________________
આજ્ઞા પ્રધાન્ય
૩૧
હે રાજન્ ! દોષ સહિત અથવા નિર્દોષ એવા અમોને વિચારીને દંડ કરો, જેથી રાજા ધર્મતુલારૂપ છે. ૪૫ હવે પવિત્ર બુદ્ધિવાળા તે રાજાએ તેમના ચારિત્રને વિચારીને નિર્દોષ એવા સમસ્ત તે લોકોને સત્કાર કરીને મૂકાવ્યા. I૪૬॥ હવે રાજાએ બીજા અપરાધીઓને કહ્યું - હે અધમો ! પૂર્વના ઉદ્યાનમાં તમે પહેલા જ કેમ ગયા ? Il૪૭ રાત્રિમાં જ વૃક્ષ ઉપર ચડીને પક્ષીની જેમ છૂપાઈ ગયા. હે પાપીઓ ! કેમ અમારી આજ્ઞાને લોપી શું પટહને સાંભળ્યો ન હતો ? Il૪૮।। વાચાળ એવા તેઓએ કહ્યું, હે સ્વામિન્ ! અમૃતના કૂપ સમાન તમારા અંતઃપુરના રૂપને જોવાની ઈચ્છાવાળા અમે કૌતુકથી ગયા હતા. ||૪૯॥ નિધાનની જેમ જે કા૨ણથી કોઈને પણ ક્યારેય બતાવાતી નથી, શું આ મનુષ્ય સંબંધી સ્ત્રી છે અથવા શું દેવી છે ? કયા સ્વરૂપવાળી આ છે ? ।।૫।। રાજાની સાથે ઈચ્છા પ્રમાણે રમતી એવી નિશ્ચે વૃક્ષની મધ્યમાં રહેલા વિકસ્વર લોચનોવાળા અમારા વડે જોવાશે. ૫૧॥ પરંતુ અમારા અભાગ્ય વડે દેવ અહીં આવ્યા નહીં. દેવીઓ પણ જોવાઈ નહીં, અમારો ઉદ્યમ ફોગટ થયો. II૫૨ રાજસ્ત્રીને જોનારા પણ આ લોકો સ્વામી વડે નિર્દોષ કરાયા તો નહીં જોયેલી રાજસ્ત્રીઓવાળા, અમોને દોષની આશંકા જ ક્યાંથી ? ।।૫૩॥ અભિમાન વડે અમોએ આજ્ઞાનો ભંગ કર્યો નથી, પરંતુ બાળપણની ચપળતાથી આ પ્રમાણે કર્યું. તેથી દેવ વડે અમારા પર પણ અપ્રસાદ કરવા યોગ્ય નથી. ૫૪ રાજાએ કહ્યું, હે મૂર્ખા ! તમે આ પણ શું જાણતા નથી કે, રાજાની આશા એ જ જીવન છે અને આજ્ઞાનો ભંગ કરનારા રાજઘાતક છે. ૫૫॥ આજ્ઞા જ સારભૂત છે. રાજાની આજ્ઞાનો ભંગ તેં મહાન અપરાધ છે. તેથી તે સર્વે અપરાધીઓને આગળના ઘટિકાગૃહમાં નિગ્રહ કરો. પઙા તે રાજાએ તેઓને કોઈપણ રીતે ઘણા દ્રવ્ય વડે પણ મૂક્યા નહીં. જે કારણથી રાજાઓ પોતાના પુત્રના પણ આજ્ઞાભંગને સહન કરતા નથી. II૫૭ા કોણ શું બોલે છે, એ પ્રમાણે જાણવા માટે વિશુદ્ધ બુદ્ધિના વૈભવવાળા રાજાએ ત્યારે પોતાના છૂપા પુરુષોને તેઓની પાસે મૂક્યા. ॥૫૮॥ ત્યાં કેટલાક લોકો ગ્રહણ કરાયેલા તેઓને જોઈને આ પ્રમાણે બોલતા હતા. હા ! આવા પ્રકારની રાજનીતિને ધિક્કાર થાઓ. હા, રાજાની અવિવેકતાને ધિક્કાર થાઓ. ॥૫॥ હાથીના બચ્ચા સમાન, રૂપથી તિરસ્કૃત કર્યો છે કામદેવને જેમને એવા, જાતિમાન સુવર્ણના વર્ણવાળા, નેત્રરૂપી કમલને ચંદ્ર સમાન, લાવણ્યરૂપી અમૃતની નદી સમાન, કદલીના ગર્ભની જેમ કોમલ એવા આ કુમારોને હા, હા યમની જેમ ક્રૂર, દયા વગરના રાજાએ ગ્રહણ કર્યા. II૬૦-૬૧॥ આ નિગ્રાહી વાક્યને ઉત્પન્ન કરવામાં શું રાજાની જિહ્વા વંધ્યા ન થઈ ? તેમ આ લોકોની માતા કેમ વધ્ના ન થઈ ? ।।૬૨॥ બીજા કેટલાક વળી તેવા પ્રકારના રહેલા તે અપરાધીઓને જોઈને આ પ્રમાણે બોલતા હતા. અહો ! આઓનું કેવું અજ્ઞાનપણું, જેથી રાજાની આજ્ઞા ભંગાઈ. II૬૩|| મહાન ઋદ્ધિવાળા કુલમાં ઉત્પન્ન થયેલા પ્રાપ્ત કરેલા નવયૌવનવાળા, નહીં પ્રાપ્ત કરેલા સુખના આસ્વાદવાળા મનો૨થથી ભરેલા ગયા. ।।૬૪॥ ભોગકાલ ઉપસ્થિત હોતે છતે અને ભોગને યોગ્ય વૈભવ હોતે છતે પોતાના દુઃકર્મ વડે હા ! ખેદની વાત છે કે, તેઓ ભોગ-વૈભવથી દૂર કરાયા. ૬૫ રાજાનું પણ અજ્ઞાનપણું છે, જે કારણથી મહાદંડ વડે આ લોકોને દંડ કરાયો. જેથી મનુષ્યને કેટલા કષ્ટ વડે પ્રમાણપણું થાય. IIઙઙ। આ લોકો વડે આજ્ઞાનો ભંગ કરાયે છતે રાજાના દેહનું અંગ, ઉપાંગ અથવા રાજ્યાંગ, કાંઈપણ શું ભંગાયું ? II૬૭।। તેથી અરે દુર્ભાગ્ય ! બોલ, અહીં આને માટે શું કહેવાય ? રંગનો અને પાશનો તે બંનેનો તેવા પ્રકા૨નો દોષ નથી. II૬૮। આ લોકોને દ્રવ્યદંડાદિ વડે વળી જો દંડ કર્યો હોત તો રાજાને ધન પ્રાપ્ત થાત અને આઓને જીવન પ્રાપ્ત થાત.