________________
અષ્ટાપદ વક્તવ્યતા
૩૯
તમારું ઘર કૂબેરના ઘરથી પણ અધિક છે, પરંતુ વ્રતને માટે આ સુંદરી યુદ્ધના પહેલા દિવસથી માંડીને આયંબિલના તપ વડે રહેલી છે. #/૧૩૪ોહવે તેના ભાવને જાણીને ભરતરાજા હર્ષિત થયા અને પ્રભુને અષ્ટાપદ પર સમવસરેલા સાંભળીને લાંબાકાળથી ઉત્કંઠિત થયેલા ત્યાં જઈને ત્યારપછી ભરત રાજા વડે હર્ષથી પ્રભુને પ્રણામ કરીને સુંદરીને સંયમ અપાવ્યું. ll૧૩૫-૧૩ડા
હવે અયોધ્યા નગરીમાં પાછા ફરેલા ભરતેશ્વર આયુધશાલાના કોઈ અધિકારી વડે આવીને વિજ્ઞપ્તિ કરાયા. /૧૩૭ી હે પ્રભુ ! તમારી આજ્ઞા વિના તમારા ભાઈઓ રાજ્યને કરતે છતે ચક્રરત્ન હજુ પણ ચક્રશાલામાં પ્રવેશતું નથી. ૧૩૮ ત્યારપછી ચક્રવર્તીએ જલદીથી દૂતો દ્વારા તેઓને આ પ્રમાણે કહેવડાવ્યું. રાજ્યને વિષે જો તમોને ઈચ્છા છે તો મારી સેવા કરાય. /૧૩૯ાાં અહંકારવાળા અઠ્ઠાણું ભાઈઓએ દૂતોને કહ્યું – અમોને રાજ્ય પિતા વડે અપાયેલું છે. ભરતની સેવા વડે અમારે શું ? ||૧૪ll હે દૂતો ! તમે જાઓ, અમે પિતાને પૂછીને તમારા સ્વામીની સાથે મિત્રતા અથવા દુશ્મનતા કરશું. ૧૪૧ ત્યાર પછી તેઓ અષ્ટાપદ પર્વત પર પિતાને પૂછવા માટે જલદીથી ગયા. સ્વામીએ પણ અંગારકારની કથાથી તેઓને પ્રતિબોધ કર્યા. /૧૪૨. હવે તેઓએ રાજ્યને છોડીને જલદીથી વ્રતને સ્વીકાર્યું અને ત્યારે જ શુક્લધ્યાનથી કેવલજ્ઞાનની લક્ષ્મીને પામ્યા. ૧૪all દૂત પાસેથી તે વૃત્તાંતને જાણીને ભરતના અધિપતિ એવા ભરત રાજાએ સૂર્ય જેમ અગ્નિઓના તેજને હરે તેમ (ભરતે) તેઓના રાજ્યને હરણ કર્યા. ૧૪૪ll લઘુ બંધુઓના તે રાજ્યના હરણને જાણીને આવેલા ભરતના દૂતને બલવાન બાહુબલીએ કહ્યું. ૧૪પા અરે, મોટા પેટવાળા આ તારા સ્વામીને સંતોષ નથી. અતિલોભથી બંધુઓના રાજ્યને પણ છીનવી લીધા. I૧૪ો તેઓની જેમ મારા સંબંધી રાજ્યને પણ આ હરણ કરવાની ઈચ્છાવાળો છે ? બુદ્ધિ રહિતનો તે ચણાની લીલા વડે મરચાને ખાવા માટે વાંછે છે. ૧૪૭ી આ હું આવેલો છું, તેથી પોતાના સ્વામીને યુદ્ધ માટે સજ્જ કર એ પ્રમાણે દૂતને વિસર્જન કરીને બાહુબલી સામે ગયો. ./૧૪૮ બાહુબલીને આવેલા જાણીને ભરત પણ સર્વે બળના સમૂહ વડે સામે ગયો. ત્યારપછી બંનેના સૈન્યનું બાર વર્ષ યુદ્ધ થયું. /૧૪૯ll હવે અંગાંગી રણમાં (માણસ માણસના) શુભ એવી દેવની પ્રાર્થના સ્વીકાર્યો છતે દૃષ્ટિ આદિ સર્વે યુદ્ધો વડે બાહુબલીએ ભરતને પરાભૂત કર્યો. ll૧૫oll હવે પરાભવ પામેલા ભરત રાજાએ બાહુબલીની પ્રતિ ચક્રને મૂક્યું, તે બાહુબલીને પ્રદક્ષિણા દઈને ચક્રવર્તીની પાસે પાછું આવ્યું. કારણ કે સમાન ગોત્રવાળાને વિષે તે સમર્થ થતું નથી. ૧૫૧// પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા મોટા ભાઈને જાણીને બાહુબલીએ વિચાર્યું. રાજ્યને ધિક્કાર થાઓ. જ્યાં ભાઈનો ઘાત પણ વિચારાય છે. ૧૫રા હવે વિરક્ત થયેલા બાહુબલીએ ત્યારે જ વ્રતને સ્વીકાર્યું અને તેની ક્રિયાને જોઈને હર્ષિત થયેલા દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. ./૧પ૩ી પિતાની પાસે ગયેલા મને નાના ભાઈઓથી લઘુપણું ન થાઓ. તેથી ત્યાં જ કેવલજ્ઞાનને માટે કાયોત્સર્ગ વડે તે રહ્યા. //૧૫૪ો તેવા પ્રકારનાં બાહુબલીને જોઈને લજ્જા પામેલા પોતાની નિંદા કરતા ભરત રાજા તેમને નમીને તે બાહુબલી મુનિના પુત્ર સોમયશસને તેના રાજ્યમાં સ્થાપ્યો. ૧૫પા હવે ચક્રવર્તી અયોધ્યામાં ગયા તથા બાહુમુનિ વર્ષ સુધી તે પ્રમાણે રહ્યા. હવે પ્રભુએ બ્રાહ્મી સુંદરી વડે તેને બોધ પમાડ્યો. ૧પકા હવે પિતાની પાસે જવાને માટે ચાલેલા તે મુનિ કેવલજ્ઞાનને પામ્યા અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળા બાહુબલી મુનિ ત્યાં ગયા. |૧પ૭ll