________________
અષ્ટાપદ વક્તવ્યતા
૪૧
વેદોને હંમેશાં ભણતા હતા. હવે રાજ પૂજ્ય એવા તેમને શ્રદ્ધા વડે અન્ય મનુષ્ય પણ દાન આપતા હતા. ૧૮૩॥ માહન શબ્દને બોલનારા તે શ્રાવકો ક્રમથી બ્રાહ્મણ તરીકે પ્રખ્યાત થયા. વળી કાકિણી રત્નની રેખા જનોઈપણાને પામી. ૧૮૪॥
મૂલમાં પચાસ યોજન શિખરમાં દશ યોજન ઉંચાઈમાં આઠ યોજન સર્વ પર્વતની શોભારૂપ એવા શત્રુંજયગિરિ પર વિહાર કરતા સ્વામી એક વખત ગયા અને દિવ્ય સમવસ૨ણમાં ધર્મદેશનાને કરી. ૧૮૫, ૧૮૬૫ ક્રોડો સાધુથી પરિવરેલા પુંડરીક ગણધર કેવલજ્ઞાનને ઉત્પન્ન કરીને ચૈત્ર સુદી-પૂનમે ત્યાં નિર્વાણ પામ્યા. ૧૮૭।। હવે દેવો વડે મહિમા કરાયો. વળી ભરત વડે ત્યાં પુંડરીક સ્વામીની પ્રતિમા સહિત પહેલા તીર્થંકરનું ચૈત્ય કરાવાયું. I૧૮૮॥ અનેક દેશોથી યુક્ત ભૂમિમાં વિહાર કરતા ભગવાન સૂર્ય જેમ કમલોને તેમ ભવ્ય જીવોને બોધ પમાડતા હતા. ૫૧૮૯। પ્રભુને કેવલજ્ઞાનથી માંડીને ચોરાશી હજાર શ્રમણો થયા તથા ત્રણ લાખ સાધ્વી થઈ. II૧૯૦ ત્રણ લાખ અને પચાસ હજાર શ્રાવકો તથા પાંચ લાખ સાડા ચાર હજાર શ્રાવિકાઓ થઈ. I૧૯૧॥ એ પ્રમાણે દીક્ષા દિવસથી પૂર્વ લાખ વર્ષ પસાર કરીને ઋષભસ્વામી મોક્ષકાલને જાણીને અષ્ટાપદ પર્વત પર ગયા. ॥૧૯૨॥ દશ હજાર સાધુઓની સાથે ભગવાને ત્યાં ચૌદ ભક્તના (છ ઉપવાસના) તપ વડે પાદપોપગમન અનશનને કર્યું. ૫૧૯૩॥ અને તે વૃત્તાંતને જાણીને અંતઃપુરાદિ પરિવાર સહિત ભરત રાજા પગે ચાલવા વડે અષ્ટાપદ પર્વત તરફ ચાલ્યા. ૧૯૪॥ ગાઢ શોકાગ્રહના આવેશથી માર્ગના શ્રમને નહીં ગણતા ઝરતા એવા લોહીવાળા પગને સ્થાપવા વડે પૃથ્વીને લાલ રંગવાળી કરતા મસ્તક પર છત્ર હોવા છતાં પણ ઘણા તાપને વહન કરતા દ્વારપાળ વડે હાથનો ટેકો આપેલો હોવા છતાં પણ પરમ શોક વડે ટેકા વગરના અન્ય કાંઈ પણ નહીં જોતા કોઈના પણ વચનને નહીં સાંભળતા મન વડે એક સ્વામીનું જ ધ્યાન કરતા, તે ભરત રાજા અષ્ટાપદ પર્વતને પ્રાપ્ત કરીને વેગ વડે ચડ્યા અને ત્યાં પર્યçકાસનમાં રહેલા પ્રભુને જોયા. ૧૯૫-૧૯૬-૧૯૭-૧૯૮॥ શોક અને હર્ષના રસથી આક્રાંત થયેલા અંતઃ-કરણવાળા, ભીના થયેલા નેત્રવાળા, કરેલી છે અંજલિ જેણે એવા ભરત રાજા પ્રભુની પાસે વંદન કરીને રહ્યા. II૧૯૯।। હવે ત્યાં ઈન્દ્ર સહિત ચતુર્નિકાયના દેવો આવ્યા અને અશ્રુ સહિતના લોચનવાળા તેઓએ ભગવાનને વંદન કર્યું. II૨૦૦|| મહા મહિનાની વદ તેરસના દિવસે (ગુજરાતી પોષ વદ-૧૩ મેરૂતેરસ) પૂર્વાહ્નકાળે દશ હજાર સાધુ સહિત ત્રણ જગતના સ્વામી નિર્વાણને પામ્યા. II૨૦૧।। પ્રભુને આત્યંતિક સુખ પ્રાપ્ત થયે છતે નહીં જોયેલા સુખના લેશવાળા ના૨કોને પણ ક્ષણવાર સુખ થયું. II૨૦૨૫ ચક્રવર્તિ વળી તે કાળે શોકરૂપી ખીલા વડે જાણે કીલિત (જડી દીધેલ) થયેલા, નષ્ટ થયેલી ચેતનાવાળાની જેમ સ્પંદન પણ કરતા નથી. ૨૦૩ હવે ઈન્દ્રે ચક્રવર્તિના શોકરૂપી ખીલાને ખેંચવા માટે (દૂર કરવા માટે) ત્યાં પૂત્કારપૂર્વક સંદેશકની ઉપમાવાળું (સાણસાની ઉપમાવાળું) આક્રંદ કર્યું. ૨૦૪ તે સાંભળીને તેણે પણ જાણે બ્રહ્માંડને ફોડતો ન હોય તેમ આક્રંદ કર્યું અને દુઃખથી પીડિત એવા તેણે જાણે તિર્યંચોને પણ દુઃખી કરતા હોય તેમ વિલાપ કર્યો. II૨૦૫॥ શોકને દૂર કરવાનું જાણનાર ઈન્દ્રે હવે તેને બોધ પમાડ્યો. દેવોએ પોતાના ઔચિત્ય વડે ઉત્તરક્રિયાને કરી. ||૨૦૬|| હવે સર્વે દેવો નંદિશ્વર દ્વીપમાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવને કરીને પોતપોતાના સ્થાને ગયા. ॥૨૦॥ ત્યારપછી ચક્રીએ વર્ધક રત્ન વડે ત્યાં યોજન પ્રમાણ લાંબા, ત્રણ ગાઉ ઉંચા, પ્રસરતી રત્નની કાંતિ વડે આલેખેલ ચિત્ર જેવા આકાશમાં સાક્ષાત્ આકાશગંગા જેવો વૈજયન્તીના દૃષ્ટાંત વડે રત્નો વડે પ્રાસાદ કરાવ્યો. ||૨૦૮-૨૦૯। ત્યારબાદ તે રાજાએ ત્યાં ઋષભાદિ ચોવીશ