________________
નળ દમયંતી
૪૩
ન
જેણીના રૂપ અને સ્વરૂપની વ્યાખ્યા પણ વાણીના વિષયમાં ન આવે એવી, ઉપમા ન આપી શકાય તેવી અંગની લક્ષ્મીવાળી તે બંનેને પુત્રી ઉત્પન્ન થઈ. II૧૨।। તેના અંગના નિર્માણમાં અન્ય કોઈ વિધાતા (બ્રહ્મા) ઉત્પન્ન થયો હોય અને માટી પણ કોઈ અન્ય હોય, જાણે કોઈ પથારી પણ અન્ય હોય, તેમ હું માનું છું. II૧૩।। ત્રણ લોકમાં પણ તેવા પ્રકારનું અન્ય રૂપ જોવાયું ન હતું. કર્ણો વડે સંભળાયું ન હતું, તો તેણી કેવી રીતે વર્ણન કરાય ? ॥૧૪॥ તેણીના લલાટમાં વળી સ્વાભાવિક કોઈક તિલક હતું. જેની આગળ સૂર્ય પણ ખજૂઆ (આગિયા)ના બચ્ચા જેવો લાગતો હતો. ॥૧૫॥ અને તેણી ગર્ભમાં રહેતે છતે દુ:ખે કરીને દમન કરી શકાય તેવા શત્રુઓ પણ દમન કરાયેલા હતા. આથી પિતા વડે તેનું નામ દમયંતી, એ પ્રમાણે કરાયું. ૧૬॥
હવે વધતી એવી આ રાજલોકો વડે કુતૂહલથી રાજાઓની સભામાં પણ મનોહ૨ આલાપો વડે બોલાવાય છે. ||૧૭|| ખોળારૂપી પલંગમાં બેસાડાય છે, હાથરૂપી કમળમાં બેસાડાય છે. નવા નવા ઉલ્લાપોવાળા મનોહર ગીતો વડે ગવાય છે. II૧૮।। દોષ્કાર ઉચ્ચારના પાઠ વડે નૃત્ય કર-નૃત્ય કર એ પ્રમાણે બોલવા વડે મધ્યમાંગુષ્ઠના વાદનરૂપ તાલિકાના તાલ વડે નૃત્ય કરાવાય છે. II૧૯॥ એ પ્રમાણે સૌભાગ્યશાલી સ્વયં સૌભાગ્યના ભંડારરૂપ સ્મિત મુખવાળી તેણી વિવિધ ક્રિયાઓ વડે રમાડાય છે. ।।૨૦।। કલાના ભંડાર એવા તે રાજાએ કલાગ્રહણ અવસરે કલાચાર્યને બોલાવી તે બાળાને સોંપી. ॥૨૧॥ તેના હૃદયરૂપી દર્પણમાં જલદીથી કલાઓ સંક્રાન્ત થઈ. લાચાર્ય તો કલાઓના કેવલ બતાવનાર હતા. I॥૨૨॥ પહેલા પણ ધર્મ કરેલો હોવાથી સુલભ બોધિવાળી તે બાલા ધર્માચાર્યને પામીને જલદી સમ્યક્ત્વને પામી. ।।૨૩। ત્યા૨૫છી કર્મપ્રકૃતિ વગેરે દુઃખે કરી જાણી શકાય એવા શાસ્ત્રોના સમૂહમાં પણ અદ્ભુત બુદ્ધિવાળી તેણી બોધ પામેલી અને બોધ પમાડનારી હતી. ||૨૪|| હવે સારી ચર્યા સહિત પ્રવ્રજ્યાને પ્રાર્થતી (માંગતી) એવી તેણી વડે પિતાને પણ જિનધર્મમાં તત્પર બુદ્ધિ ઉત્પન્ન કરાઈ. II૨૫॥ તેના ભાવથી રંજિત થયેલી નિવૃતિ દેવીએ તેને દિવ્ય-સુવર્ણમયી ભાવિના તીર્થંકર શાંતિનાથ પ્રભુની પ્રતિમા અર્પણ કરી. ૨૬॥ અને કહ્યું, હે વત્સે ! તારા વડે હંમેશાં આ પ્રતિમા પૂજવા યોગ્ય છે, તેણી પણ ચિંતામણીની જેમ તે પ્રતિમાને પ્રાપ્ત કરીને હંમેશાં પૂજતી હતી. ||૨૭॥
હવે તેણીએ લીલાના લલિતથી મનોહર યૌવનને પ્રાપ્ત કર્યું. જેમાં જાણે જન્માંતરની ગતિની જેમ શરીરનું પરિવર્તન થયું. I૨૮।। પગરૂપી કમળોએ તરંગોથી ચપલ ગતિને મૂકી વળી હેલા સહિત લોચનરૂપી કમલોએ સ્વીકારી. ૨૯॥ કટી ભાગે તનુપણું (પાતળાપણું) છોડ્યું. વળી મધ્યભાગે સેવ્યું. છાતીએ સ્તનનું દ્વૈતપણું ધારણ કર્યું. વળી મુખે અદ્વૈતપણું ધા૨ણ કર્યું. II૩૦॥ કુમારીઓનો અંગન્યાસ આલેખ માત્રતાને ધારણ કરે છે. જ્યારે યુવતીના અંગ ન્યાસ રતિના પણ રૂપના ગર્વને દૂર કરે છે. II૩૧॥ ત્યા૨૫છી તેવા પ્રકારની તે બાલાને જોઈને તેણીના પિતાએ વિચાર્યું, અહો ! આનું રૂપ અસદશ છે. આણીને સમાન વર ક્યાં ? ।।૩૨।। તેથી આણીને વિવાહમાં અયોગ્ય વરને જોડવાથી લોકમાં મારો અપવાદ ન થાઓ. તેથી સ્વયંવરને કરું છું. II૩૩।। ત્યાં સ્વેચ્છા વડે વરવામાં મારો કાંઈપણ દોષ નથી. તેથી દૂતો ચારે બાજુથી તે રાજાઓને બોલાવ્યા. ॥૩૪॥ તે રાજપુત્રીના સૌભાગ્ય ગુણની જાલ વડે ધારણ કરાયેલ, કામરૂપી શિકારીના ભાલાઓ વડે ચારે બાજુથી શલ્યને કરતું, વિવાહના આમંત્રણના ગીતથી વિહ્વળ થયેલા મનવાળું, હરણના ટોળાની જેમ વેગ વડે સમસ્ત રાજાઓનું ટોળું આવ્યું. II૩૫-૩૬॥ ત્યારે ઈક્ષ્વાકુ કુળમાં