________________
39
સમ્યક્ત્વ પ્રકરણ
છે. II૫૭।। તે રાજા કેવી રીતે થાય ? એ પ્રમાણે કહેવાતે છતે નાભિનંદને (ભગવાને) કહ્યું. સર્વે વડે અભિષેક કરીને રાજા થાય છે. ૫૮॥ ત્યારપછી તેમને જ રાજા કરવા માટે તેઓ પાણી લેવા ગયા અને ત્યારે જ ઈન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. પા
હવે અવધિજ્ઞાનથી સ્વામીના રાજ્યકાલને જાણીને શક્ર આવ્યા અને પ્રથમ જિનેશ્વરનો રાજ્યાભિષેક સ્વયં કર્યો. ॥૬॥ ઈન્દ્રે દેવદૂષ્યને પહેરાવીને દિવ્ય આભૂષણ વડે વિભૂષિત કરીને પ્રભુને ઉચ્ચ સિંહાસન પર બેસાડ્યા. II૬૧॥ તે યુગલિકો પણ કમળના પાંદડાઓ વડે પાણીને લાવીને મોટાના ક્રમ પ્રમાણે શ્રેણીભૂત થઈને વિસ્મિત થયેલા તેઓએ પ્રભુને જોયા. IIઙ૨॥ ત્યા૨૫છી દેવદૃષ્યાદિ વસ્તુના વિનાશની આશંકા કરીને (જાણીને) તે યુગલિકોએ પાણી વડે પ્રભુના ચરણોમાં અભિષેક કર્યો. ॥૬॥ હવે તેઓના વિનીતપણાના આચરણથી રંજિત થયેલા ઈન્દ્રે સ્વામીને માટે વિનિતા નામની નગરીને કરવા માટે કુબેરને આદેશ કરીને દેવલોકમાં ગયા. ॥૬૪। તેણે અયોધ્યા એ પ્રમાણે બીજા નામવાળી વિનિતા નગરીને બનાવી, જે નગરીનો નવ યોજન વિસ્તાર હતો અને બાર યોજન પહોળી હતી. II૬૫) ઉલ્લસિત એવા કાંતિના આડંબરવાળા સ્વર્ણ અને રત્નમય મહેલો વડે જે નગરી આ મનુષ્યલોકમાં દેવનગરીને જાણે હસતી ન હોય તેમ રહી. IIઙઙ।। તે નગરીના નિર્માણને કરીને ઈન્દ્રના આદેશ વડે કુબેરે તેને નાશ ન પામે તેવા વસ્ત્ર, રત્નના સમૂહ અને ધન-ધાન્ય વડે પૂરી. II૬૭ જન્મથી માંડીને વીશ લાખ પૂર્વ ગયે છતે શાસ્ત્રમાં જેમ ઓંકાર તેમ ત્યાં પ્રભુ પ્રથમ રાજા થયા. II૬૮॥
ત્યારબાદ ભરતક્ષેત્રની ભૂમિમાં ત્રેસઠ લાખ પૂર્વ પ્રથમ રાજનીતિ અને લોકનીતિને પ્રભુએ પ્રવર્તાવી. ।।૬૯॥ વસતા એવા દેશ-ગામ અને નગરાદિ વડે અદ્ભુત ઐશ્વર્યથી ત્યારે ભરતક્ષેત્ર વિદેહની લક્ષ્મીને વહન કરતું હતું. II90ના એક વખત પૃથ્વીપીઠ પર પોતાના આગમન વડે વૃક્ષોને પણ વિકસ્વર કરતો પુષ્પકાલ અવતર્યો. II૭૧॥ ત્યારે ખરેખર વિરુધ વૃક્ષે પણ પુષ્પના શૃંગારને કર્યો. શિલીમુખ વૃક્ષોએ પણ વિકસ્વર પુષ્પના રસના આસવને પીધું. II૭૨॥ ત્યારે સાત્ત્વિક ભાવ વડે જાણે નવી પરણેલી ન હોય તેમ મલયગિરિના પવનના સંગથી વેલડીઓ કંપાયમાન થઈ. II૭૩॥ કોયલો પણ સ્ત્રીઓની જેમ પંચમ સ્વરને ગાતી હતી. આંબાઓ પણ ફૂલના આરંભ વડે આંબારૂપ થયા. II૭૪॥ પરિવારના આગ્રહથી તે ઉદ્યાનમાં ગયેલા સ્વામીએ કામથી પરાધીન થયેલા અને વિલાસ કરતા માણસોને જોયા. II૭૫॥ તે લોકોને જોઈને વિષયોમાં વિષાદવાળા પ્રભુએ વિચાર્યું કે અહો ! પ્રાણીઓ વડે અહીં કાંઈપણ આત્મહિત કરાતું નથી. II૭૬।। એ પ્રમાણે વિચારતા સ્વામીને લોકાંતિક દેવોએ આવીને કહ્યું, હે સ્વામિન્ ! જગતના જીવોને હિતકારી એવા ધર્મતીર્થને પ્રવર્તાવો. II૭૭॥ ત્યાર પછી સ્વામીએ અવધિજ્ઞાન વડે વ્રતના કાલને જાણીને રાજ્ય મોટા પુત્ર ભરતને આપ્યું. ૭૮૫ તક્ષશિલા નગરી બલવાન એવા બાહુબલિને આપી અને અંગવંગાદિ દેશો બીજા પુત્રોને આપ્યા. ॥૯॥
હવે ઉદ્ઘોષણાપૂર્વક સ્વામીએ વાર્ષિક દાન આપ્યું. દાનને આપતા પ્રભુના દ્રવ્યને ઈન્દ્રની આજ્ઞા વડે યક્ષો પૂરતા હતા. II૮૦॥ હવે વર્ષને અંતે ચલાયમાન થયેલા આસનવાળા પરિવાર સહિત ઈન્દ્ર વડે આવીને રાજ્યાભિષેકની જેમ દીક્ષાભિષેક કરાયો. ૮૧|| હવે ચૈત્રની બહલ (વદ) અષ્ટમીના અપરાહ્નમાં જગત્પતિ કચ્છ-મહાકચ્છ વિગેરે સાડા ચાર હજાર રાજાઓની સાથે પ્રવ્રુજિત થયા. ॥૮૨ ઈન્દ્રની