________________
પ૪
સમ્યક્ત્વ પ્રકરણ
જોતો વાળેલી ડોકવાળો નળ ગયો. ર૯૧ll અને વળી વિચાર્યું કે, હા હા ગાઢ વનમાં અનાથ સૂતેલી એવી આણીને જો સિંહ અથવા વાઘ ખાશે તો તેની કઈ ગતિ થશે ? ર૯રી આથી જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી હું પ્રિયાનું રક્ષણ કર્યું અને સવારના ઇચ્છા મુજબ રસ્તા વડે આ જાઓ. ll૨૯all પડેલા અર્થની જેમ તે જ પગલા વડે નળ પાછો ફર્યો અને ભૂમિ ઉપર આળોટતી દમયંતીને જોઈને વિચાર્યું. ર૯૪ અરે ! નળરાજાની સ્ત્રીઓનું સૂર્યને નહિ જોવાપણું અદ્ભુત છે ! (તથી જ) હા ! હા ! એકવસ્ત્રવાળી દમયંતી વનમાં એકાકિની સૂવે છે. (અહીં વ્યંગમાં આ પ્રયોગ કર્યો છે.) //ર૯પ ખરેખર, મારા કર્મના દોષથી આ વનમાં ફરનારી થઈ. જીવતો પણ મરેલો હતાશ હું શું કરું ? ||૨૯ll નાથ હોતે છતે પણ અનાથ જેવી, મદ વગરની હોવા છતાં મદવાળાની જેમ ભૂમિ પર સૂતેલી પણ જોવાયેલી આ નળના પ્રલયને માટે ન થાઓ. //ર૯૭ી દુષ્ટ એવા મારા વડે જંગલમાં એકલી ત્યાગ કરાયેલી જાગેલી મારી સ્પર્ધાની જેમ પ્રાણો વડે પણ ત્યાગ કરાશે ૨૯૮ તેથી પતિવ્રતા એવી આણીને છેતરીને હું જઈશ નહિ. મારે સુખ કે દુઃખ આની સાથે જ હો. ll૧૯૯ી અથવા સેંકડો દુઃખથી વ્યાપ્ત એવા જંગલમાં જેમ જીવ પોતાના કર્મના ફળને અનુભવે તેમ એકલો જ કષ્ટોને હું અનુભવું. ll૩૦૦lી વળી છેડા પર લખેલા મારા આદેશને જોઈને વાંચીને) સ્વજનના સ્થાનને મેળવીને દેવીની જેમ આ સુખને પામો. ll૩૦૧//
આ પ્રમાણે વિચારીને ત્યાં રાત્રિ પસાર કરીને દમયંતીને જાગવાના સમયે નળ અંતર્ધાન થયો. l૩૦૨ પ્રિયના આગમનમાં કુંકુમનો રંગ ધારણ કર્યો હોય તેમ પૂર્વ દિશામાં પ્રકાશની વેળામાં (સવારમાં) દમયંતીએ સ્વપ્ન જોયું. ૩૦૩ી મંજરીથી વિકસ્વર ફળવાળા આંબાના ઝાડ ઉપર હું ચડી ગીતની પ્રીતમાં વશ રહેનારી ભમરીની જેમ તેના ફળો મેં ખાધાં. ૩૦૪ll એકાએક જંગલના હાથી વડે તે આંબો ઉખેડાયો. તેથી સારી રીતે પાકેલા ફળની જેમ ક્ષણમાત્રમાં હું જમીન પર પડી. ૩૦પા હવે જાગેલી, નળને ન જોતા ટોળાથી ભ્રષ્ટ થયેલી હરણીની જેમ દિશાઓને જોતી દમયંતીએ વિચાર્યું. ll૩૦કો અરે, આ મારે શું આવી પડ્યું! ખરેખર મારું ભાગ્યે જ કોપિત થયું છે. જે કારણથી લક્ષ્મી વગરનાની જેમ અહીં આ પ્રમાણે નળે પણ મારો ત્યાગ કર્યો. ૩૦ણી અથવા તો જો કોઈપણ રીતે સમુદ્ર મર્યાદાને મૂકે અને જો ચંદ્ર ચાંદનીને મૂકે તો નળ પણ મને મૂકે. ll૩૦૮ મારા પ્રેમથી પ્રેરાયેલાની જેમ મારા મુખના ધોવા માટે પાણી લેવા નળ ક્યાંય પણ ગયા લાગે છે. ૩૦૯ો અથવા તો ક્યાંકથી કોઈક વિદ્યાધરી આવી હશે. કામદેવ જેવા નળને જોઈને નિચ્ચે રમવા માટે લઈ ગઈ હશે. /૩૧૦ll તે જ આ ભૂમિ છે, તે વન છે તે આ વૃક્ષો છે, તે ઊંચી શિલાઓ છે તે એક નયનને આનંદ આપનાર નળ વળી દેખાતા નથી. I૩૧૧ી આ પ્રમાણે ઘણાં વિકલ્પોના સમૂહથી વ્યાકુલ દિશાઓ જોઈ અને પ્રિયતમને ક્યાંય પણ ન જોવાથી સ્વપ્નના અર્થને તેણે વિચાર્યું. l૩૧૨ી પત્ર, પુષ્પો અને ફળ વડે યુક્ત જે આંબો તે નળ રાજા છે. જે મારું ફળનું ખાવું તે રાજ્ય સુખનો ભોગવટો છે. Il૩૧૩ જંગલના ગંધહસ્તિ વડે જે આંબો મૂળમાંથી ઉખેડાયો. તે જ ભાગ્યના યોગથી નળ રાજાને રાજ્યથી ભ્રષ્ટ થવા રૂપ વિપ્લવ થયો. ૩૧૪ો જે આંબા ઉપરથી પડી તે પ્રિયથી વિયોગ થયો. આ સ્વપ્ન અનુસાર પ્રિયનું દર્શન હું દુર્લભ જાણું છું. l૩૧પા.
ત્યારબાદ મુક્ત કંઠે દમયંતીએ રોવાને માટે આરંભ કર્યો. સ્વભાવથી બીકણ સ્ત્રીઓને આપત્તિમાં ધીરજ ક્યાંથી ? ૩૧કા હા, હા નાથ ! તમારા વડે હું કેમ ત્યાગ કરાઈ ? શું તને ભારરૂપ હતી ? સર્પને ક્યારે પણ પોતાની કાંચળી શું ભારરૂપ થાય ખરી. ll૩૧૭ll ઓ વનદેવતા ! તમને દીન એવી હું પ્રાર્થના કરું છું