________________
નળ દમયંતી
નથી. ll૧૪ દમયંતીએ કહ્યું, સર્વ પ્રકારે વિચારીને સર્યું. હે દેવ ! તારા સંગમ વડે વિશ્વમંડન એવું કુંડિનપુર થાઓ. ll૧પત્યારબાદ નલના આદેશથી તેને જાણનાર એવા સારથિએ શ્રેષ્ઠ ઘોડાઓને જલદી કુંડિનપુર તરફ પ્રેર્યા. ર૧કા વાઘનાં ધૂત્કાર અને પૂત્કારના અવાજથી બરિત કર્યું છે આકાશને જેને એવી, સર્પની ફણાના રત્નની જ્યોતિથી ઉદ્યોતિત થયેલા નેત્રોવાળી, આકાશને અડતા દેદીપ્યમાન ધૂમ્રથી ધૂમરૂપ કેશવાળી બળતા દાવાનલની જ્વાલારૂપી જીલ્લા તે રૂપ વૃક્ષોના મુખવાળી, સિંહથી હણાયેલ શ્કરોની દાઢાથી કાતરવાળી, ભયંકર જંગલી પશુઓથી હણાયેલ અનેક મુસાફરોના મસ્તકને પાળવાવાળી, ભિલ-શિકારી આદિ વડે મારવાના વિચારથી ભયંકર થયેલી જાણે પ્રત્યક્ષ રાક્ષસી જ ન હોય, એવી મહાટવીને નલે પ્રાપ્ત કરી. (૨૧૭-૨૧૮-૨૧૯-૨૨૦/ થાળીના તળીયાની જેમ કાળા વર્ણવાળા, ધનુષ્ય બાણવાળા ભિલ્લોને અને યમરાજાના દૂત જેવા સન્મુખ આવતા સર્પોને નલે જોયા. ll૨૨૧ી ત્યાં કેટલાક ભીલો ભૂતથી જાણે ગ્રસ્ત ન થયા હોય તેમ નૃત્ય કરતા હતા. ગ્રામજનોની જેમ સંવાદમાં કેટલાક કોલાહલને કરતા હતા. ll૨૨૨ી ગેંડાની જેમ જાણે એક શિંગડાવાળા ન હોય તેમ કેટલાક શિંગડાને વગાડતા હતા. કેટલાક મેઘ જેમ મુશળધાર ધારાને તેમ બાણોને વર્ષાવતા હતા. ૨૨૩ી કેટલાક તરંગોના આસ્ફોટના વિભ્રમ સમાન ભુજાના આસ્ફોટને કરતા હતા, વાદળો જેમ સૂર્યને તેમ તે સર્વે પણ નળને રોકતા હતા. l/૨૨૪ો ભીલોને હણવાની ઇચ્છા વડે હાથીની જેમ ઉલ્લસિત હાથવાળો, તલવારને કંપાવતો નળ રથથી ઉતરીને આગળ ગયો. ર૨પી દમયંતીએ હવે રથને છોડીને હાથને પકડીને નળને કહ્યું. હે દેવ ! તારો અસ્થાને આ કેવો આરંભ ? આ લોકો તે મચ્છર સમાન છે. પરરડા યુદ્ધમાં શત્રુના હાથીના કુંભસ્થલના મોતીઓ વડે કરાયેલા મંગલવાળી, તારી તલવાર ભીલોને વિષે પડતા શું લજ્જા નહીં પામે ? //૪૨૭ી નળને એ પ્રમાણે નિષેધ કરીને દમયંતીએ ભીલોને તિરસ્કાર કરતા શ્રેષ્ઠ મંત્રાક્ષર સમાન હુંકારાને સ્વયં મૂક્યો. ૨૨૮ સતીના તે હુંકારા વડે ભાલાની જેમ જાણે ઘા વાળા ન થયા હોય તેમ દિશાઓમાં પલાયન થયા. ૨૨૯ તેઓની પાછળ છોડેલા રથવાળા પણ જયવાદના રથ પર આરુઢ થયેલા તે બંને દંપતિ દર ગયા. ર૩૦આ બાજુ બીજા ભીલો વડે તેનો સાયંત્રિક રથ હરણ ક પ્રતિકૂલ હોતે છતે પુરુષને પુરુષાર્થ પણ શું કરે. ll૨૩૧il ત્યાં જંગલમાં હાથ વડે દમયંતીના હાથને પકડીને તેણીના પાણિગ્રહણના મહોત્સવને જાણે યાદ ન કરતો હોય તેમ નળ ભમતો હતો. ૨૩૨અળતાથી રંગેલા પગથી અંકિત વાસગૃહની ભૂમિની જેમ દર્ભ (તીક્ષ્ણ ઘાસનું નામ) ના અગ્રભાગથી ભેદાયેલા દમયંતીના પગમાંથી નીકળતા લોહીથી લાંછિત (ખરડાયેલ) વનની ભૂમિ થઈ. ll૨૩૩ી પહેલાં રાજ્યને વિષે દમયંતીને પટ્ટબંધ મસ્તકને વિષે હતો. માર્ગમાં વ્યથિત થયેલા પગવાળી તેણીને ત્યારે તે પટ્ટબંધ વળી પગમાં થયો. ૨૩જા થાકી ગયેલી અને વૃક્ષની છાયામાં બેઠેલી દમયંતીના પરસેવાને સાફ કરતો અને પંખા વડે જાણે વીંઝતો ન હોય તેમ વસ્ત્રના છેડા વડે નળ તેણીને સ્વયં વીંઝતો હતો. ર૩પા દમયંતીએ કહ્યું, સંતાપ વડે અમૃત કલા જાણે સુકાતી ન હોય તેમ તે સ્વામી ! મને આજે તરસ અત્યંત પીડે છે. //ર૩કી, નળ કહ્યું, અરે ! પરબના અધિકારી અહીં કોણ છે ? સુગંધિ-સરસ અને સ્વચ્છ પાણીને લાવો. ર૩મી ક્ષણવાર રહીને આગળ, બંને બાજુ અને પાછળ જોઈને ચારે બાજુ શૂન્યતાને જોઈને લજ્જા વડે રાજા અધોમુખવાળા થયા. ર૩૮ દમયંતીએ કહ્યું, હે દેવ ! કેમ આ પ્રમાણે બોલો છો ? નળ કહ્યું, હે સ્વામિની ! આ પૂર્વનાં સંસ્કાર આ પ્રમાણે વિપ્લવ કરે છે. ll૨૩૯