________________
સમ્યકૃત્વ પ્રકરણ
રાજા વડે પોતાના ઉત્તરીય વસ્ત્રથી બંને આંખો લૂછીને તેણીને કહ્યું કે હે પુત્રી ! તું રડ નહિ. કોને ભાગ્યા સમર્થ થતું નથી ? અર્થાત્ કર્મની ગતિ આવી જ છે. કિ00ો એટલામાં દેવલોકમાંથી સભામાં આવીને કોઈક અંજલિબદ્ધ પ્રણામવાળા દેવે દમયંતીને પ્રણામ કરીને કહ્યું. ૧૯૦૧II હે માતા ! તારા વડે જે પ્રવજ્યા અપાવેલ, તે પિંગલ ચોર વિહાર કરતાં એક વખત તાપસપુર નગરમાં ગયો. I૬૦રી તે ત્યાં બહારના પ્રદેશમાં રાત્રિમાં પ્રતિમા વડે રહ્યો, ત્યારે ચિત્તામાંથી પ્રગટેલો દાવાનલ જાણે કે સેવા કરવા માટે આવ્યો હોય તેમ નજીક આવ્યો. લ૦૩ી તેના વડે બળાતો પણ ધર્મધ્યાનરૂપી અમૃતને પીતો, શાંત ચિત્તવાળો, સમાધિવાળો જાણે કે તેના તાપને નહિ જાણતો, નમસ્કાર મહામંત્રને સ્મરણ કરતો, અંતિમ આરાધના વિધિને કરતો, દેહનો ત્યાગ કરીને સ્વર્ગમાં દેદીપ્યમાન દેવ થયો. ll૧૦૪-૬૦પી ત્યારબાદ અવધિજ્ઞાનના બળથી પૂર્વભવમાં પ્રાણદાન આપનાર તેમજ પ્રવ્રજ્યા અપાવનાર ઉપકારી એવા તમને જાણીને તમને પ્રણામ કરવા માટે હું અહીં આવ્યો છું. હે પવિત્રા ! તારો દેવાદાર હું છું. હે દેવી ! આપની કૃપાથી મારે સર્વ પણ દેવતાઈ ઋદ્ધિઓ છે. ડ૦૬-૬૦૭ી કરુણાનિધિ હે માતા ! જો ત્યારે તમે મને બોધ પમાડ્યો ન હોત તો દુરાત્મા એવો હું કુયોનિમાં ભટકતો હોત. II૬૦૮ એ પ્રમાણે કહીને તેની આગળ સાત ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી. જાણે કે ગુરુની પૂજા કરતો હોય તેમ કરીને પિંગલદેવ દેવલોકમાં ગયો. તેવા પ્રકારના ધર્મના ફળને પ્રત્યક્ષ જોઈને વિસ્મિત એવા ઋતુપર્ણ રાજાએ ત્યારે જ જૈન ધર્મ સ્વીકાર્યો. ૬૧૦ળી ત્યારે હરિમિત્રએ પણ રાજાને વિનંતિ કરી કે હે સ્વામી ! દમયંતી પિતાને ઘરે જવા માટે આદેશ કરાય. I૧૧રાણીએ પણ રાજાને કહ્યું કે, હે દેવ ! આ યોગ્ય છે. ત્યારબાદ વિશાળ સેનાના પરિવાર સાથે રાજા વડે દમયંતીને મોકલાઈ. II૬૧૨ી પુત્રીને આવતી જાણીને પવન વડે જેમ વહાણ તેમ પ્રેમથી પ્રેરાયેલા રાજા પુષ્પદંતીની સાથે સામે ગયા. I૬૧૩માતા-પિતાને જોઈને વાહન ઉપરથી જલદીથી ઉતરીને દમયંતી ભક્તિથી જેમ ગુરુ અને દેવના ચરણકમલમાં તેમ તે બંનેના ચરણોમાં પ્રેમપૂર્વક નમી. I૬૧૪ll ત્યારે નેત્રોના આંસુના પૂર વડે ભીંજવી નાંખી છે સમસ્ત પૃથ્વીતલને જેને એવા તે માતા અને પુત્રી પરસ્પર બે નદીઓની જેમ ભેટી પડ્યા. Iકલપા અને વળી દમયંતીને જોઈને ત્યારે સમસ્ત નગરજનોએ ધારાબદ્ધ વહેતા આંસુઓ વડે વર્ષાઋતુની જેમ પૃથ્વીને કાદવવાળી કરી. કલકો
હવે ખૂલેલા મુખવાળા તેઓ વડે (દીલ ખોલીને) એકઠા કરેલા નિધાનની જેમ સ્નેહથી પરસ્પર સઘળું પોતાનું સુખદુઃખ પ્રગટ કરાયું. ૧૭ી પુત્રીને ખોળારૂપી પલંગમાં બેસાડીને પુષ્પદંતીએ કહ્યું કે તું જીવતી જોવાઈ છે, એટલે હજુ પણ અમારું પુણ્ય જાગૃત છે. IS૧૮ હે પુત્રી ! અહીં સુખપૂર્વક રહેતી એવી તું લાંબાકાળે પણ પોતાના પતિને જોઈશ. જે કારણથી જીવતો માણસ કલ્યાણને જુએ છે. ll૧૯ી પુત્રીની પ્રાપ્તિથી ખુશ થયેલા રાજાએ ૫૦૦ ગામ બ્રાહ્મણને આપ્યા. જે કારણથી કલ્પવૃક્ષની જેમ ખુશાલીનું ફળ દાન જ છે અર્થાત્ દાન દ્વારા ખુશી વ્યક્ત કરાય છે. ક૨૦ll અને તે બ્રાહ્મણને કહ્યું કે જો તું નળને લાવીશ તો ભાગીદારના ભાગની જેમ તને અર્થે રાજ્ય આપીશ. IIક૨૧/ હવે પોતાના દેશમાં સર્વ ઠેકાણે રાજા વડે પુત્રીના આગમનનો મહોત્સવ કરાવાયો. જિનાલયમાં વિશેષથી અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવ્યો. કરી પુત્રી પણ આ પ્રમાણે કહેવાઈ. હે વત્સ ! તું અશાંતિને ન કરીશ. નળ પણ તે તે શોધવાના ઉપાયો કરવા વડે ભેગો કરાશે. Iક૨૩.