________________
૨૦
સમ્યક્ત્વ પ્રકરણ
जिणभवणकारणविही, सुद्धा भूमीदलं च कट्ठाई । भियगाणइसंधाणं, सासयवुड्ढी य जयणा य ।।१७।।
ગાથાર્થ :- જિનભવન કરાવવાની વિધિ આ પ્રમાણે છે. શુદ્ધ ભૂમિ, કાષ્ઠ, ઈંટ, પથ્થરાદિ શુદ્ધ નોકરાદિને અધિકતર દાન, શુભઅધ્યવસાયની વૃદ્ધિ અને જયણા પાળવી - આ છે.
ટીકાર્થ :- જિનભવન કરાવવાની વિધિ-શુદ્ધા એટલે કે શલ્યરહિત અને બીજાને અપ્રીતિ ન થાય તેવી, ભૂમિદલ=કાષ્ઠ, ઈંટ, પથ્થરાદિ શુદ્ધ એટલે કે સ્વાભાવિક નિષ્પન્ન તેને કરનારા પાસેથી ઉચિત મૂલ્ય આપવા વડે ગ્રહણ કરાય. તથા સુથારાદિ નોકરોને ઠગવા નહીં અને જે પ્રમાણે કહેલું હોય તેના કરતા અધિકતર વેતન આપવું તથા શુભઅધ્યવસાયની અથવા પોતાના અધ્યવસાયની વૃદ્ધિ કરવી. જેમ કે
અહીં પ્રભુને વંદન માટે આવેલા મૃતપુષ્પ, પૂજ્ય, ગુણરત્નોના ભંડા૨, મહાસત્ત્વશાળી એવા સાધુઓને હું જોઈશ. ॥૧॥
તથા - કલંક વિનાના ૫૨માત્માના બિંબને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે, આનાથી શ્રેષ્ઠ બીજો કયો ધર્મ હોઈ શકે ? ।।૨।।
જે અહીં નિરંતર ઉપયોગમાં આવે છે તે જ મારું ધન છે (ધનનો સાચો સદુપયોગ છે) એ પ્રમાણેની વિચારણાવાળી શુભ અધ્યવસાયની વૃદ્ધિ મોક્ષના ફળવાળી છે. IIII
તથા જયણા પાણીને ગાળવું આદિ રૂપ છે. 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. આ પ્રમાણે ગાથાર્થ છે. “હવે તે કોના વડે કરાવવા યોગ્ય છે, તેને કહે છે”
अहिगारिणा इमं खलु, कारेयव्वं विवज्जए दोसो ।
आणाभंगाउ चिय, धम्मो आणाइ पडिबद्धो ।। १८ ।।
ગાથાર્થ :- અધિકારી વડે જિનભવન કરાવવા યોગ્ય છે. અનધિકારી કરાવતે છતે દોષ છે. આજ્ઞાભંગથી નિશ્ચે દોષ છે. ધર્મ આજ્ઞાને બંધાયેલો છે.
ટીકાર્થ :- અહીં વહુ એવકાર અર્થમાં છે. તેથી અધિકા૨ી વડે જ આ જિનભવન કરાવવા યોગ્ય છે. અધિકારીનું સ્વરૂપ આગળ કહીશું. અનધિકારી કરાવતે છતે દોષ છે. કયા કારણથી દોષ છે ? આજ્ઞાભંગથી જ આજ્ઞા=જિનાગમ તેનો ભંગ, એટલે કે આજ્ઞાથી વિપરીત કરવું તે આજ્ઞાભંગથી. હવે આજ્ઞાભંગમાં દોષનું કારણપણું કેવી રીતે છે ? તો કહે છે કે, ધર્મ આજ્ઞાથી બંધાયેલો સ્વાધીન છે.
આ જ વાત વિશેષથી કહે છે.
तित्थगराणामूलं, नियमा धम्मस्स तीइ वाघाए ।
किं धम्मो किमहम्मो, मूढा नेयं वियारंति ।।१९।। ગાથાર્થ ઃધર્મનું મૂળ તીર્થંકરોની આશા છે, તે આજ્ઞાના વિનાશમાં ધર્મનો નાશ છે. શું ધર્મ અને શું અધર્મ તે મૂઢજનો વિચારતા નથી.
ટીકાર્થ-સ્પષ્ટ છે. “બુદ્ધિવાળાઓ વડે જે જાણવા યોગ્ય છે, તેને કહે છે.”