું કે ! હે આયેં ! તારો આ પાપી પતિ નથી. પરંતુ આ તો તારી પ્રતિષ્ઠાયા છે. ત્યારબાદ દમયંતીએ કહ્યું. ll૭૪ વળી શું આર્યની છાયા એ જ મારા માટે આર્યપુત્ર નથી ! તો સત્ય છે, હું ત્યજાયેલી જ છું. ત્યાર પછી પોતાને જોઈને ફરીથી કહ્યું. તે હાર ! તમે વિહાર કરો, કામદેવ મને પીડો નહિ. નલ વિના સર્વે શૃંગાર મને અંગારા સમાન છે. ||૭૪૮-૭૪૯ રાજાએ એકાએક ઉઠીને કહ્યું કે હે પતિવ્રતા ! હે પતિવ્રતા ! પ્રાયઃ અહીં પ્રાણીઓનો અર્થાત્ મનુષ્યોનો પ્રેમ નાશવંત છે. ll૭૫oll વિશેષથી તારા પતિને શોધીને સમર્થ થા. અહીં આવ. તું અમારી દીકરી, માતા તથા દેવતા છે. II૭૫૧ી સપણે કહ્યું કે હે દેવ ! આ વારંવાર વ્યામોહ કેવો? ખરેખર સ્વામીને વિજ્ઞપ્તિ કરીએ છીએ. આ તો નાટકના પાઠ ભજવાય છે. ll૭પરી તેથી હે દેવ ! આપ આસનને અલંકૃત