________________
સમ્યક્રત્વ પ્રકરણ
કે પ્રમાદવાળા મને ધિક્કાર થાઓ. મનુષ્ય જન્મને પામીને હું હારી ગયો. ઉજ્વળ એવા ધર્મને મેં કર્યો નહિ. II૪૪૮ ગુરુએ કહ્યું કે, હે વત્સ ! શોક ન કર. હજુ પણ વ્રત આચર. એક દિવસની પણ દીક્ષા સર્વ પાપને ક્ષય કરનારી છે. ll૪૪૯ તેથી તેમની પાસે પ્રવ્રજિત થઈને તેમની (ગુરુની) વાણીથી પર્વતની પાસે આવીને શુક્લધ્યાનાગ્નિમાં ઘાતિકર્મો બાળ્યાં ને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ll૪૫ll આ પ્રમાણે તેઓને કહીને કૃતાર્થ એવા સિંહકેસરી મુનિ યોગનો વિરોધ કરી શેષ કર્મોને ખપાવીને નિર્વાણ પામ્યા. ૪૫૧II હવે દેવ, દાનવ, માનવોએ તે સિદ્ધ થયેલા જીવના શરીરને ચંદન અગરૂના લાકડાની ચિતામાં અગ્નિસાત્ કર્યું. પર// સારા ચારિત્રવાળાની ગતિ સારી થાય. તેથી કુલપતિએ સિદ્ધિગતિ પામવા માટે ગુરુની પાસે ચારિત્ર સ્વીકાર્યું. ll૪૫૩ll
ત્યારે તે ગુરુની પાસે દમયંતીએ પણ યાચના કરી. તે ત્રાત ! શાશ્વત સુખને આપનાર એવા વ્રતને મને પણ આપો. ll૪૫૪ો ગુરુએ કહ્યું : હે કલ્યાણકારી ! વ્રતની યોગ્યતા હજુ તારામાં નથી; કેમ કે તારું ભોગાવલી કર્મ હજુ ગાઢ વિદ્યમાન છે. II૪પપા હવે સવાર થયે છતે પર્વતથી ઉતરીને ગુરુએ તાપસપુર નગરને ચરણો વડે પવિત્ર કર્યું. પછી શરીરને નહિ શણગારનારી, અતિમલિન વસ્ત્રવાળી, જિતેલી ઇન્દ્રિયવાળી એવી દમયંતી મુનિની જેમ સાત વર્ષ ત્યાં રહી. II૪૫૭ll ગુફાની નજીકમાં રહેલા કોઈક મુસાફરે દમયંતીને કહ્યું કે : હે દમયંતી ! આ સ્થાનમાં તારા પતિને મેં કાલે જોયો હતો. ll૪૫૮ી તે વચનના શ્રવણથી પ્રેમથી વિકસ્વર આંખવાળી દમયંતીનું શરીર રોમાંચિત થયેલું કમળના નાલની જેમ શોભવા લાગ્યું. II૪૫૯ો પ્રિયની વાતને કહેનાર મહાભાગ ક્યાં છે? ક્યાં છે ? એ પ્રમાણે બોલતી અને ચારે દિશાઓ જોતી તેના શબ્દના અનુસારે ભયથી ત્રાસ પામેલી હરણીની જેમ મહાવેગવાળી સરકી (દોડી). ll૪૬૦-૪૬૧// શબ્દમાત્રને કહીને ભૂતની જેમ છળવા માટે દમયંતીને સ્થાનનો ત્યાગ કરાવવા લાગેલો એવો મુસાફરી અંતર્ધાન થયો. //૪૬રો નળ કે નળની વાતને કહેનારો દૂર ગયેલી અને પ્રેમરૂપી વાહન પર આરૂઢ થયેલી દમયંતીએ ક્યાંય પણ ન જોયો. ૪૬૩ ત્યારબાદ તેણીએ વિચાર્યું કે તે જ ગુફામાં હું પાછી જાઉં ધર્મકરણીમાં કૃતાર્થ એવા દિવસો ત્યાં પસાર થાય છે. II૪૬૪ll આ પ્રમાણે વિચારીને પાછી ફરી પણ માર્ગને નહિ જાણતી જેનો પાર ન પમાય એવા અપાર ગાઢ જંગલમાં આવી ચડી. ll૪ઉપાય તેથી દુઃખીયારી ત્યાં ચાલે છે. ઊભી રહે છે, મૂચ્છ પામે છે, રડે છે. મોટેથી વિલાપ કરે છે, વિષાદને પામે છે, બેસે છે, આ પ્રમાણે વિધુર થયેલી તે અનેક ક્રિયાઓને કરે છે. પોતાના દુઃખના ભાગથી પશુઓને પણ તેણીએ રડાવ્યા. ll૪૩૭-૪૬થી
ત્યારે સાક્ષાત્ જાણે કે યમની વધૂ જેવી રાક્ષસીને તેણીએ જોઈ અને રાક્ષસી બોલી : હે સારા શીલવાળી ભૂખી થયેલી, હું તને હમણાં ખાઈશ. Il૪૬૮ પૈર્યપૂર્વક દમયંતી બોલી કે હું મન-વચન-કાયાથી ત્રણે પ્રકારે) જો સતી હોઉં તો તું રાક્ષસી નથી. તારા મનોરથો વડે તું નાશ પામ. ૪૬૯ જો મારા હૃદયરૂપી મંદિરમાં અરિહંત પરમાત્મા હંમેશાં છે, તો તે રાક્ષસી નથી. તારા મનોરથો વડે તું નાશ પામ. II૪૭All પોતાના ગુરુની જેમ જો મેં સુગુરુને જ ધારણ કર્યા હોય તો તું રાક્ષસી નથી. તારા મનોરથો વડે તું નાશને પામ. II૪૭૧// સર્વ પ્રકારે જો ગૃહસ્થ એવી પણ હું સમકિતધારી છે, તો તે રાક્ષસી નથી. તેથી તારા મનોરથો વડે જ નાશને પામ. ll૪૭રી આ પ્રમાણે તેના વચનો વડે રાક્ષસી પણ અકૃત્યથી પાછી ફરી. કેમ કે સતીઓના વાક્યો મંત્રોને પણ ઓળંગી જાય છે. I૪૭૩ જેમ ગ્રીષ્મ ઋતુની શોભા (ગરમી) દુઃખેથી સહન