________________
નળ દમયંતી
પપ
કે, પ્રસન્ન થઈને જલદીથી મારા પતિ અથવા તેનો માર્ગ મને બતાવો. ૩૧૮ હે પૃથ્વી ! પાકેલા વાલુકફળની જેમ તું ફાટી જા. જેથી તારા ભૂગર્ભમાં પ્રવેશીને પાતાળને પ્રાપ્ત કરીને હું પરમ શાંતિને પામું. Ii૩૧૯ી પડતા એવા આંસુના સમૂહ વડે આ પ્રમાણે વિલાપ કરતી તેણી આંખોરૂપી નીકો વડે વન વૃક્ષોને સિંચતી હતી. Il૩૨l તપેલી શિલા પર તરફડતી માછલીની જેમ પ્રજવલિત (દેદીપ્યમાન) વિરહાગ્નિ વડે નળ વિના ક્યાંય પણ તેણી નિવૃત્તિને ન પામી. //૩૨૧al જંગલમાં ભમતી વસ્ત્રના છેડા પર અક્ષરોને જોઈને પ્રિયની પ્રાપ્તિની જેમ ખુશ થયેલી, વિકસિત નેત્રવાળી એવી તેણીએ (અક્ષરોને) વાંચ્યા. ll૩૨રા અને વિચાર્યું કે, શરીર વડે જ મને મૂકીને પ્રિય ગયો છે આદેશના બહાનાથી મન મારી પાસે મૂકીને ગયા છે. ||૩૨૩ ગરનો આદેશ જેમ અલંધ્ય છે. તેમ મારે પતિનો આદેશ પણ અલંધ્ય છે. જે પ્રમાણે કહેલા આદેશને ધારણ કરનારીને આલોકમાં દૂષણ નથી. [૩૨૪! પતિ વિનાની સ્ત્રીઓને સાસરવાસ પરાભવને માટે છે, તેથી નિશંકપણે ભર્તારની આજ્ઞાથી પિતાને ત્યાં જાઉં. //૩૨પા એ પ્રમાણે નિશ્ચય કરીને દક્ષિણ દિશાના વટવૃક્ષ તરફ નળના અક્ષરોને નળની જેમ માનતી તેણી ચાલી. ૩રકો
અગ્નિની સન્મુખ બીકણ જેમ ન જાય તેમ ભૂખથી વિકરાળ અને પથ્થરને પણ ખાવાની ઇચ્છાવાળા સિંહો પણ તેણીની નજીક આવતા નથી. /૩૨૭ી પોતાના પડછાયાને પણ પ્રતિસ્પર્ધી હાથીના ભ્રમથી સહન નહિ કરનાર એવા ભય પામેલા હાથીઓ સિંહણની જેમ દૂરથી જ તેણીનો ત્યાગ કરતા હતા. (પાસે નહોતા આવતા) li૩૨૮ દાવાનલને શાંત કરવા મેઘની વૃષ્ટિ આવશ્યક છે. આકાશમાં વાદળા બંધાય એ પૂર્વે જ અર્થાત્ વૃષ્ટિ થાય તે પૂર્વે દમયંતીની દૃષ્ટિરૂપી વૃષ્ટિ વડે સ્પર્શાવેલ તે દાવાનલ પણ શાંત થયો. તેથી જ જાણે ઠરેલા દાવાનળના ધૂમાડાના ગોટાઓથી ધૂંધળું થયેલું આકાશ હજી પણ કાળાપણાને ધારણ કરે છે. li૩૨૯ ફણાના આડંબર વડે પૃથ્વી ઉપર ધારણ કરેલા છત્રની જેમ જેઓ શોભતા હતા તે સર્પો, નાગ જેનાથી દમન કરાય તેવી ઝીપટો નામની વનસ્પતિની જેમ જેણીની (દમયંતીની) નજીક આવતાં નહોતાં. /૩૩૭ll બીજા કોઈ પણ ઉપસર્ગો તેણીને માર્ગમાં ઉપદ્રવ કરતા નહોતા. કેમ કે સ્ત્રીઓનો અંગરક્ષક પતિવ્રતાપણું છે. ll૩૩૧// ભીલડીની જેમ વિખરાયેલા છૂટા વાળવાળી, જલદેવીની જેમ સર્વ અંગે પરસેવાના પાણીથી ભીંજાયેલી, કેમ કરીને પ્રાપ્ત કરેલા કેસરના છાંટણાવાળી કેળની જેમ કાંટાળા વૃક્ષના સંઘર્ષથી ઝરતા લોહીના કણવાળી, અંધકારથી ગ્રસ્ત ચંદ્રની લેખાની જેમ માર્ગની ધૂળથી હરાયેલી કાંતિવાળી, દાવાનલના ભયથી બીકણ હાથણીની જેમ ઉતાવળે જતી, તેણીએ (દમયંતીએ) રાજાના મોટા વિસ્તારવાળા સૈન્યની જેમ વસંત સાર્થવાહના વસેલા સાર્થને આગળ જોયો. [૩૩૨, ૩૩૩, ૩૩૪, ૩૩પી. અને વિચાર્યું કે અપાર જંગલમાંથી તારનાર મહારથ જેવો સાથે અહીં પ્રાપ્ત થયો છે તે ખરેખર પુણ્યનો અંશ છે. ll૩૩વા
જેટલામાં તેણી આશ્વાસન પામી, તેટલામાં તો ચારે બાજુથી કૂતરાઓ વડે જેમ ભૂંડના ટોળાને તેમ ચોરો વડે સાર્થ રુંધાયો. ||૩૩૭ળા યમદૂત જેવા તે ચોરોને જોઈને સાર્થના લોકો ભયથી જકડાયેલાની જેમ નાસવાને માટે પણ સમર્થ ન થયા. ૩૩૮ ત્યારે દમયંતીએ કહ્યું કે, અરે ! ઓ સાર્થના લોકો, ડરો નહિ. મંત્રની જેમ વાણી સાંભળીને તે લોકો ક્ષણમાત્રમાં સંભી (સ્થિર થઈ) ગયા. ll૩૩૯મા તેણીએ ચોરોને પણ કહ્યું કે, જાઓ, જાઓ ! આ સાથે મારા વડે રક્ષણ કરાયો છે. પોતાના અનર્થને ન કરો ! I૩૪૦Iી ભૂતથી પીડાયેલાની જેમ, ગાંડાની જેમ, આસવ (દારૂ) પીધેલાની જેમ માનતા તે ચોરોએ તે દમયંતીને ગણી નહિ.