________________
અષ્ટાપદ વક્તવ્યતા
3
ગાથાર્થ :- સુખી સ્વજનવાળો ધનથી યુક્ત, ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલો, કૃપણતા અથવા ક્રૂરતા રહિત, ધૃતિ અને બલવાળો, મતિમાન અને ધર્મરાગી એવો ગૃહસ્થ અધિકારી છે. ૨૧
ટીકાર્થ:- સુગમ છે, પરંતુ અશુદ્ર એટલે કૃપણતા રહિત અથવા ક્રૂરતા રહિત ધૃતિ અને બલવાળો, ધૃતિ અને બલથી હીન હોય તે ખરેખર પશ્ચાત્તાપ વડે ધર્મને ત્યજે. અધિકારી વડે જિનગૃહ નિર્માણ કરાય છતે શું કરવા યોગ્ય છે, તે કહે છે.
निप्फाइऊण एवं, जिणभवणं सुंदरं तहिं बिंबं ।
विहिकारियमह, विहिणा पइट्ठविज्जा लहुं चेव ।।२२।। ગાથાર્થ :- એ પ્રમાણે જિનભવનને કરાવીને ત્યાં વિધિથી કરાવેલા સુંદર જિનબિંબને વિધિ વડે જલદીથી પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. ટીકાર્થ :- સુગમ છે, પરંતુ આ જિનબિંબ કરાવવાની વિધિ –
પહેલા સૂત્રધારને વસ્ત્રાદિ વડે સન્માન કરીને લોભ વગરના તેને શુદ્ધ ચિત્ત વડે વૈભવને ઉચિત મૂલ્ય આપવું જોઈએ. ll૧ી પ્રતિષ્ઠા વિધિ સંક્ષેપથી આ પ્રમાણે.
ચૈત્યની અંદર શુભલગ્નમાં અધિવાસન કરીને ઉચિત પૂજા વડે પંચમંગલપૂર્વક જિનેશ્વરના બિંબને સ્થાપન કરવું જોઈએ. ||૨૨// “હવે જિનભવનની જ નિર્માણવિધિના વિશેષ કરાયેલા ભેદોને કહે છે.”
अहिगारिणा विहीए, कारवियं जं न साहुनिस्साए ।
तमनिस्सकडं अट्ठावइव्व सेसं तु निस्सकडं ।।२३।। ગાથાર્થ :- અધિકારી વડે વિધિથી કરાવાયેલું, સાધુ નિશ્રાથી નહીં તે અષ્ટપદાદિની જેમ અનિશ્રાકૃત કહેવાય. બીજા વળી નિશ્રાકૃત કહેવાય.
ટીકાર્થ :- અધિકારી વડે વિધિથી કરાવાયેલું જે કરાવેલું હોય પણ સાધુની નિશ્રા વડે નહીં અથવા યતિના આશ્રય વડે જેમ કે મારા ગુરુઓ રહેશે અથવા વ્યાખ્યાનાદિ કરશે આવું જ્યાં નથી તે અનિશ્રાકૃત જિનભવન, અષ્ટાપદની જેમ ભરત ચક્રવર્તી વડે કરાવાયેલા અષ્ટાપદ ગિરિના શિખર પર રહેલા જિનભવનની જેમ. બીજા વળી જે ઉપર કહેલું છે, તેનાથી વિપરીત રીતે કરાયેલ તે નિશ્રાકૃત કહેવાય.
“શ્રી ભરત ચક્રવર્તી વડે કરાવાયેલા અનિશ્રાકૃત અષ્ટાપદ ચૈત્યનું કથાનક આ પ્રમાણે” -
જંબૂદીપ નામના દ્વીપમાં દક્ષિણ ભરતાર્થ ક્ષેત્રમાં કલ્પવૃક્ષથી શોભિત ગંગાસિંધુ નદીના મધ્યખંડમાં અહીં અવસર્પિણી કાળમાં સુષમ દુઃષમા આરામાં મરુદેવાના પ્રિય નાભિ સાતમા કુલકર થયા. ૧-૨|| અષાઢ માસના કૃષ્ણપક્ષમાં સુનિર્મલ એવા ચોથના દિવસે યુગાદિદેવનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી આવીને ત્રણ જ્ઞાનથી પવિત્ર એવો આત્મા શ્રી મરુદેવા દેવીના સરોવર જેવા ઉદરમાં હંસની જેમ અવતર્યા. ૩-૪ ત્યારે ત્રણે લોકમાં સંસારવર્તી પ્રાણીઓને ન કહી શકાય તેવો કોઈ ઉદ્યોત અને ક્ષણમાત્ર અદ્ભુત સુખ થયું. પણl