________________
૪૨
સમ્યક્ત્વ પ્રકરણ
તીર્થકરોની માન પ્રમાણેની અને વર્ણ પ્રમાણેની પ્રતિમા સ્વયં પ્રતિષ્ઠા કરાવી.” ર૧૦ની મારા ગુરુઓ અહીં ચૈત્યમાં રહેશે, બીજા નહીં અથવા તેઓ જ વ્યાખ્યાનને કરશે, વળી અન્ય નહીં. /ર૧૧ી એ પ્રમાણે પહેલી સાધુ નિશ્રા વિના ચક્રીએ પ્રતિષ્ઠા કરાવી. તેથી અનિશ્રાકૃત આ ચૈત્ય અહીં કહેવાય છે. //ર ૧૨ી હવે અયોધ્યામાં જઈને દર્પણ ઘરમાં ગયેલા, મુદ્રિકા પડવાથી ભાવેલા સંસારના સ્વરૂપવાળા ભરત રાજા નિર્મલ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરીને ચારિત્રને ગ્રહણ કરીને જગતમાં લોકોને બોધ પમાડીને મોક્ષમાં ગયા. ર૧all. શ્રી ઋષભદેવના પવિત્ર ચારિત્રને અહીં કાંઈક સંક્ષેપથી વર્ણવ્યું છે. તે ચરિત્રને હર્ષથી સાંભળતા ભવ્ય જીવો શાશ્વત સુખને પામો. ll૧૧૪
એ પ્રમાણે અષ્ટાપદનું વર્ણન કર્યું. ર૩. “હવે અરિહંતના બિંબની પ્રતિષ્ઠા કરીને શું કરવા યોગ્ય છે ? તે કહે છે.”
कुसुमक्खयधूवेहि, दीवयवासेहिं सुंदरफलेहिं ।।
पूआ घयसलिलेहिं, अट्ठविहा तस्स कायव्वा ।।२४ ।। શ્લોકાર્થ :- કુસુમ, અક્ષત, ધૂપ, દીપક અને વસ્ત્રો વડે, સુંદર ફલો વડે, ઘી અને પાણી વડે એમ આઠ પ્રકારે તેની પૂજા કરવા યોગ્ય છે. ર૪l
ટીકાર્ય :- સુગમ છે, પરંતુ સવિદ એટલે આઠ પ્રકારે ઉપલક્ષણથી વસ્ત્ર-આભરણાદિ અનેક પ્રકારે તે અરિહંતના બિંબની પૂર્વભવમાં નળ-દમયંતી વડે જે પ્રકારે પૂજા કરાઈ, તેમ પૂજા કરવા યોગ્ય છે અને તેની કથા આ પ્રમાણે છે.
અહીં ભૂમિરૂપી સ્ત્રીના ભાલ સમાન ભારત દેશમાં તિલકની લક્ષ્મીને ધારણ કરતો કોશલ નામનો દેશ છે. III ત્યાં જેનો છેડાનો ભાગ પણ (કિલ્લો પણ) દેવલોકના જેવો છે, અપ્સરાઓ વડે કરાયેલા આનંદવાળી અને દેવતાઓ વડે મનોહર એવી કોશલા નામની નગરી છે. રા તે નગરીમાં વશ કર્યા છે અંતરંગ શત્રુઓ જેને એવો ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલો દાસરૂપ કર્યા છે શત્રુ રાજાને જેણે એવો નિષેધ નામનો રાજા હતો. /all તેની પત્ની નામથી અને રૂપથી સુંદરી, એ પ્રમાણેના નામવાળી હતી. જે નેત્રોના વિભ્રમ વડે જ માનુષીરૂપે જણાતી હતી. જો તે બંનેનો પહેલો પુત્ર શત્રુરૂપી યજ્ઞને માટે દાવાનલના અગ્નિ સમાન નળ અને શત્રુના પ્રતિકરૂપ બીજો વળી કુબેર હતો. પી. આ બાજુ અહીં પૃથ્વીને વિષે શ્રેષ્ઠ વિદર્ભદેશ છે. જ્યાં ઉપર ઉપર ગામ તથા નીચે નીચે નગર છે. કા. ત્યાં અદ્ભુત સૌરાજ્યવાળું, અતિ વિસ્તૃત સુખના ઉદયવાળું, દક્ષિણ દિશારૂપી વહૂના મસ્તકની શોભારૂપ કુંડિનપુર નામનું નગર છે. ll
જ્યાં અહંકારપૂર્વક વસવા માટે આવતા માણસોને જોઈને શક્ર મહારાજાએ દેવલોકમાં વસવા માટે પ્રાપ્ત કરવી પડતી સમ્યફ કળાઓને દેવોને બતાવી. l૮ ત્યાં ભીમરથ રાજા ભીમની જેમ ભયંકર પરાક્રમવાળો, જે સૌંદર્યથી અને શૌર્યથી વિષમ એવા શસ્ત્રોના અભિમાનને હરણ કરનાર હતો. ત્યાં જેનો ઉગ્ર પ્રતાપ જ પૃથ્વીને સાધતો હતો. ચતુરંગ સેના વળી કેવલ પરિવાર માટે હતી. II૧૦ સમસ્ત ગુણના સ્થાનરૂપ પુષ્પદંતી એ પ્રમાણે તેની પત્ની હતી. જેના લાવણ્યરૂપી અમૃતના સમુદ્રમાં કામદેવ મગરરૂપે હતો. //૧૧/
અહીં ટીકાકાર પૂર્ણિમા ગચ્છના છે અને તે ગચ્છની માન્યતા સાધુ પ્રતિષ્ઠાન કરાવે તે પ્રમાણેની છે એટલે સ્વયં કરાવી એમ જણાવ્યું છે. બીજા ગ્રંથોમાં ગુરુ ભગવંત પાસે કરાવ્યાનો ઉલ્લેખ છે.