________________
ઉદાયન કથા
૨૩
ઉદાયન રાજર્ષિને આવેલા જાણીને હવે શંકાવાળા થયેલા તે પ્રધાનોએ વિચાર્યું. નિચ્ચે આ રાજર્ષિ અમારા વડે ગ્રસ્ત કરાયેલા રાજ્યને આંચકી લેશે. (૪૭૩) અમારા વૃત્તાંતને જાણીને આ કેશીને શિક્ષા કરશે. તેથી આચારને અનુરૂપ અમોને તે સન્માન કરશે. (૪૭૪) એ પ્રમાણે આત્મભીરૂ, પાપી એવા તેઓ રાજાને (બુઢ્ઢાહ કરવા માટે) ઊલટું સમજાવવા માટે કહ્યું. તમારા મામા તપ રોગ વડે કંટાળેલા સ્પષ્ટ દેખાય છે. (૪૭૫) તેથી આ પોતાના રાજ્યને ગ્રહણ કરવા માટે કંડરીકની જેમ નિચે આવ્યા છે. તેથી આના વિશ્વાસમાં રમતા નહિ (રમણીય નથી). (૪૭૬) કેશીએ પણ કહ્યું, શું કહો છો ? મામા રાજ્યને ભલે ગ્રહણ કરો, રામના આદેશને કરનાર ભરતની જેમ મારે મામાનો આદેશ કરવા યોગ્ય છે. (૪૭૭) તેઓએ કહ્યું, રાજ્ય તારા પુણ્ય વડે પ્રાપ્ત કરાયું છે, અન્ય કોઈ વડે નહીં. જો એ પ્રમાણે ન હોય તો પોતાનાં પુત્રને મૂકીને ભાણેજને કોણ રાજ્ય આપે ? (૪૭૮) અને હે દેવ ! આ રાજનીતિ છે, જેથી પિતા પાસેથી પણ રાજ્ય બળાત્કારે ગ્રહણ કરાય તો આપેલા રાજ્યને કેવી રીતે મૂકાય ? (૪૭૯) એ પ્રમાણે તે ધૂર્તો વડે ભ્રમિત કરાયેલો તે રાજા મામાને વિષે વૈરી જેવો થયો. શું કરું ? એ પ્રમાણે પ્રધાનોને પૂછ્યું. તેઓએ પણ કહ્યું, વિષને અપાય. (૪૮૦) એક ગોવાળ દ્વારા મૂઢ એવા કેશીએ ત્યારપછી તે મુનિને વિષમિશ્રિત દહીં અપાવ્યું. સંસારમાં શું અસંભવ હોય ! (૪૮૧) ત્યારબાદ તે મુનિને દાનને માટે બીજા પણ ભિક્ષાના ઘરોમાં તે દુષ્ટ અમાત્યોએ વિષ સહિત દહીં કરાવ્યું. (૪૮૨)
હવે ગ્રહણ કરેલા દહીંમાંથી વિષને હરણ કરીને દેવતાએ મુનિને કહ્યું, તારા વડે અહીં દહીં ગ્રહણ કરવા યોગ્ય નથી. જે કારણથી વિષસહિત દહીં તું પ્રાપ્ત કરીશ. (૪૮૩) ત્યારપછી ત્યાગ કરેલા દહીંવાળા સાધુને ફરી વ્યાધિ વૃદ્ધિ પામ્યો. ખરેખર ! નહીં શાંત કરેલા અગ્નિની જેમ ઔષધ રહિત વ્યાધિ વધે છે. (૪૮૪) ત્યારપછી તે રોગની શાંતિને માટે સાધુએ ફરી પણ દહીં ગ્રહણ કર્યું. ત્યારે પણ તે દેવીએ ત્રણ વાર વિષને દૂર કર્યું. (૪૮૫) એક વખત તે દેવી ત્યાં પ્રમાદ વડે ન આવી અને ત્યારબાદ રાજર્ષિએ વિષસહિત દહીં વાપર્યું. (૪૮૬) પરંતુ ચરમશરીરી હોવાથી અને તપના પ્રભાવથી પણ વિષ મૃત્યુ આપનાર ન થયું. પરંતુ માત્ર તાપને કરનાર થયું. (૪૮૭) ત્યારપછી બુદ્ધિમાનું રાજર્ષિ વિષના તાપ વડે પોતાના અંતને જાણીને અનશન કર્યું અથવા કોણ પોતાના અર્થમાં મૂંઝાય ? (૪૮૮) અને તે એક માસ અનશનને પાળીને કેવળજ્ઞાનને ઉત્પન્ન કરીને અંતિમ રાજર્ષિ ઉદાયન સિદ્ધ થયા. (૪૮૯) હવે મુનિના નિર્વાણ પછી તે દેવી આવી અને અપરાધ કરનાર રાજાદિને વિષે કાળરાત્રિની જેમ કોપાયમાન થઈ. (૪૯૦) ક્રોધ વડે અંધ થયેલા તે દેવીએ ત્યારે સમસ્ત તે નગરને ધૂળની વૃષ્ટિ વડે સ્થલરૂપ કર્યું અને ધૂળની વૃષ્ટિથી તે દેવી વિરામ ન પામી. (૪૯૧) તે મુનિના અતિ ભક્તિવાળા શય્યાતર કુંભારને કેવલ અભય આપીને વિતભય નગરથી હરણ કર્યો (૪૯૨) અને સિનપલ્લીમાં તેને લઈ જઈને દેવતાએ તેને રાજા કર્યો અને કુંભકારકૃતિ એ પ્રમાણે નામ વડે તે નગરને કર્યું. (૪૯૩) આ બાજુ અભીચિકુમાર પણ કોણિક વડે ગૌરવ સહિત સત્કાર કરાતો વિદેશમાં પણ સ્વદેશની જેમ સુખેથી રહ્યો (૪૯૪) અને ત્યાં શ્રાવક થઈને અરિહંત ધર્મના તત્ત્વને જાણનાર, વિશુદ્ધ બુદ્ધિવાળો ગૃહસ્થ ધર્મને વિધિ પ્રમાણે પાળતો હતો. (૪૯૫) ધર્મની ક્રિયા કરવા વડે આત્માને નિર્મળ કરવા છતાં પણ રાજ્યને નહીં આપવાથી તેણે પિતાને વિષે કષાય (દ્રષ)ને ન મૂક્યો. (૪૯૬) હવે અંતે કામદેવાદિ શ્રાવકોની જેમ લીલા વડે સંલેખનાને કરીને પક્ષનાં ઉપવાસવાળા સમ્યક રીતે તે રહ્યા. (૪૯૭) પરંતુ પિતાને વિષે કરેલા તે મત્સરની આલોચના ન કરી અને મરીને તે કર્મ વડે અસુરોમાં તે ઉત્પન્ન થયા.