________________
st
સમ્યક્ત્વ પ્રકરણ
આ નાટક શરૂ થાય છે. હે દેવ ! આ બાજુ જોવાને માટે સાવધાન થાઓ. ૭૦૨ નળે વિચાર્યું કે, આ કોણ ? હું જ નળ છું. કિંતુ અપાર એવા આ જગતમાં નામનું સરખાપણું દુર્લભ નથી (અર્થાત્ સરખા નામવાળા ઘણા હોય છે.) Il૭૦૩ll
રાજાએ કહ્યું કે, હું તો સાવધાન છું. તેથી જલ્દીથી નાટક પ્રસ્તુત કરો. ત્યારે આર્યપુત્ર ! મારું રક્ષણ કરો, રક્ષણ કરો. એમ ગીત ગવાયું. ૭૦૪l અપાર વિકરાળ જંગલી પશુવાળા જંગલમાં જાણે આકાશ પરથી પડેલી પૃથ્વી વડે ધારણ કરાયેલી એકલી હું ભય પામું છું. I૭૦પા નળે ત્યારે વિચાર્યું કે જેમ મારા વડે તેમ કોઈ દુરાત્મા વડે પણ ગાઢ જંગલમાં એકલી પ્રિયતમા (પ્રેયસી) ત્યાગ કરાઈ છે. ll૭૦૬ો રાજાએ કહ્યું કે, હે મહામાત્ય ! નાટકની શરૂઆતમાં પહેલા જ મોટા કષ્ટપૂર્વક અત્યંત કરુણ રસ છે. ll૭૦૭ી પડદા ઉપર ગાવાવાળાઓએ કહ્યું કે પિંગલ ! આ તપસ્વીનીને અનુકૂળ થઈને જલદીથી સાર્થપતિ પાસે લઈ જાઓ. I૭૦૮ તે સાંભળીને સૂત્રધારે વિચાર્યું કે જે આ નાટક છે. ગાવાવાળા, દમયંતી અને પિંગલના વેષવાળાનો આડંબર કરાય છે. II૭૦૯ તે કારણથી નાટક સંબંધી પ્રવૃત્તિને હું જાણું છું. તેથી અહીં હમણાં હું પણ કાલને ઉચિત કાર્યાતરને અનુસરું. ૭૧૦માં આ પ્રમાણે વિચારીને તે બહાર નીકળ્યો ત્યારે ત્યાં દમયંતી, પિંગલ અને ગાવાવાળાઓએ પ્રવેશ કર્યો. તેમાં ગાંધાર બોલ્યો. I૭૧૧હે આર્યા! પ્રલાપો વડે સર્યું. અચલપુર જવાની ઇચ્છાવાળો ધનદેવ નામનો સાર્થપતિ છે. તેની પાસે આવ. ૧૭૧રી દમયંતીએ કહ્યું કે હે આર્ય ! પોતાના પતિને હું શોધીશ. તેણે કહ્યું, તારો પતિ કોણ ? તેણીએ કહ્યું : નિષધનો પુત્ર નળ. ||૭૧૩ નળ વિચાર્યું, પાપાત્મા નળ ! તું કેમ ઓગળી જતો નથી. નિચ્ચે દેવી નથી. જો એમ હોય તો નાટકમાં પ્રતિકૃતિ શા માટે ? I૭૧૪ પિંગલે ક્રોધપૂર્વક કહ્યું કે હે આર્યા! અનાર્યકાર્ય કરનારા વડે શું? ચંડાળ વડે પણ આવું ન કરાય તેથી સાર્થેશ પાસે આવ. ll૭૧પોરાજાએ હર્ષપૂર્વક કહ્યું, હે નટ ! સારું, સારું. સ્વપ્નમાં અદશ્યની જેમ કોણ આ છે ? જેના વડે આ એકલી ત્યાગ કરાયેલી છે. ll૭૧વા ગંધારે રોષપૂર્વક કહ્યું કે હે ભોળી ! તું ક્યાંય પણ શોધ કર. અસ્પૃશ્ય, અશ્રાવ્ય અને અગ્રાહ્ય નામવાળો તે નળ છે. ll૭૧ળી દમયંતીએ કહ્યું, સરોવરમાં મારા માટે પાણી લેવા ગયા હશે. તેથી હું ત્યાં શોધીશ. ત્યારે ગંધારે કહ્યું, હે બાલા ! તું મૂઢ છે. સૂતેલી એવી તારો ત્યાગ કરનાર તે શઠ શું તારા માટે પાણી લેવા ગયા હશે. તેણીએ કહ્યું, તમે આમ ન બોલો. II૭૧૯ આર્યપુત્રને પ્રાણથી પણ અતિવલ્લભ હું છું. રાજાએ કહ્યું કે પતિનો પ્રેમ તારા ઉપર તજવા વડે જ જણાયો. ૭૨૦ના દમયંતીએ સરોવરને પ્રદક્ષિણા કરીને કહ્યું કે શું અહીં પ્રિય નથી ? ભલે આ ચક્રવાકીને પ્રિયના સમાચારને પૂછું. ૭૨૧/ હે સખી ! ચક્રવાકી ! જલદીથી મારા પ્રિયનું કેમ તું કહેતી નથી ? તને હંમેશાં પ્રિયના વિયોગથી ઉત્પન્ન થયેલું દુઃખ પ્રત્યક્ષ જ છે. ll૭૨૨ી દમયંતીએ ક્ષણવાર રહી કહ્યું, પ્રિયના પ્રણયથી ગર્વિત થયેલી આ પ્રત્યુત્તર આપતી નથી. હવે રોષપૂર્વક તેણીને આક્ષેપ કર્યો. II૭૨૩ હે અલી ચક્રવાકી ! તારો પ્રિયના પ્રણયનો ગર્વ કેવો છે ? મારા વિષે તો પતિનો પ્રણય છે, તે વાણીને પણ અગોચર છે. li૭૨૪ો ગંધારે કહ્યું કે હે આર્ય ! આ પક્ષિણી શું જાણે ? દમયંતીએ કહ્યું, હું અન્યને પૂછીશ. એમ કહી બીજાને જોઈને તેણી બોલી. ૭૨પા હે ભાઈ મોર ! હે તાત મૃગ ! હે માતા હાથિણી ! તમને હાથ જોડીને કહું છું. જલદીથી મારા ઉપર મહેરબાની કરીને કહો કે, દમયંતીને શોધતો અવિરત આંસુઓ વડે સમસ્ત પૃથ્વીને કાદવ સરખી કરતો એવો નળ આ વનમાં તમારા વડે ક્યાંય પણ જોવાયો છે ? II૭૨૯-૭૨ા પિંગલે કહ્યું કે હે આર્યો ! તું તેના વડે કેમ ત્યાગ કરાઈ છે ? રડતી એવી