________________
સમ્યક્ત્વ પ્રકરણ
અને આલોક સંબંધી સુખ આપનાર ચક્રરત્ન ક્યાં ? એ પ્રમાણે વિચારીને પ્રભુની પૂજાના હેતુથી ભરત રાજાએ પોતાના અધિકારીઓને આદેશ કર્યો. /૧૦૮ વળી સ્વયં જ ભરત રાજા મરુદેવા દાદીને તીર્થંકરની લક્ષ્મીને પામેલા સ્વામીની વધામણી આપવા માટે ગયા. /૧૦૯ો અને મરુદેવી માતા દેવના પ્રવ્રજ્યાના દિવસથી રાત અને દિવસ પુત્રના દુઃખને મનમાં ધારણ કરતી સુખે ખાતી નથી અને સુખે નિદ્રા પણ કરતી નથી અને થાક્યા વગર રુદનને કરતી હંમેશાં નીકળતા અશ્રુના પાણીથી ઉત્પન્ન થયેલા આંખના પટલવાળી થઈ. ./૧૧૦-૧૧૧/ તેવા પ્રકારની દાદીને જોઈને ભરતે કહ્યું, હે માતા ! તું કેમ ખેદ પામે છે ? તેવા પ્રકારનું ઐશ્વર્ય અન્ય કોઈને નથી. હે માતા ! જે ઐશ્વર્ય તારા પુત્રને છે. ./૧૧૨ી તેથી હે દેવી ! આવો પુત્રની અદ્ભુત સંપત્તિને જુઓ તે જોવા માત્રથી શાંતિ થાય છે. ૧૧all એ પ્રમાણે કહીને શ્રેષ્ઠ હાથીની અંબાડી પર દાદીને બેસાડીને ભક્તિ વડે તેની ઉપર પોતે જ છત્રને ધારણ કરીને રાજા ચાલ્યો. ૧૧૪ll સમવસરણની નજીક આવેલા ભરતે માતાને કહ્યું, હે માતા ! પુત્રના ઐશ્વર્યને જો અને ગીતાદિના અવાજને સાંભળ. ll૧૧૫ll ત્યારે સાંભળતી એવી મરુદેવીના આનંદરૂપી અશ્રુના પ્રવાહ વડે નદીના પૂર વડે જેમ કાદવ દૂર થાય તેમ દૃષ્ટિના પટલ દૂર થયા. ૧૧૭ll હવે પુત્રની અત્યંત અદ્દભુત લક્ષ્મીને જોઈને અમૃતના કુંડમાં ડૂબેલાની જેમ ક્ષણવાર સુખવાળી થઈ. ૧૧ત્યાર પછી દેવીએ વિચાર્યું કે, પુત્રના દુઃખ વડે હું ખેદ પામતી રહી. વળી આવા પ્રકારની લક્ષ્મીવાળો પુત્ર મને કાંઈ જણાવતો પણ નથી. ./૧૧૮ આ પ્રમાણે વિચારતા મરુદેવી માતા ક્ષણવારમાં મોહ નાશ પામે છતે ભાવથી સંયમને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાનને પામ્યા. //૧૧૯ો અને અંતકૃત કેવલીપણા વડે હાથીની અંબાડી પર રહેલા જ આ અવસર્પિણી કાળમાં પ્રથમ સિદ્ધપણું પામ્યા. {/૧૨ll સુર અને અસુરોએ કેવલજ્ઞાનની પ્રાપ્તિના મહિમાને કરીને ત્યારપછી તેમના શરીરને ગ્રહણ કરીને ક્ષીરોદધિ સમુદ્રમાં પધરાવ્યું. ૧૨૧||
હવે ભરતેશ્વરે સમવસરણમાં પ્રવેશીને પ્રભુને નમીને અને સ્તુતિ કરીને પરિવાર સહિત દેશના સાંભળી. //૧૨રા દેશના સાંભળીને ભરતેશ્વરના પાંચસો પુત્ર તથા સાતસો પૌત્રોએ ત્યાં પ્રભુની પાસે દીક્ષા સ્વીકારી. I/૧૨all ત્યારે તેઓની મધ્યમાંથી પુંડરિકાદિ ચોર્યાશી મુનિઓએ પ્રભુ પાસેથી ઉત્પાદ, વિગમ અને ધ્રૌવ્ય એ પ્રમાણે ત્રિપદીને પામીને દ્વાદશાંગી શ્રુતની રચના કરી. ત્યાર પછી ઈન્દ્રાદિ સહિત નાખેલા સુગંધી ચૂર્ણવાળા (વાસક્ષેપ) ભગવાને સ્વયં ગણધર પદે સ્થાપ્યા. //૧૨૪-૧૨પા અને બ્રાહ્મીને પ્રવ્રયા આપીને પ્રભુએ પ્રવર્તિની પદે સ્થાપી. વળી દીક્ષાને ગ્રહણ કરતી સુંદરીને ભરતે રોકી. ૧૨ll કચ્છ અને મહાકચ્છ વિના તે સર્વે પણ તાપસોએ આવીને પ્રભુના હાથ વડે ફરી દીક્ષાને સ્વીકારી. ૧૨થી ત્યારપછી ભરતાદિ શ્રાવક, સુંદરી આદિ શ્રાવિકા થઈ. ગોમુખ નામનો યક્ષ અને ચકેશ્વરી નામની શાસનદેવતા થઈ. ૧૨૮ હવે ભરતેશ્વર ઉઠ્યા. ત્યાર પછી ચક્રને પૂજીને જયની ઈચ્છાવાળા એવા ભરતેશ્વરે સાઠ હજાર વર્ષ વડે છ ખંડવાળા ભરત ક્ષેત્રને જીત્યું. ૧૨૯ી હવે બત્રીસ હજાર રાજાઓ વડે ભરતેશ્વર રાજાને ચક્રવર્તિપણાનો અભિષેક બાર વર્ષ સુધી કરાયો. ૧૩૦ના રાજાને ચક્ર, છત્રાદિ ચૌદ રત્નો થયા. ચોસઠ હજાર રાણીઓ તથા નવ નિધિઓ થઈ. આદેશને કરનારા સોળ હજાર યક્ષો તથા ચોર્યાશી લાખ હાથી, રથ અને ઘોડાઓ થયા. //૧૩૧-૧૩૨ll એ પ્રમાણે અધિપતિપણા વડે પૃથ્વીને વિષે ઈન્દ્રનું આચરણ કરતા એવા તેણે દુર્બળ થયેલી સુંદરીને જોઈને પોતાના અધિકારીઓને કહ્યું. અહીં શું નિર્ધનપણું છે ? ll૧૩૩ll તેઓએ કહ્યું, હે દેવ !