________________
૪૬
સમ્યક્ત્વ પ્રકરણ
લાંબો કાળ નારીઓ રહે છે, પુરુષો નહીં. ૮૬॥ સત્કાર કરીને ભીમ, જમાઈ નળની પાછળ કાંઈક ગયો અને જતી એવી દમયંતીને માતાએ પ્રેમ વડે આ પ્રમાણે શિખામણ આપી. II૮૭॥ હે પુત્રી ! બીજાની નિંદા કરીશ નહિ. વિનીત થજે, પ્રિય બોલજે અને સંકટમાં પણ પોતાના પતિને દેહની છાયાની જેમ ત્યજીશ નહિ. ॥૮૮॥ પરમૈશ્વર્યને પામવા છતાં પણ સ્વપ્નમાં પણ ગર્વને કરજે નહીં. પ્રાણનો ત્યાગ થવા છતાં પણ નિષ્કલંક એવા પોતાના શીલને છોડીશ નહીં. ॥૮૯॥ તેણી તે શિક્ષાને ગ્રહણ કરીને માતા-પિતાની અનુજ્ઞા વડે ૨થ ૫૨ આરૂઢ થયેલા પતિના ખોળાના સંગને પામેલી તેણી ચાલી. Ilol॥ ત્યારે ચતુરંગ સેનાને ધારણ કરતા જતા એવા અને સર્વે રાજ્ય જયની લક્ષ્મી જેવી દમયંતીને પ્રાપ્ત કરીને ચાલતા એવા નળના સૈન્યથી ઉખાડાયેલી ધૂલથી ધૂસ૨ની જેમ ત્યારે ઢંકાયેલી કાંતિવાળો સૂર્ય જાણે સ્નાનનો અર્થ ન હોય તેમ અ૫૨ સમુદ્રમાં ગયો. II૯૧-૯૨/ જગતના જીવોના લોચનના પ્રકાશને ઢાંકતો ચારે બાજુથી આકાશમાં હવે રાક્ષસની જેમ અંધકાર પ્રસર્યો. II૯૩॥ ત્યારે અંધકાર વડે દિશાઓ જાણે કોળીઓ કરાઈ અને વસ્તુઓ વડે અદૃશ્ય થવાનો મંત્ર જાણે સ્મરણ કરાયો. II૯૪॥ ત્યારે જાણે ધ્યાનમાં લીન નેત્રોવાળા લોકો વડે માર્ગમાં આગળ રહેલો ઊંચ-નીચનો વિભાગ પણ ઓળખાતો ન હતો. ।।૯૫॥ જલદી સ્વસ્થાને જવાની ઉત્કંઠા વડે જાણે ખેંચાતો ન હોય તેમ નળ રાજાએ ત્યારે પણ પ્રયાણને રોક્યું નહીં. ૯િ૬॥ અંધકારમાં દૃષ્ટિઓનું અંધપણું થયે છતે મૂર્છાલની જેમ તે સૈન્યને સ્ખલના પામતું, પડતું, જતું જોઈને નળે પ્રિયાને કહ્યું. llll હે દેવી ! ક્ષણવાર જાગ, અંધારું સૈન્યને પીડે છે. તારા કપાળના તિલક વડે રાત્રિમાં પણ સૂર્યોદય થાઓ. ૯૮॥ ભૈમીએ ઊઠીને દર્પણની જેમ હાથ વડે ભાલને સાફ કર્યું અને અંધકા૨ને નાશ કરવામાં સૂર્ય સમાન તિલક જલદી દેદીપ્યમાન થયું. II૯૯॥ તિલકરૂપી સૂર્યના પ્રતાપ વડે અંધકારરૂપી કાદવ શોષાયે છતે ત્યારપછી સઘળુ સૈન્ય સ્ખલના રહિત જવા માટે પ્રવૃત્ત થયું. ||૧૦૦ના કોશલ દેશના નજીકના પ્રદેશને પ્રાપ્ત કરીને નળ રાજાએ પ્રિયાને કહ્યું, હે દેવી ! જૈન ચૈત્યરૂપી મોતીના ભૂષણરૂપ આ મારી નગરી છે. II૧૦૧ કમળોની માળામાં જેમ ભમરા તેમ તે ચૈત્યોની શ્રેણીને જોઈને ત્યારે દમયંતી હર્ષ વડે દ્વિગુણ શ૨ી૨વાળી થઈ. I૧૦૨॥ અને કહ્યું, હે દેવ ! હું ધન્ય છું. જેથી મારા વડે તમે પતિ રૂપે પ્રાપ્ત કરાયા. જેથી હંમેશાં આ ચૈત્યો મારે પૂજાના વિષયભૂત થશે. ।।૧૦૩
હવે ત્યારે વહુ-વરનું આગમન થયે છતે ઊંચા તોરણવાળી, ચપળ માંચડાવાળી, ઊંચી ધજાવાળી જાણે શણગારાયેલી હોય તેમ તે નગરી થઈ. ૧૦૪॥ ભૈમીના વિવાહરૂપી અમૃતના સિંચનથી ભીનું થયેલું છે સૌભાગ્યરૂપી વૃક્ષ જેનું એવો નળરાજા કરાયેલા મંગલવાળો શુભ દિવસે તે નગરીમાં પ્રવેશ્યો. ૧૦૫|| હવે પ્રિયા સહિત નળ વડે હર્ષથી માતા-પિતા નમાયા. પ્રીતિવાળા માતા-પિતા વડે પ્રિય આશિષથી તે બંને અભિનંદિત કરાયા. ||૧૦૬|| અને ત્યારપછી ત્યાં આનંદને વશ થયેલા તે બંને પતિ-પત્ની ક્યારેક જલની ક્રીડા વડે ૫૨મ સુખને અનુભવતા હતા. II૧૦૭।। દમયંતીના કર્ણમાં રહેલા સ્કુરાયમાન રત્નના કુંડલોની જેમ હિંડોળાની લીલા વડે ક્યારેક બંને હિંચકા રમતા હતા. II૧૦૮॥ પરસ્પર વિભૂષાને માટે સ્પર્ધા વડે તે બંને ક્યારેક પુષ્પના શણગારને શૃંગારને જાણનાર માળીની જેમ ગૂંથતા હતા. II૧૦૯॥ ક્યારેક પાસાઓ વડે કૌતુકને સભારૂપ કરીને ખેલતા હતા, ક્યારેક દિવ્ય એવા કાવ્યો વડે અન્યોન્ય ગુણોને ગાતા હતા. ॥૧૧૦॥ ક્યારેક નળ સ્વયં એકાંતમાં ભિન્ન ભિન્ન ગતિવાળી ક્રિયાને હાથની હોંશિયારીપૂર્વક વાજિંત્રોને વગાડતો દમયંતીને નૃત્ય કરાવતો હતો. ૧૧૧॥ એ પ્રમાણે નવી નવી લીલાઓ વડે નિત્ય અવિયોગી એવા